8 લાખ રૂપિયાથી ઓછું બજેટ હોય તો આ કાર છે સૌથી બેસ્ટ, ડિઝાઇન અને માઇલેજ બંનેમાં દમદાર
Fuel Efficient Cars: આ કારને ખરીદવા માટે તમારે વધુ ખર્ચ કરવો પડશે નહીં અને તેમાં તમને શાનદાર માઇલેજ પણ મળી જાય છે.
Trending Photos
Fuel Efficient Cars: જો તમારૂ બજેટ 8 લાખ રૂપિયા કે તેનાથી ઓછું છે, અને તમે આ બજેટમાં કાર ખરીદવા ઈચ્છો છો જે દેખાવમાં સારી લાગે, સાથે જોરદાર માઇલેજ આપે તો અમે તમારા માટે આ વિકલ્પ લાવ્યા છીએ. આ કાર ભારતમાં ખુબ પોપુલર છે અને દર મહિને હજારો લોકો તેને ખરીદે છે. આવો તે કાર વિશે જાણીએ.
Tata Tiago
ટાટા ટિયાગો ભારતીય બજારમાં એક સસ્તી અને લોકપ્રિય હેચબેક છે. તેની સ્ટાઇલિશ ડિઝાઇન, મજબૂત બિલ્ડ ક્વોલિટી અને સુવિધાજનક ફીચર્સ તેને એક શાનદાર વિકલ્પ બનાવે છે. કિંમતની વાત કરીએ તો ગ્રાહક તેને લગભગ 5.60 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) ની શરૂઆતી કિંમત પર ખરીદી શકે છે. તેમાં ગ્રાહકોને 1.2 લીટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન મળે છે.
Honda Amaze
હોન્ડા અમેઝ એક પ્રીમિય કોમ્પેક્ટ સેડાન છે, જે પોતાની સ્ટાઇલિશ ડિઝાઇન, સારી સ્પેસ અને હોન્ડાની વિશ્વસનીયતાને કારણે ભારતીય બજારમાં લોકપ્રિય છે, તે સારૂ માઇલેજ પણ આપે છે અને તેનું પરફોર્મંસ અને ફીચર્સ પણ જોરદાર છે. જો કિંમતની વાત કરીએ તો તે લગભગ 7.10 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. એન્જિનની વાત કરીએ તો તેમાં 1.2 લીટર i-VTEC પેટ્રોલ એન્જિન અને 1.5 લીટર એન્જિનનો વિકલ્પ મળે છે.
Maruti Suzuki Swift
મારૂતિ સુઝુકી સ્વિફ્ટ ભારતમાં સૌથી લોકપ્રિય હેચબેક કારોમાંથી એક છે. તેની કિંમત, શાનદાર માઇલેજ, ફીચર્સ અને સ્ટાઇલિશ ડિઝાઇનને કારણે તે ભારતીય બજારમાં ખુબ પસંદ કરવામાં આવે છે. કિંમતની વાત કરીએ તો તે લગભગ 5.99 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) ની શરૂઆતી કિંમતમાં ખરીદી શકાય છે અને તેમાં ગ્રાહકોને 1.2 લીટર સિરીઝ ડુઅલ ઝેટ પેટ્રોલ એન્જિન ઓફર કરવામાં આવે છે.
Hyundai Exter
હ્યુન્ડઈ એક્સટર એક કોમ્પેક્ટ SUV છે, જે ભારતીય બજારમાં પોતાની સ્પોર્ટી ડિઝાઇન, સારા ફીચર્સ અને શાનદાર પરફોર્મંસ માટે જાણીતી છે. હ્યુન્ડઈની આ નવી એસયુવી ખાસ કરી શહેરોમાં ડ્રાઇવિંગ માટે ડિઝાઇન કરવામાં આવી છે. શરૂઆતી કિંમતની વાત કરીએ તો તે 6 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) ની શરૂઆતી કિંમતે ખરીદી શકાય છે. જેમાં ગ્રાહકોને 1.2 લીટર Kappa પેટ્રોલ એન્જિન મળી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે