શું 5G નેટવર્ક માટે નવા સિમ અને ફોનની જરૂર પડશે? જાણો તમામ સવાલના જવાબ
દુનિયાના ઘણા દેશોમાં 5જી સર્વિસને રોલઆઉટ કરી દેવામાં આવી છે. જ્યારે ભારતમાં ટૂંક સમયમાં આ સર્વિસને રોલઆઉટ કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતમાં જલદી 5જી નેટવર્ક ઉપલબ્ધ થશે. ભારત સરકાર તરફથી 5જી સ્પેક્ટ્રમ હરાજીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેવામાં આશા છે કે આગામી 2થી 3 મહિનામાં 5જી સર્વિસને લોન્ચ કરવામાં આવી શકે છે. તેવામાં 5જી સર્વિસને લઈને હંમેશા કેટલાક સવાલ પૂછવામાં આવે છે કે શું 5G સર્વિસ માટે નવા સિમ અને નવા સ્માર્ટફોનની જરૂર પડશે. આવો આ તમામ સવાલના જવાબ જાણીએ.
5G સર્વિસ એક્સેસ કરવા માટે 5જી સ્માર્ટફોન ખરીદવો પડશે. 4જી સ્માર્ટફોનમાં 5G સર્વિસના ઉપયોગથી 4જી, 3જી અને 2જી નેટવર્કને એક્સેસ કરી શકાય છે. પરંતુ 5જી નેટવર્ક ઉપલબ્ધ થશે નહીં. હકીકતમાં 5જી નેટવર્ક એક્સેસ કરવા માટે ફોનમાં ન્યૂ રેડિયો ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જે LTEથી અલગ હશે, જેને 4જી સ્માર્ટફોનમાં ઉપયોગ કરવામાં આવે છે. સાથે 5જી મોબાઇલ ફોનમાં 5જીની સાથે 4જી, 3જી અને 2જી નેટવર્કનો ઉપયોગ કરી શકાશે. જ્યારે 4જી ફોનથી 5જી નેટવર્કનો ઉપયોગ થશે નહીં. 4જી ફોનમાં 4જી, 3જી અને 2જી નેટવર્ક ઉપલબ્ધ થશે.
શું 5જી નવા 5જી સિમ ઉપયોગ કરી શકશો?
5જી નેટવર્કને એક્સેસ કરવા માટે નવા સિમકાર્ડની જરૂર પડશે નહીં. 5જી સ્માર્ટફોનમાં 4જીથી 5જી નેટવર્કને એક્સેસ કરી શકાય છે. પરંતુ દરેક ટેક્નોલોજી સિક્યોરિટી અપડેટની સાથે આવે છે. તેવામાં બની શકે કે નવુ સિમ વધુ સિક્યોરિટીથી લેસ છે. તેથી ઘણા એક્સપર્ટ નવુ 5જી સિમ લેવાની સલાહ આપી શકે છે.
ક્યાં સુધી થશે 5જી નેટવર્કનું લોન્ચિંગ
ભારતમાં 5જી સ્પેક્ટ્રમ હરાજીની પ્રક્રિયા ચાલી રહી છે. તેવામાં રિલાયન્સ જિયો તરફથી સૌથી પહેલા દેશના 13 શહેરોમાં 5જી નેટવર્કને ઉપલબ્ધ કરાવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે