બાઇક

વલસાડ: કાળમુખા ટ્રકે હસતા રમતા પરિવારનો માળો પીંખી નાખ્યો, 5ના ઘટનાસ્થળે જ મોત

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આજે જાણે કાળચક્ર ફરી ગયું હોય તેમ એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. પૂર ઝડપે હાઇવે પર દોડી રહેલા એક કાળમુખી ટ્રકે બાઈક પર જઈ રહેલા એક પરિવારને જોરદાર ટક્કર મારતા સ્થળ પર જ બાઇક પર સવાર માતા પિતા અને બે બાળકીઓના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે 9 મહિના માસુમ  બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. ભોગ બનેલ પરિવાર નવસારી જિલ્લાના ગણદેવીમાં રહેતો હતો. ગણદેવી નજીક રહેતા અને વસુધરા ડેરીમાં કામ કરતા અજયભાઈ દલપત ભાઈ નામનાં વ્યક્તિ  કોઈ કામ અર્થે એક બાઈક પર પોતાના પરિવાર સાથે નીકળ્યા હતા. 

Sep 4, 2020, 09:09 PM IST

કોઇપણ કાર-બાઇક ખરીદો, હવે બચશે હજારો રૂપિયા, આજથી લાગૂ થઇ ફાયદાની સ્કીમ

હવે કાર (Car) અને બાઇક (Bike) ખરીદવી સસ્તી થઇ ગઇ છે. 1 ઓગસ્ટથી કાર અથવા બાકિક સાથે Long term third party insurance લેવો નહી પડે. આઇઆરડીએઆઇએ કાર-બાઇકના વિમા સાથે જોડાયેલા નિયમમાં જે ફેરફાર કર્યો છે. 

Aug 1, 2020, 07:15 PM IST

રાજકોટ: ચાલુ ફરજે તબિયત લથડતા ઘરે નિકળેલા કોન્સ્ટેબલનું બાઇક અથડાતા મોત

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હેટ કોન્સ્ટેબલ અશ્વિનભાઇ મદ્રેસાણીયાની આજે ચાલુ ફરજે તબિયત બગડી હતી. જેથી તે પોતાનાં ઘરે જઇ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં ચક્કર આવતા બાઇક થાંભલા સાથે અથડાતા બેભાન થઇ ગયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેનું મોત નિપજ્યું હતું.

Jul 27, 2020, 05:43 PM IST

LIVE અકસ્માત: ગોંડલના ગુંદાળા રોડ પર આડી ઉતરેલી બાઇકને કારે ફંગોળ્યું

 ગુંદાળા રોડ પર આડી ઉતરેલી બાઇકને ગાડીએ ટક્કર મારતા બાઇક 20 ફુટ ઘસેડાયું હતું. બાઇકમાં બેઠેલા સંજય પરમાર અને પ્રભાબેન ઘનશ્યામભાઇ વાઘેલા રોડ પર પટકાયા હતા. આ બંન્ને ગંભીર ઇજા પહોંચતા ગોંડલ હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યા હતા. કારચાલકનાં ડેશબોર્ડ કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા હતા.

Jul 26, 2020, 05:23 PM IST
Three People Die In Accident Between Bus And Bike In Kheda PT1M41S

ખેડામાં બસ અને બાઈક વચ્ચે અકસ્માત, ત્રણના કમકમાટી ભર્યા મોત

કપડવંજ - કઠલાલ રોડ ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો છે. દાસલવાડા પાસે કપડવંજ ખંભાત જતી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક ઉપર સવાર 2 સ્ત્રી અને 1 પુરુષનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં લોકોના તોડા ઉમટ્યા હતા. આતરસુમબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકમાં મુકેશ પરમાર, કોમલ પરમાર પતિ-પત્ની તથા જયશ્રી બેન પરમાર બેનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.

