Generic Medicines: આ રાજ્યના ડોક્ટરોએ જો બ્રાન્ડેડ દવાઓ લખી આપી તો થશે કાર્યવાહી

મુખ્યમંત્રીએ ડોક્ટરો તરફથી જેનેરિક દવાઓની જગ્યાએ બ્રાન્ડેડ કંપનીઓની દવાઓ લખી આપવા મુદ્દે ખુબ નારાજગી વ્યક્ત કરી છે.  તેમણે આ પ્રકારની હરકતો કરનારા ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહીની ચેતવણી ઉચ્ચારી છે. 

Generic Medicines: આ રાજ્યના ડોક્ટરોએ જો બ્રાન્ડેડ દવાઓ લખી આપી તો થશે કાર્યવાહી

Bhupesh Baghel on Generic Medicines: છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ડોક્ટરો તરફથી જેનેરિક દવાઓની જગ્યાએ બ્રાન્ડેડ કંપનીઓની દવાઓ લખી આપવા મુદ્દે ખુબ નારાજગી વ્યક્ત કરી છે.  તેમણે આ પ્રકારની હરકતો કરનારા ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહીની ચેતવણી ઉચ્ચારી છે. 

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સોમવારે પોતાના નિવાસ કાર્યાલયમાં પર્યાવરણ અને આવાસ વિભાગની સમીક્ષા બેઠક કરી. આ બેઠક દરમિયાન તેમણે ધન્વંતરી જેનેરિક મેડિકલ સ્ટોર યોજનાની સમીક્ષા પણ કરી. સમીક્ષા દરમિયાન તેમણે સરકારી હોસ્પિટલોમાં જેનેરિક દવાઓની જગ્યાએ બ્રાન્ડેડ દવાઓ લખી આપવા મુદ્દે આકરી નારાજગી વ્યક્ત કરી. 

તેમણે કહ્યું કે જે સરકારી ડોક્ટરો બ્રાન્ડેડ દવાઓ લખી આપે છે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે. પ્રમુખ સચિવ સ્વાસ્થ્યએ તત્કાળ તમામ કલેક્ટરો અને સીએમએચઓને નિર્દેશ બહાર પાડતા કહ્યું કે એ સુનિશ્ચિત કરો કે ડોક્ટર ફક્ત જેનેરિક દવાઓ જ લખે. મુખ્યમંત્રીને એવી જાણકારી મળી હતી કે વારંવાર સૂચના છતાં ડોક્ટર જેનેરિક દવાઓની જગ્યાએ બ્રાન્ડેડ દવાઓ લખી આપે છે.  જેના પર તેઓ નારાજ થયા અને અધિકારીઓને તેના પર કડકાઈથી અમલ કરાવવાનો આદેશ આપ્યો. 

છત્તીસગઢમાં છે 159 જેનેરિક સ્ટોર
અત્રે જણાવવાનું કે લોકોને સત્તી દવાઓ મળે તે માટે છત્તીસગઢ સરકારે શ્રી ધન્વંતરી જેનેરિક મેડિકલ સ્ટોર શરૂ કર્યા છે. પ્રદેશમાં આ યોજના હેઠળ 159 મેડિકલ સ્ટોર ચલાવવામાં આવે છે. આ મેડિકલ સ્ટોર દ્વારા અત્યાર સુધીમાં વેચાયેલી દવાઓથી લગભગ 17 લાખ 92 હજાર નાગરિકોના 17 કરોડ 38 લાખ રૂપિયાની બચત થઈ છે. 

બેઠકમાં કહેવાયું કે પ્રદેશના 9 નગર નિગમોમાં 500 વર્ગ મીટર સુધીના આવાસીય પ્લોટ્સ પર નિર્માણ માટે ઓનલાઈન નક્શા મંજૂરી સિસ્ટમ  લાગૂ કરવામાં આવી છે. તેના દ્વારા અત્યાર સુધીમાં 3771 મકાનોના કમ્પલીશન સર્ટિફિકેટ જારી થઈ ચૂક્યા છે. મુખ્યમંત્રી બઘેલે બેઠક દરમિયાન લોક સેવા ગેરંટી અધિનિયમ હેઠળ નાગરિકોને અપાતી વધુમાં વધુ સેવાઓ ઓનલાઈન કરવાના પણ નિર્દેશ આપ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news