માત્ર 6.79 લાખમાં આવી ગઈ નવી 2024 Maruti Dzire! દમદાર ફીચર્સ સાથે મળશે શાનદાર માઇલેજ

Maruti Dzire 2024 Price: રીડિફાઇન હેન્ડલેમ્પની સાથે કારમાં 9 ઇંચની ડિસ્પ્લે, 6 એરબેગ સહિત પહેલીવાર સનરૂફ આપવામાં આવ્યું છે, જે ગ્રાહકોને પ્રીમિયમ કાર એક્સપીરિયન્સ ઓફર કરે છે. 

માત્ર 6.79 લાખમાં આવી ગઈ નવી 2024 Maruti Dzire! દમદાર ફીચર્સ સાથે મળશે શાનદાર માઇલેજ

Maruti Dzire 2024 Price in India: મારૂતિ સુઝુકીએ એક કોમ્પેક્ટ સેડાન 2024 ડિઝાયરને માર્કેટમાં લોન્ચ કરી દીધી છે, જેની કિંમત 6.79 લાખથી ₹10.14 લાખ (એક્સ-શોરૂમ) છે. આ કાર ચાર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. LXi, VXi, ZXi और ZXi Plus ,ગ્રાહકો તેને પેટ્રોલ અને સીએનજી મોડલમાં ખરીદી શકે છે. જેમાં મેનુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન મળશે. 

કેટલી છે અન્ય વેરિએન્ટની કિંમત
પેટ્રોલ મેનુઅલ મોડલ LXi માટે ₹6.79 લાખ, VXi માટે ₹7.79 લાખ, ZXi માટે ₹8.89 લાખ અને ZXi Plus માટે ₹9.69 લાખથી શરૂ થાય છે. ઓટોમેટેડ ગિયર શિફ્ટ (AGS) વેરિઅન્ટ્સની કિંમત VXi માટે ₹8.24 લાખ, ZXi માટે ₹9.34 લાખ અને ZXi Plus માટે ₹10.14 લાખ છે. સીએનજી વિકલ્પો માટે વીએક્સઆઈ સીએનજીની કિંમત 8.74 લાખ અને ઝેડએક્સઆઈ સીએનજીની કિંમત 9.84 લાખ છે. આ બધી કિંમત ઈન્ટ્રોડક્ટ્રી પ્રાઇસ છે જે 31 ડિસેમ્બર 2024 સુધી વેલિડ છે. 

Maruti

આ ખાસિયતોથી છે લેસ
2024 ડિઝાયરમાં મોટા ફ્રંટ ગ્રિલ, એલઈડી ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ, વાઈ-આકારના એલઈડી ટેલ લેમ્પ અને 15 ઇંચના ડુઅલ-ટોન અલોય વ્હીલની સાથે એક નવી ડિઝાઇન છે. ડાઇમેન્શન સમાન છે, લંબાઈ 3,995 mm, પહોળાઈ 1,735 mm, ઊંચાઈ 1,525 mm, વ્હીલબેઝ 2,450 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ 163 mm અને બૂટ સ્પેસ 382 લિટર છે.

ડિઝાયરને સાત કલર વિકલ્પમાં રજૂ કરવામાં આવી છે. ગેલન્ટ રેડ, નટમેગ બ્રાઉન, એલ્યુરિંગ બ્લૂ, બ્લૂશ બ્લેક, મેગ્મા ગ્રે, આર્કટિક વ્હાઇટ અને સ્પ્લેન્ડિડ સિલ્વર. શાનદાર ડિઝાઇન, નવા ફીચર્સ અને મિડિયમ કિંમત 2024 મારૂતિ સુઝુકી ડિઝાયર ખરીદનાર લોકો માટે એક સારો વિકલ્પ સાબિત થશે. ઓછી કિંમતમાં સ્ટાયલિશ અને ફીચર પેક્ડ સેડાન કાર લેવાની ઈચ્છા લોકો માટે તે આકર્ષક વિકલ્પ બનશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news