Alto K10 થી Tiago સુધી આ છે સૌથી સસ્તી 5 ઓટોમેટિક કાર, જાણો કિંમત
Affordable Automatic Cars: ભારતમાં ઓટોમેટિક કાર હવે વધુ લોકપ્રિય બની રહી છે. આ એટલા માટે છે કારણ કે ભારે ટ્રાફિકમાં પણ ઓટોમેટિક કાર ચલાવવી સરળ છે. ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કારને ક્લચ પેડલ અથવા મેન્યુઅલ ગિયર શિફ્ટિંગની જરૂર નથી.
Trending Photos
Most Affordable Automatic Cars: ભારતમાં ઓટોમેટિક કાર વધુને વધુ લોકપ્રિય બની રહી છે. આ એટલા માટે છે કારણ કે ભારે ટ્રાફિકમાં પણ ઓટોમેટિક કાર ચલાવવી સરળ છે. ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કારને ક્લચ પેડલ અથવા મેન્યુઅલ ગિયર શિફ્ટિંગની જરૂર નથી. આવો અમે તમને દેશની 5 સૌથી સસ્તી ઓટોમેટિક કાર વિશે જણાવીએ.
મારુતિ સુઝુકી અલ્ટો K10
મારુતિ સુઝુકી અલ્ટો K10 એ ભારતમાં સૌથી સસ્તી ઓટોમેટિક ટ્રાન્સમિશન કાર છે. તેમાં 1.0-લિટર NA પેટ્રોલ એન્જિન છે, જે 65.7bhp અને 89Nm જનરેટ કરે છે. એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને AMT (AGS) સાથે જોડાયેલું છે. તેના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ. 5.59 લાખ (એક્સ-શોરૂમ) છે.
આ પણ વાંચો:
આ રાશિના જાતકો ભૂલો કરવામાં હોય છે નંબર 1, પોતે જ પોતાનું કરે છે નુકસાન!
શું તમે પણ કલાકો સુધી reels જોવો છો? સાવચેત રહેજો નહીંતર આ બીમારીનો બની શકો છો શિકાર
Papaya Bad Combination: પપૈયા સાથે ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તુઓ, ખાશો તો પસ્તાશો
મારુતિ સુઝુકી એસ-પ્રેસો
મારુતિ સુઝુકી S-Presso તેના મિકેનિકલ્સને Alto K10 સાથે શેર કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને AMT (AGS) વિકલ્પ સાથે 1.0-લિટર NA પેટ્રોલ એન્જિન મેળવે છે. મારુતિ સુઝુકી એસ-પ્રેસોના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ. 5.76 લાખ (એક્સ-શોરૂમ) છે.
રેનો ક્વિડ
Renault Kwid બે એન્જિન વિકલ્પો સાથે આવે છે - 800cc યુનિટ અને 1.0-લિટર યુનિટ. નાના એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ ઉપલબ્ધ છે જ્યારે મોટા એન્જિનને AMT વિકલ્પ સાથે સજ્જ કરવામાં આવ્યું છે. Renault Kwidના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ. 6.12 લાખ (એક્સ-શોરૂમ) છે.
મારુતિ સુઝુકી વેગેનઆર
મારુતિ સુઝુકી વેગનઆર એક સસ્તી કાર છે. તેમાં 2 એન્જિન વિકલ્પો છે - 1.0-લિટર યુનિટ અને 1.2-લિટર યુનિટ. કારમાં 5-સ્પીડ MT અને AMTનો વિકલ્પ મળે છે. મારુતિ સુઝુકી વેગનઆરના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ. 6.55 લાખ (એક્સ-શોરૂમ) છે.
ટાટા ટિયાગો
Tata Tiago કંપની તરફથી આ સૌથી સસ્તી ઓફર છે. તેમાં 1.2-લિટર NA પેટ્રોલ એન્જિન છે, જે 84bhp અને 113Nmનો પાવર જનરેટ કરે છે. એન્જિન સાથે 5-સ્પીડ MT અને AMTનો વિકલ્પ છે. તેના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ. 6.92 લાખ (એક્સ-શોરૂમ) છે.
આ પણ વાંચો:
IPL 2023, Qualifier 1: આજે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ
ટ્રેનમાં કેટલાક વાદળી અને કેટલાક લાલ Coach કેમ હોય છે? જાણો આ 2 વચ્ચે શું છે તફાવત
બસ આટલા જ દિવસો..પછી શુક્ર 3 રાશિઓની ભરી દેશે તિજોરી, તમે નોટો ગણી- ગણીને થાકી જશો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે