Bike Maintenance Tips: આ રીતે તમારા બાઇકની સંભાળ રાખો, માઇલેજ વધશે અને વર્ષો સુધી ચાલશે
બાઇકમાં સારી એવરેજ મેળવવા અને સ્મૂથ ચલાવવા માટે તેની જાળવણી કરવી જરૂરી છે. બાઇકના તમામ સ્પેર પાર્ટ્સનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સાથે સમયે સમયે સર્વિસ કરાવવામાં આવે, નિયમિત સમયે ઓઇલ ચેન્જ કરાવવામાં આવે તો બાઇક ખુબ સારી રીતે ચાલશે.
Trending Photos
નવી દિલ્હીઃ જો તમે પણ તમારી બાઇકને લાંબા સમય સુધી મજબૂત રાખવા ઈચ્છો છો અને સારી એવરેજ જાળવવા ઈચ્છો છો તો બાઇકની જાળવણી સારી રીતે કરવી જરૂરી છે. લાંબા સમય સુધી કોઈ મુશ્કેલી વગર બાઇક રાઇડિંગનો આનંદ માણવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તમારી પાસે બાઇક હોય કે કાર તેની કાળજી રાખવી જરૂરી છે. ઘણા લોકો બાઇકની કાળજી સારી રીતે રાખતા નથી, એટલે તેની એવરેજ પણ ઘટે છે અને એન્જિન પણ ખરાબ થવા લાગે છે. આજે અમે તમને બાઇકની જાળવણી માટે કેટલીક ટિપ્સ આપી રહ્યાં છીએ....
1. ગિયર્સ
- જ્યારે પણ તમે બાઇક ચલાવો તો ગિયરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાર્ક કરેલી બાઇક પર બિનજરૂરી રીતે ગિયર્સ દબાવવા નહીં. ગિયર્સનું ખાસ ધ્યાન રાખવાથી ગિયરબોક્સને થતું નુકસાન અટકાવી શકાય છે.
2. બ્રેક
કોઈપણ વાહનમાં બ્રેક ખુબ જરૂરી છે. બ્રેક યોગ્ય સમયે ન લાગે તો અકસ્માત થવાનો ખતરો રહે છે. જો તમે ડ્રમ બેક સાથે બાઇક ચલાવો છો તો બ્રેક ઢીલી હોય અથવા બ્રેક ઓછી હોય ત્યારે બ્રેક પેડ બદલવા જોઈએ. બ્રેક ડિસ્ક પર જામેલી ધૂળને હંમેશા સાફ કરતા રહો.
3. ક્લચ
ક્લચની ગોઠવણ ખુબ જરૂરી છે. ક્લચને વધારે ટાઈટ ન રાખો. ક્લચમાં ફ્રી પ્લે રાખો જેથી બાઇક ચલાવતી વખતે ક્લચ બદાયેલ ન રહે. ડ્રાઇવિંગ કરતી વખતે ક્લચ બદાયેલ ન હોવો જોઈએ, જેની અસર એન્જિન પર પડે છે અને એવરેજ ઓછી થાય છે.
4. એન્જિન
એન્જિનની નિયમિત સર્વિસ જરૂરી છે. કાર્બ્યુરેટર અને વાલ્વને સાફ કરો. કાર્બ્યુરેટરને દર 1500 કિલોમીટર પછી સાફ કરવું જોઈએ. આ સાથે સ્પાર્ક પ્લગની પણ કાળજી રાખવી જોઈએ. 4 સ્ટ્રોક બાઇકમાં સ્પાર્ક પ્લગ દર 1500 કિમીએ બદલવો જોઈએ.
5. એન્જિન ઓઇલ
એન્જિનનું આયુષ્ય સારૂ રહે તે માટે એન્જિન ઓઇલ ખુબ જરૂરી છે. હંમેશા સારા એન્જિન ઓઈલનો ઉપયોગ કરો અને તેને ચોક્કસ સમય પછી બદલો. એન્જિન ઓઈલ ક્યાંયથી લીક થતું નથી. આ બાબત તપાસતા રહો. ગંદા એન્જિન ઓઈલ સાથે બાઇક ચલાવશો નહીં. આ એન્જિનના માઇલેજ અને પ્રદર્શનને અસર કરે છે.
આ પણ વાંચોઃ Mahindra Thar 5 Door: 5 દરવાજાવાળી કાર જલ્દી જ ભારતમાં ફરતી દેખાશે, જાણો કઈ કંપની લાવી રહી છે
6. એર ફિલ્ટર
સમયે-સમયે એર ફિલ્ટરને સાફ કરતા રહો. તેને નિયત સમયે બદલતા રહો. જો જરૂરી હોય તો વર્ષમાં એક વાર ફિલ્ટર જરૂર બદલો.
7. બેટરી
સમયે સમયે બેટરી સાફ કરાવતા રહો. જો બેટરીમાં લીકેજ હોય તો તેને તત્કાલ બદલી નાખો. જો બાઇક ઓછી ચલાવતા હોવ તો સમયાંતરે બેટરી ચાર્જ કરાવવી જરૂરી છે. હંમેશા ઓરિજિનલ અને સારી ગુણવત્તાની બેટરી વાપરો.
8. બાઇકના બોલ્ટ, સ્ક્રૂ અને નટ્સ ટાઇટ છે તેની ખાતરી કરો
બાઇક સારી રીતે ચાલે અને તેનું આયુષ્ય વધુ રહે તે માટે સમયાંતરે બોલ્ટ, સ્ક્રૂ અને નટ્સ ટાઇટ છે તેની ખાતરી કરો. તમે ગેરેજવાળા પાસે સર્વિસ સમયે આ તપાસ કરાવી શકો છો.
9. બાઇકની ચેઇન
બાઇક ચલાવવામાં ચેઇનનો મહત્વનો ભાગ હોય છે. એટલે સમયાંતરે ચેઇન સાફ કરાવવી જરૂરી છે. સોફ્ટ બ્રશની મદદથી ચેઇનની માટીને સાફ કરો. ચેન ક્યારેય વધારે ટાઇટ કે ઢીલી ન હોવી જોઈએ. સર્વિસ પછી ચેઇનને લુબ્રિકેટ કરવી જોઈએ, જેથી તેમાં ઘસારો ઓછો લાગશે.
10. સમયાંતરે બાઇકની સર્વિસ કરાવો
તમારી બાઇક સારી રીતે ચાલતી હોય તો પણ સમયાંતરે તેની સર્વિસ કરાવવી જરૂરી છે. સર્વિસ કરાવવાથી બાઇકમાં જો કોઈ સમસ્યા હોય તો પણ તેનો ખ્યાલ આવી જાય છે. સમયાંતરે બાઇક સર્વિસ કરાવવાથી બાઇક સારી રીતે ચાલે છે અને તેની સાફ-સફાઈ પણ થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે