TikTok પર એસિડ એટેક અને બળાત્કાર કલ્ચરનું પ્રમોશન? યૂઝરોની માગ- ભારતમાં લાગે પ્રતિબંધ

ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવવાની માગ નવી નથી. તેની પાછળ હાલનું કારણ એક વીડિયો છે જેમાં એક ટિકટોક યૂઝર એસિડ એટેકને યોગ્ય ઠેરવી રહ્યો છે. 
 

TikTok પર એસિડ એટેક અને બળાત્કાર કલ્ચરનું પ્રમોશન? યૂઝરોની માગ- ભારતમાં લાગે પ્રતિબંધ

નવી દિલ્હીઃ TikTok, નાના-નાના વીડિયો શેર કરવાની સુવિધા આપનાર ખુબ જાણીતી એપ છે. એપ્રિલ એન્ડ સુધી વિશ્વભરમાં તેના 2 બિલિયનથી વધુ યૂઝર હતા. ઘણા દેશે ચીનની કંપની ByteDanceની આ એપને પ્રાઇવસી માટે ખતરો સમજે છે. ભારતમાં તેના વિરોધનું અલગ કારણ છે. ટ્વીટર યૂઝરનો એક મોટો વર્ગ સતત તેના પર પ્રતિબંધ લગાવવાની માગ કરતો રહ્યો છે. હાલ તેનું નવુ કારણ બન્યો છે યુવતીઓ પર એસિડ એટેકને પ્રમોટ કરતો એક વીડિયો. આ વીડિયો ટિકટોકની સાથે ટ્વીટર પર પણ વાયરલ થયો છે. સોમવારે સોશિયલ મીડિયા પર #BanTikToklnlndia ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. મામલો એટલો વધી ગયો કે રાષ્ટ્રીય મહિલા આયોગે ટિકટોકને એક લેટર લખ્યો છે. 

વીડિયો પર ઘણીવાર થઈ બબાલ
હજુ વધુ સમય થયો નથી જ્યારે ટિકટોક પર ઘણા યૂઝર કોરોનાને લઈને અફવાઓ ફેલાવી રહ્યાં હતા. એક ધર્મ વિશેષની ઓળખ દેખાડી તે દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેને કોરોનાથી કોઈ ખતરો નથી. ત્યારે પણ ટિટકો વિરુદ્ધ માહોલ બની ગયો હતો. હાલ જે મામલો છે તેમાં એક યુવક અને યુવતી એસિડ એટેકને પ્રમોટ કરી રહ્યાં છે. એટલું જ નહીં રેપ કલ્ચરને પણ પ્રમોટ કરતો એક વીડિયો ટિકટોક પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો તે પણ આરોપ લગાવી રહ્યાં છે કે ટિકટોક દ્વારા ભારતમાં લવ જેહાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. 

— Narendra Modi fan (@narendramodi177) May 19, 2020

— Monty Naskar (@Montynaskar99) May 19, 2020

16 May: 4.5 stars
17 May: 3.8 stars
18 May: 3.2 stars
19 May: 2.0 stars#BanTikToklnlndia pic.twitter.com/2I9IU5icYE

Bittu@hir (@Bittuhir2) May 19, 2020

— Yogeshmothaliya (@yogesh3236) May 19, 2020

#BanTikToklnlndia પર શું બોલ્યા યૂઝર
ભારતના ટ્વીટર યૂઝરોએ TikTok વિરુદ્ધ મુહિમ છેડી છે. ગૂગલ પ્લે સ્ટોર પર એપની રેટિંગ સોમવારે 3.7 હતી જે મંગળવારે સવાર સુધી ઘટીને 2 પર આવી ગઈ છે. લોકો આ એપને અનઇંસ્ટોલ કરી અને પ્રતિબંધ કરવાની માગ કરી રહ્યાં છે. કેટલાક વીડિયો જેના પર લોકોનો વિરોધ છે, તે શેર કરીને સરકારને વિનંતી કરવામાં આવી રહી છે કે તે તેને ભારતમાં પ્રતિબંધિત કરે. 

મહિલા આયોગએ કહ્યુ, થાય કાર્યવાહી
મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું, મને એક સોશિયલ મીડિયા પોસ્ટની જાણકારી મળી છે, જેમાં એક પુરૂષ જેનું નામ ફૈજલ સિદ્દીકી છે. તેણે એક એવો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં એસિડ હુમલાની પ્રશંસા કરવામાં આવી છે. મામલાને ધ્યાને લેતા મહારાષ્ટ્રમાં પોલીસ ડીજીપીને તે વ્યક્તિ પર કાર્યવાહીની માગ કરતો પત્ર લખ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news