Mar 15, 2020, 07:20 PM IST
Bike rally surat PT5M25S

સુરતમાં મહિલા દિવસે બાઇક રેલીનું આયોજન

વિશ્વ મહિલા દિવસની સમગ્ર વિશ્વમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ મહિલાઓના આ ખાસ દિવસ નિમિત્તે અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સુરતની એક મહિલા સંગઠન દ્વારા મહિલા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

Mar 8, 2020, 02:15 PM IST

Husqvarna Svartpilen 250 અને Vitpilen 250 બાઇક ભારતમાં થઇ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Husqvarna એ પોતાની બે બાઇક Husqvarna Svartpilen 250 અને Vitpilen 250 ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ સાથે જ સ્વીડનની આ મોટરસાઇકલ બ્રાંડે ભારતીય બજારમાં એન્ટ્રી કરી લીધી છે. આ બંને બાઇકની કિંમત 1.80 લાખ રૂપિયા છે. કંપનીએ અત્યારે તેને ઇંટ્રોડક્ટરી પ્રાઇસમાં ભારતીય બજારમાં ઉતારી છે. 

Feb 25, 2020, 05:13 PM IST

વડોદરા: માતાએ બાઇક લેવાની મનાઇ કરતા યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

વડોદરા શહેરનાં કોયલી ગામની સીમમાં ખેતરમાં રહેતા યુવાને માતા પાસે નવી બાઇક લેવા માટે પૈસાની માંગ કરી હતી. જો કે માતાએ હાલ પૈસા નહી હોવાથી થોડો સમય માટે ખમી જવાનું કહ્યું હતું. યુવાનને આ મુદ્દે લાગી આવતા તેણે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મોડી રાત્રે બનેલા આ બનાવથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસને ઘટના અંગે માહિતી મળતા ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Feb 14, 2020, 05:25 PM IST

બજાજે 2020 Bajaj Dominar 400 BS VI બાઇક લોન્ચ કરી, ચૂકવવી પડશે આટલી કિંમત

ઘરેલૂ ઓટોમોબાઇલ કંપની બજાજ ઓટો (Bajaj Auto) એ 2020 Bajaj Dominar 400 BS VI વર્જનની મોટરસાઇકલને લોન્ચ કરી દીધી છે. બજાજની આ બજાજની એકદમ પોપુલર મોટરસાઇકલ છે. કંપનીએ આ મોટરસાઇકલની કિંમતમાં વધારો કર્યો છે. હવે નવી 200 બજાજ ડોમિનર 400 બીએસ 6 મોટરસાઇકલની દિલ્હી એક્સશો રૂમ કિંમત 1,91,751 રાખવામાં આવી છે.

Feb 14, 2020, 03:38 PM IST
Ahmedabad Police 250 CC Bahubali Bikee PT3M21S

બાહુબલી બાઇક વડે અમદાવાદ પોલીસ કરશે અપરાધીઓનો પીછો

અમદાવાદ શહેર પોલીસને આ વર્ષે પણ નવી 5 બાઈક ભેટમાં મળી છે અને જે બાઈકો સેકટર-2ના પોલીસ સ્ટેશનને આપવામાં આવી છે. ગત વર્ષ પણ ખાનગી કંપની દ્રારા 5 બાઈકો શહેર પોલીસને ભેટમાં આપવામાં આવી હતી અને જે સેકટર-1ને સોંપવામાં આવી હતી. શહેર પોલીસ કમિશનરનુ કહેવુ છે કે આ વર્ષે 250 સીસીની બાઈક મળી છે અને જે પેટ્રોલિંગમાં કામ આવશે સાથો સાથ આરોપી જે બાઈક લઈ ગુનાઓ કરવામાં આવે છે તે માટે પણ ઉપયોગી સાબિત થશે. નોંધનીય છે કે આ બાઈકમાં સાયરન સહિત પોલીસ સુચના આપી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને જેમાં હેલ્મેટ સાથે કોઈ પણ સુચના ચાલુ બાઈકે આપી શકે તે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

Feb 12, 2020, 02:55 PM IST
Two Car And Bike Between Accident In Savarkundala PT3M19S

હિટ એન્ડ રન: સાવરકુંડલામાં બે કાર અને બાઇક વચ્ચે અકસ્માત

અમરેલીના સાવરકુંડલાના બાઢડા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. બે કાર અને એક બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રીપલ અકસ્માતથી બેના મોત નિપજ્યા છે. બાઇકમાં સવાર એક પુરુષ અને એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. બન્ને કાર ચાલકો કાર મૂકીને નાસી છૂટ્યા છે. 108 અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અજાણ્યા બન્ને મૃતકો અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.

Feb 3, 2020, 07:40 PM IST
Anti-Social Elements Fire To Bikes In Limbayat At Surat PT3M4S

સુરતના લિંબાયતમાં અસામાજિક તત્વોએ બાઈકમાં ચાંપી આગ, ઘટના CCTVમાં કેદ

સુરતમાં ડિંડોલી પછી લિંબાયતમાં પણ આગ ચાંપવાની ઘટના સામે આવી છે. લિંબાયતના મહાપ્રભુ નગર ખાતે મોડી રાત્રે ઘરની બહાર મુકેલી બાઈકમાં કોઈક ઈસમ આગ ચાંપતા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. જો કે, આગ ચાંપવાનું કારણ હજુ સુધી અંક બંધ છે. ત્યારે લિંબાયત પોલીસની નિષ્ફળ કામગીરી સામે આવી, તો બીજી તરફ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

Jan 11, 2020, 02:40 PM IST
Youths doing stunts on the road at Surat midnight PT3M52S

બે હાથ ખુલ્લા રાખી બાઈક પર ઉભા રહી સ્ટંટ કરતા યુવાઓ, વીડિયો વાયરલ

સુરતમાં વીઆર મોલ નજીક રાત્રિના સમયે જાહેર રજાઓમાં લોકોની શાંતિ અને સલામતી જોખમાય તે રીતે સ્ટંટ કરાતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. છ જેટલી ગાડીઓના ગ્રુપ દ્વારા જોખમી સ્ટંટ કરવામાં આવ્યો હતો. જેમાં યુવક બાઈક પર બન્ને હાથ ખુલ્લા મુકીને બાઈક પર ઉભો રહીને ફૂલ સ્પીડમાં બાઈક ચલાવતો જોવા મળ્યો હતો. મોં પર રૂમાલ બાંધીને ઉભા ઉભા બાઈક ચલાવતા યુવકની પાછળ અન્ય બાઈકર્સ ચીચીયારીઓ કરતાં જતાં જોવા મળ્યાં હતાં. જેથી લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો.

Dec 23, 2019, 05:10 PM IST
1 Died In Accident Between Bus And Bike At Sabarkantha PT3M50S

સાબરકાંઠામાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત

સાબરકાંઠામાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત

Dec 21, 2019, 04:15 PM IST

Hero MotoCorpની બાઇક કે સ્કૂટર લેવાનો હોય પ્લાન તો રોકાઈ જાઓ બે મહિના, થશે મોટો ફાયદો 

ટુ વ્હીલર બનાવતી દેશની સૌથી મોટી કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp) આવતા વર્ષે બીએસ-6 (BS-VI)ની નવા 10 મોડલ લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે 

Dec 19, 2019, 09:48 AM IST

HEROની મોટરસાઇકલ 1 જાન્યુઆરી, 2020થી થશે મોંઘી, વધશે આટલા ભાવ

HERO Motocorp કંપની પોતાની તમામ રેન્જની બાઇક અને સ્કૂટર્સની કિંમતમાં વધારો કરવાનું પ્લાનિંગ કરી રહી છે

Dec 10, 2019, 09:38 AM IST

Hondaએ લોન્ચ કરી CB Shine 125 SP, નવી બાઇકમાં આ છે ખાસિયતો

સીબી શાઇન એસપી125 બાઇકની ડિલેવરી બે સપ્તાહમાં શરૂ થઈ જશે. 

Nov 14, 2019, 05:28 PM IST

અમરેલીઃ રાજુલાના વાવેરા રોડ પર બે બાઇક વચ્ચે ટક્કર, બે યુવકના મોત

અમરેલી જિલ્લાના રાજુલા-વાવેરા રોડ પર અકસ્માતની ઘટના બની છે. 
 

Oct 22, 2019, 10:15 PM IST
Special Bike create at Bareilly PT5M12S

બરેલીમાં તૈયાર કરવામાં આવી અનોખી બાઇક, જાણીને થશો ફિદા

બરેલીમાં તૈયાર કરવામાં આવી અનોખી બાઇક, જાણીને થશો ફિદા

Oct 20, 2019, 01:55 PM IST
Parked bikes caught fire at Bharuch PT1M57S

ભરુચમાં પાર્ક કરેલી બાઇકમાં લાગી આગ

ભરૂચમાં પાર્ક કરેલી 8થી 10 બાઈકમાં આગ લાગવાની ઘટના બની છે. રેલવે સ્ટેશન પર પાર્ક કરેલી બાઈકમાં રાતના બે વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો.

Oct 16, 2019, 10:40 AM IST