આ ઈલેક્ટ્રિક સ્કૂટર કંપનીએ જૂનમાં 6,000થી વધુ સ્કૂટર વેચ્યા, TVS કરતાં પણ આગળ
Ather Electric Scooter Sales June 2023: Ather એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ જૂન 2023માં ગ્રાહકોને 6,479 સ્કૂટર ડિલિવર કર્યા છે. કંપનીએ કહ્યું કે છેલ્લા મહિનામાં સ્કૂટરના વેચાણમાં મોટો ઘટાડો થયો છે.
Trending Photos
Ather Electric Scooter Sales June 2023: એથર એનર્જીએ જૂન 2023ના વેચાણના આંકડા જાહેર કર્યા છે. કંપનીએ ગયા મહિને 6,479 ઈલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ કર્યું હતું, જેણે ઈલેક્ટ્રિક સ્કૂટરના વેચાણમાં વાર્ષિક ધોરણે 101% વૃદ્ધિ નોંધાવી હતી. જોકે, મેની સરખામણીએ વેચાણમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. મે મહિનામાં કંપનીએ 15,256 ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, એથરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ જૂન 2023માં ગ્રાહકોને 6,479 સ્કૂટર ડિલિવર કર્યા છે. કંપનીએ કહ્યું કે છેલ્લા મહિનામાં સ્કૂટરના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. જો કે, કંપનીને આશા છે કે આવતા 2-3 મહિનામાં વેચાણ ફરી એકવાર તેની સામાન્ય ગતિએ પહોંચી જશે.
તમને જણાવી દઈએ કે FAME-2 સબસિડીમાં ઘટાડાથી તમામ ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદકોના વેચાણ પર અસર પડી છે. કેન્દ્ર સરકારે 1 જૂન, 2023થી ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો પરની સબસિડી ઘટાડી દીધી છે. આ કારણે મે મહિનામાં ગ્રાહકો ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા ઉમટી પડ્યા હતા અને તમામ કંપનીઓના વેચાણમાં અચાનક વધારો થયો હતો. જોકે સબસિડી કાપની ખરાબ અસર જૂનના વેચાણમાં જોવા મળી હતી.
જણાવી દઈએ કે માત્ર Ather જ નહીં પરંતુ Ola Electric, TVS, Hero Electric, Okinawa, Ampere જેવી તમામ કંપનીઓના વેચાણમાં જૂનમાં અચાનક તેજી જોવા મળી હતી. Ola વિશે વાત કરીએ તો, કંપનીએ મે મહિનામાં 28,617 સ્કૂટર વેચ્યા હતા, પરંતુ જૂનમાં કંપની માત્ર 14,000 સ્કૂટર વેચવામાં સફળ રહી હતી.
Ather સબસિડીમાં કાપ મૂક્યા બાદ કંપનીનું 450X ઇલેક્ટ્રિક સ્કૂટર રૂ. 30,000 મોંઘું થઈ ગયું છે. હવે આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 1.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.
આ પણ વાંચો:
આ 25 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ! મેઘતાંડવથી ગુજરાતનો વારો પાડશે વરુણદેવ
રાજ્યમાં શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ, જોવા મળશે મેઘતાંડવ, ગુજરાત માટે રેડ એલર્ટ
હવે જો ચોમાસું ખેંચાય તો પણ વાંધો નહિ આવે : જુલાઈના આરંભે જ ગુજરાતના ડેમ છલકાયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે