Technology ના રસિયાઓ માટે Good News, ANDROID 12 નું લોચિંગ, જાણો ખાસ ફીચર્સ
ANDROID 12માં યુઝર્સની પ્રાઈવસી પર ધ્યાન આપવામાં આવ્યું છે. GOOGLEએ જણાવ્યું કે પ્રાઈવસી ફીચર યુઝર્સના ડેટાને ખોટા લોકોના હાથમાં જવાથી બચાવશે.
Trending Photos
નવી દિલ્લીઃ GOOGLE ડેવલોપર કોન્ફરન્સ I/Oની શરૂઆત 18-20 મે સુધી ચાલી. આ કોન્ફરન્સમાં GOOGLEમાં આવનારા નવા ફીચર્સ અને ANDROID 12 વિશે વાત કરવામાં આવી છે. આ મુખ્યત્વે આપણે ANDROID 12 વિશે વાત કરીશું. તો આવો જાણીએ ANDROIDના લેટેસ્ટ વર્ઝન વિશે સંપૂર્ણ માહિતી.
ANDROID 12માં યુઝર્સની પ્રાઈવસી પર ધ્યાન આપવામાં આવ્યું છે. GOOGLEએ જણાવ્યું કે પ્રાઈવસી ફીચર યુઝર્સના ડેટાને ખોટા લોકોના હાથમાં જવાથી બચાવશે. ગત વર્ષે GOOGLEએ ANDROID 11 સાથે નવા પ્રાઈવસી સેટિંગને લોન્ચ કર્યું હતું. આમાં એપ્લીકેશન્સને બેકગ્રાઉન્ડમાં યુઝરના લોકેશન લેવાથી રોકવામાં આવતું હતું. સેંસિટિવ માહિતી પહેલા એપ્સને પરમિશનની જરૂરત પડતી.
GOOGLE ANDROID 12 સાથે આમાં એક સ્ટેપ આગળ વધી રહ્યું છે. કંપનીએ ANDROID 12ના 2 મુખ્ય ફીચર વિશે જણાવ્યું છે. ANDROID 12 સાથે યુઝર્સને PRIVACY DASHBOARD અને PRIVATE COMPUTE CORE ફીચર આપવામાં આવશે. PRIVACY DASHBOARDથી યુઝર્સને જાણવા મળશે કે એપ્સ તરફથી ક્.રે ફોનનો કેમેરો, માઈક્રોફોન અથવા ડિવાઈસ લોકેશનને એક્સેસ કરવામાં આવ્યું હતું.
PRIVACY DASHBOARDથી એ જાણવા મળે છે કે એપ્લીકેશને છેલ્લા 24 કલાકમાં કેટલીવાર ફોનનો કેમેરો, માઈક્રોફોન અને લોકેશનને એક્સેસ કર્યું હતું. આમાં તમને એક ક્વીક ઓવરવ્યુ પણ મળી રહેશે. જેમાં ક્યાં એપ્લીકેશન પાસે કેવા પ્રકારની પરમિશન છે. ફોનનો કેમેરો અથવા માઈક્રોફોન યુઝ થવા પર ANDROID 12માં એક ઈન્ડિકેટર પણ યુઝરને દેખાડવામાં આવશે. આ સાથે જ એક ટોગલ પણ દેવામાં આવશે, જેને ડિસેબલ કરી શકાશે.
જે એપ્લીકેશનને લોકેશનના પરમિશનની જરૂરત છે તેમના માટે ANDROID 12 એક નવા સેટિંગ યુઝરને ઓફર કરશે. આથી તમે તમારા એક્ઝેટ લોકેશનને બદલે APPROXIMATE લોકેશન શરે કરી શકશો. આ સિવાસ તમને એક ટોગલ પણ આપવામાં આવશે જેનાથી તમે કેમેરા અને માઈક્રોફોનનો એક્સેસ તમામ એપ્લીકેશન માટે એકસાથે ડિસેબલ કરી શકશો. હાલ તો આ ફીચર PIXEL સિરીઝના ફોનમાં મળશે. જો કે બાદમાં અન્ય ફોન્સમાં પણ આ ફીચર જાહેર કરવામાં આવી શકશે.
વધુ એક મહત્વપૂર્ણ ફીચર ANDROID 12 સાથે આવશે એ છે PRIVATE COMPUTE CORE. આ ફીચરથી તમારી માહિતીને પ્રાઈવેટ રાખવામાં આવશે. આ માહિતીમાં AI-DRIVEN ફીચર્સ, લાઈવ કેપ્શન, નાઉ પ્લેઈંગ અને સ્માર્ટ રિપ્લાઈ સામેલ છે. આથી ઓપરેટિંગ સિસ્ટમથી સેફ પાર્ટિશનમાં રાખવામાં આવશે. આ કારણે આ વધુ સુરક્ષિત રહેશે. નવા ફીચર્સમાં કેટલાક પ્રાઈવસી ફોકસ્ડ ફીચર જેવા કે સર્ચમાં ક્વીક ડિલીટ, GOOGLE PHOTOSમાં લોક્ડ ફોલ્ડર, લોકેશન હિસ્ટ્રી રિમાઈન્ડર મેપ્સ વિશે પણ જણાવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે