Apple સસ્તા iPhone લોન્ચ કરવાની તૈયારીમાં, બજેટમાં હશે ફિટ, જાણો કિંમત કેટલી હોઈ શકે?

Apple iPhone SE 4: ટેક જાયન્ટ કંપની એપ્પલ દર વર્ષે યૂઝર્સ માટે કઈક નવું લઈને આવે છે. 2024માં કંપનીએ iPhone 16 સિરીઝને લોન્ચ કરી હતી. હવે આ વર્ષે કંપની iPhone SE લાઈન અપને રિફ્રેશ કરી શકે છે.

Apple સસ્તા iPhone લોન્ચ કરવાની તૈયારીમાં, બજેટમાં હશે ફિટ, જાણો કિંમત કેટલી હોઈ શકે?

Apple iPhone SE 4: ટેક જાયન્ટ કંપની એપ્પલ દર વર્ષે યૂઝર્સ માટે કઈક નવું લઈને આવે છે. 2024માં કંપનીએ iPhone 16 સિરીઝને લોન્ચ કરી હતી. હવે આ વર્ષે કંપની iPhone SE લાઈન અપને રિફ્રેશ કરી શકે છે. 2025ના પહેલા ત્રિમાસિકમાં કંપની બજેટ આઈફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેનું નામ iPhone SE 4 હોઈ શકે છે. એપ્પલે છેલ્લીવાર 2022માં iPhone SE 3 રજૂ કર્યો હતો. લોકોમાં એ વાતને લઈને ઉત્સુકતા છે કે આ નવા આઈફોનમાં શું નવું હોઈ શકે છે. તેમાં કયા નવા ફીચર્સ હોઈ શકે છે અને તેની કિંમત કેટલી હોઈ શકે. જાણો તેના વિશે. 

Apple Intelligence ફીચર્સ
iPhone SE 4માં એપ્પલ ઈન્ટેલિજન્સ ફીચર્સ મળવાની અપેક્ષા છે. જો કે તેનો દાયરો ઓછો હોઈ શકે છે. એટલે કે તેમાં કેટલાક એઆઈ ફીચર્સ જ મળવાની આશા છે. આ ઉપરાંત આઈફોન એસઈ4માં 6.1 ઈંચનો OLED સ્ક્રીન મળવાની પણ અપેક્ષા છે અને તે લેટેસ્ટ A18 ચિપથી લેસ હોઈ શકે છે. જે  iPhone 16 ના બેસ મોડલને પણ પાવર આપે છે. આ એપ્પલ ઈન્ટેલિજન્સ ફીચર્સને પણ સપોર્ટ કરી શકે છે. 

iPhone SE 4 નો કેમેરા
કેમેરાની વાત કરીએ તો કંપની પહેલીવાર પોતાના એસઈ લાઈનઅપમાં કેમેરા સ્પેસિફિકેશનમાં ફેરફાર કરી શકે છે. અત્યાર સુધી બધા એસઈ મોડલ્સમાં સિંગલ રિયર કેમેરા મળતો હતો. પરંતુ આઈફોન એસઈ4માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળવાની આશા છે. પહેલીવાર એવું બનશે કે જ્યારે કોઈ એસઈ મોડલમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવશે. 

કિંમત કેટલી હોઈ શકે?
iPhone SE 4 માં કેટલીક નવી ચીજો સામેલ થઈ શકે છે. જેના કારણે તેની કિંમત વધી શકે છે. કોરિયર આઉટલેટ નેવરના એક રિપોર્ટ મુજબ iPhone SE 4 ને 500 અમેરિકી ડોલર (લગભગ 42,000 રૂપિયા)થી વધુ હોવાનું અનુમાન છે. તે 2022માં લોન્ચ થયેલા iPhone SE 3 ની સરખામણીમાં થોડો મોંઘો હોઈ શકે છે. જેની શરૂઆતની કિંમત 429 અમેરિકી ડોલર (અંદાજે 36,700 રૂપિયા) હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news