જો અકસ્માત સર્જાય, તો અર્બન ક્રુઝર કાર કઈ રીતે બચાવશે તમારો જીવ, જાણો

આજકાલ કાર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. જેને પગલે કારના સેફ્ટી ફીચર્સને લઈ સવાલ ઉઠી રહ્યાં છે. માર્કેટમાં અનેજ એવી કારો છે જે લોકોના બજેટમાં તો આવે છે જો કે સેફ્ટી રેટિંગમાં તેમનું પ્રદર્શન અતિ ખરાબ છે. તાજેતરમાં, હ્યુન્ડાઈની 2 કાર - Creta SUV અને i20 પ્રીમિયમ હેચબેકનું ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યું.

જો અકસ્માત સર્જાય, તો અર્બન ક્રુઝર કાર કઈ રીતે બચાવશે તમારો જીવ, જાણો

નવી દિલ્લીઃ આજકાલ કાર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. જેને પગલે કારના સેફ્ટી ફીચર્સને લઈ સવાલ ઉઠી રહ્યાં છે. માર્કેટમાં અનેજ એવી કારો છે જે લોકોના બજેટમાં તો આવે છે જો કે સેફ્ટી રેટિંગમાં તેમનું પ્રદર્શન અતિ ખરાબ છે. તાજેતરમાં, હ્યુન્ડાઈની 2 કાર - Creta SUV અને i20 પ્રીમિયમ હેચબેકનું ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યું. જેમાં બંને કારની સેફ્ટી રેટિંગ ઘણી નિરાશાજનક જોવા મળી છે. પરંતુ ગ્લોબલ NCAPએ તેમની સાથે ટોયોટાની અર્બન ક્રુઝરનો પણ ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યો. વાસ્તવમાં આ કાર મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા છે જેને ટોયોટા તેના બેજિંગ સાથે માર્કેટમાં વેચે છે. દિલ્હીમાં આ ટોયોટા સબકોમ્પેક્ટ એસયુવીની એક્સ-શોરૂમ કિંમત રૂ. 8.88 લાખ છે જે ટોપ મોડલ માટે રૂ. 11.58 લાખ સુધી જાય છે. ક્રેશ ટેસ્ટમાં અર્બન ક્રુઝરનું શું પ્રદર્શન રહ્યું અને આ કાર લોકો માટે કેટલી સલામત છે. આવો જાણીએ-

 

ટોયોટાની અર્બન ક્રુઝર કેટલી સલામત-
ટોયોટાએ આ કારને ઘણી મજબુતી આપી છે અને ગ્લોબલ NCAPના ક્રેશ ટેસ્ટમાં અર્બન ક્રુઝરને 4-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. પુખ્ત વયના લોકોની સુરક્ષા પર નજર કરવામાં આવે તો, સબકોમ્પેક્ટ SUVને 17માંથી કુલ 13.52 પોઈન્ટ મળ્યા છે, જ્યારે બાળકોની સુરક્ષા માટે આ કારને માત્ર 3-સ્ટાર રેટિંગ મળ્યું છે. અર્બન ક્રુઝરને બાળ સુરક્ષા માટે 49માંથી 36.68 પોઈન્ટ મળ્યા છે. આપને જણાવી દઈએ કે આ ટોયોટા કારનો ક્રેશ ટેસ્ટ ગ્લોબલ NCAP દ્વારા 64 કિમી પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવ્યો છે.બેઝ મોડલમાં પણ પર્યાપ્ત સેફ્ટી ફીચર્સ-
ટોયોટાએ આ કારના બેઝ મોડલમાં પૂરતા સેફ્ટી ફીચર્સ આપ્યા છે. અહીં બે એરબેગ્સ અને એન્ટિલોક બ્રેકિંગ સિસ્ટમ એટલે કે ABS સૌથી મહત્વપૂર્ણ છે. ગ્લોબલ NCAPએ સબકોમ્પેક્ટ SUVના બેઝ મોડલનું ક્રેશ ટેસ્ટ કરાવ્યું છે અને ટક્કર બાદ કારની બોડી સ્થિર હોવાનું જાણવા મળ્યું. જ્યારે આ ક્રેશ ટેસ્ટમાં અર્બન ક્રુઝર પુખ્ત વયના લોકો માટે એકદમ સલામત હોવાનું જાણવા મળ્યું. ત્યારે આઇસોફિક્સ ચાઈલ્ડ સીટ એન્કરને કારણે SUVને બાળકોની સલામતી માટે યોગ્ય રેટિંગ પણ મળ્યું છે. જો કે, કારમાં હજુ પણ કેટલાક સેફ્ટી ફીચર્સ ગાયબ છે જેના કારણે તે ચોક્કસપણે અર્બન ક્રુઝરના સેફ્ટી રેટિંગને અસર કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news