Apple એ લોન્ચ કર્યું App Privacy Feature, જાણો શું છે તેમાં ખાસ

Apple એ પોતાની વાર્ષિક ડેવલોપર કોન્ફ્રેંસ WWDC ના દરમિયાન પોતાના તમામ આઇફોન યૂઝર્સ માટે App Privacy Features ને લાવવાની જાહેરાત કરી હતી.

Apple એ લોન્ચ કર્યું App Privacy Feature, જાણો શું છે તેમાં ખાસ

નવી દિલ્હી: Apple એ પોતાની વાર્ષિક ડેવલોપર કોન્ફ્રેંસ WWDC ના દરમિયાન પોતાના તમામ આઇફોન યૂઝર્સ માટે App Privacy Features ને લાવવાની જાહેરાત કરી હતી. હવે iOS 14.3 અપડેટ સાથે યૂઝર્સને આ ફીચર જાહેર કરી ચૂકી છે. 

શું છે આ ફીચર
આ નિયમ અનુસાર હવે જેટલા પણ એપ એપલ સ્ટોર પર હશે તમામમાં App Privacy વિશે ડેવલોપર્સને જણાવવું પડશે. હવે એપ સ્ટોરમાં આ એપની ડીટેલ્સમાં તમને App Privacy નું સેક્શન મળશે. આ સેક્શનમાં તે સ્પષ્ટપણે ઉલ્લેખ હશે કે તે એપ તમારી કઇ કઇ જાણકારી એક્સેસ કરશે. 

એપ આપશે જાણકારી કેમ લઇ રહ્યું છે તમારો ડેટા 
App Privacyની અંદર તમને તેનો ડેટા Data Linked to Youના બધા સેક્શન મળશે. અહીં તમને જણાવવામાં આવશે કે તે એપ તમારો કયો કયો ડેટા લઇ રહ્યો છે અને તેને કયા હેતુથી યૂઝ કરી શકાય છે. 

એપલ એપ સ્ટોર ઓપન કરીને જો તમે કોઇપણ એપને સર્ચ કરશો તો ત્યારબાદ તેની ડિટેલ્સમાં સ્ક્રોલ કરીને નીચે જશો તો તમને App Privacy ફીચર દેખાશે. આ પ્રકારે તમે એપ સ્ટોર પર કોઇપણ એપમાં જઇને તે જોઇ શકો છો કે તે તમારો કેટલો ડેટા કલેક્ટ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news