Car Features: બહુ કામનું છે કારનું આ ફીચર, પણ એક નાનકડી ભૂલ પહોંચાડી શકે છે પરલોક
કારનું આ ફીચર સારુ છે પરંતુ તેનો ઉપયોગ સંભાળીને કરવો જરૂરી છે. ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ ત્યારે જ કરવો જોઈએ જ્યારે રસ્તા પર બહુ ટ્રાફિક ન હોય. કારણ કે આનાથી કાર એક નિશ્ચિત ગતિમાં જ ચાલે છે, એટલે જો ધ્યાન ન રહે તો અકસ્માતનો ખતરો છે.
Trending Photos
નવી દિલ્હીઃ આજકાલની કાર પણ સ્માર્ટ બની ગઈ છે. કારમાં અનેક અત્યાધુનિક ફીચર્સ આવે છે. ગાડી જેટલી મોંઘી હોય છે. એમાં એટલા જ વધુ ફીચર્સ હોય છે. આવું જ એેક ફીચર છે ક્રૂઝ કંટ્રોલ, જેના કારણે તમે લાંબી ડ્રાઈવ પર કાર આરામથી ચલાવી શકો છો. પરંતુ આ ફીચરનો જો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવો તો તમે મુસીબતમાં પડી શકો છો.
શું છે ક્રૂઝ કંટ્રોલ?
આ એક એવી સિસ્ટમ છે, જે કારની સ્પીડને પોતાની જાતે જ કંટ્રોલ કરે છે. આ કંટ્રોલ ઓન કરતા જ કાર પોતાની રીતે નક્કી કરેલી સ્પીડમાં ચાલવા લાગે છે. અને વારંવાર એક્સેલરેટર દબાવવાની જરૂર નથી પડતી. માની લો કે તમારી કાર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલી રહી છે અને તમે ક્રૂઝ કંટ્રોલ દબાવો છો તો તમારી કાર આ ગતિ પર એક્સેલરેટર દબાવ્યા વિના જ ચાલવા લાગશે. આનો ઉપયોગ લોંગ રૂટ પર કરવામાં આવે છે.
ન કરો આ ભૂલ-
કારનું આ ફીચર સારુ છે પરંતુ તેનો ઉપયોગ સંભાળીને કરવો જરૂરી છે. ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ ત્યારે જ કરવો જોઈએ જ્યારે રસ્તા પર બહુ ટ્રાફિક ન હોય. કારણ કે આનાથી કાર એક નિશ્ચિત ગતિમાં જ ચાલે છે, એટલે જો ધ્યાન ન રહે તો અકસ્માતનો ખતરો છે. આ સાથે ધોધમાર વરસાદ અને બરફવર્ષા દરમિયાન પણ આ ક્રૂઝ કંટ્રોલ મોડનો ઉપયોગ ન કરવો જોઈે. ભીની અને લપસી જવાઈ એવા રસ્તા પર આ મોડનો ઉપયોગ ન કરવો જોઈએ.
આ વાતનું રાખો ધ્યાન-
1. ક્રૂઝ કંટ્રોલ ઓન કરતા પહેલા તમારી ગાડીને એક નિયત સ્પીડ પર લઈ જાઓ. ગાડીને એક નક્કી કરેલી લિમિટ સુધી જ એક્સલરેટ કરો. ધ્યાન રહે કે ક્રૂઝ ક્ંટ્રોલ સમયે ગાડીની સ્પીડ કંપનીએ જણાવેલી સ્પીડથી વધારે ન હોય. મોટાભાગની કારમાં ક્રૂઝ કંટ્રોલનું બટન સ્ટીયરિંગમાં જ હોય છે.
2. એકવાર ક્રૂઝ કંટ્રોલ ઓન થયા બાદ ડ્રાઈવર પોતાનો પગ એક્સેલરેટરથી હટાવી શકે છે. પરંતુ તમારે ધ્યાન તો રસ્તા પર જ રાખવું જોઈએ. જેથી જરૂર પડે તો કારનો કંટ્રોલ તમારી પાસે લઈ શકાય.
3. ક્રૂઝ કંટ્રોલ ડિસેબલ કરવા માટે તમારે એકવાર ક્લચ પેડલ જ દબાવવાનું છે. એ જ રીતે બ્રેક દબાવશો તો પણ ક્રૂઝ કંટ્રોલ ડિસેબલ થઈ જશે. બાદમાં તેને ફરી ઓન કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે