Ducati એ ભારતમાં લોન્ચ કરી Hypermotard 950, જોઈને કહેશો આ Bike છેકે, પુષ્પક વિમાન! મળશે શાનદાર પાવર અને સ્પીડ
Ducatiએ ભારતીય બજારમાં BS-6 એન્જીન સાથે Hypermotard 950 બાઈક લોન્ચ કરી છે. Ducatiએ પોતાની સ્ટાન્ડર્ડ વેરિયંટ લોન્ચ નથી કર્યું. માત્ર Hypermotard RVE વેરિયંટ લોન્ચ કરવામાં આવ્યું છે. જેની કિંમત 12.99 લાખ રૂપિયા છે. જ્યારે ટોપ-સ્પેક SP વેરિયંટની ભારતમાં એક્સ-શોરૂમ કિંમત 16.24 લાખ રૂપિયા રાખવામાં આવી છે. હાઈપરમોટર્ડ આંતરરાષ્ટ્રીય સ્તર પર 3 વેરિયંટ્સમાં ઉપલબ્ધ છે-950, 950 RVE અને 950 SP.
Trending Photos
નવી દિલ્હીઃ Ducatiએ ભારતીય બજારમાં BS-6 એન્જીન સાથે Hypermotard 950 બાઈક લોન્ચ કરી છે. Ducatiએ પોતાની સ્ટાન્ડર્ડ વેરિયંટ લોન્ચ નથી કર્યું. માત્ર Hypermotard RVE વેરિયંટ લોન્ચ કરવામાં આવ્યું છે. જેની કિંમત 12.99 લાખ રૂપિયા છે. જ્યારે ટોપ-સ્પેક SP વેરિયંટની ભારતમાં એક્સ-શોરૂમ કિંમત 16.24 લાખ રૂપિયા રાખવામાં આવી છે. હાઈપરમોટર્ડ આંતરરાષ્ટ્રીય સ્તર પર 3 વેરિયંટ્સમાં ઉપલબ્ધ છે-950, 950 RVE અને 950 SP.
એન્જીન અને પાવર-
Ducatiએ આ વર્ષે હાયપરમોટાર્ડ 950 રેન્જને યુરો 5(BS6) ઉત્સર્જન ધોરણોને પહોંચી વળવા અપડેટ કરવામાં આવી છે. તેમ છતાં, આ બાઈકનું 937cc, V-twin એન્જીન જૂના મોડલની જેમ 114 hp પાવર અને 98 Nm ટોર્ક જનરેટ કરે છે. બાઈકના ત્રણેય વેરિયંટમાં સમાન એન્જીન અને ગીયરબોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નવું ગીયરબોક્સ-
ગીયરબોક્સ વિશે વાત કરવામાં આવે તો, સ્ટેન્ડસ્ટિલ પર ન્યુટ્રલ કરવા માટે થોડા ફેરફારો કરવામાં આવ્યા છે. ડુકાટી મોન્સ્ટર અને સુપરસ્પોર્ટ 950માં કરાયેલા ફેરફારોની જેમ આમાં ગીયરબોક્સ ડ્રમ લો-ફ્રીક્શન બેરિંગ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ડુકાટીએ ગીયર લેવલ સ્પ્રિંગમાં લોડ પણ ઉમેર્યો છે, જે ફોલ્સ ન્યુટ્રલને રોકવામાં મદદરૂપ થાય છે.
સસ્પેન્શન-
ટોપ-સ્પેક Hypermotard 950 SPમાં હવે કંપનીની મોટોજીપી રેસ મશીનોથી પ્રેરિત એક નવી પેઈન્ટ સ્કીમ લગાવવામાં આવી છે. આ સિવાય SP વેરિયંટમાં અન્ય કોઈ ફેરફાર જોવા નથી મળતા. આ વચ્ચે 950 RVEમાં 2019માં રજૂ કરવામાં આવેલા हाइपरमोटर्ड 950 કોન્સેપ્ટથી પ્રેરિત થઈ એક વિશેષ ગ્રેફિટી લીવર મળે છે.
ટાયર-
Ducati RVEમાં થોડા ઓછા સ્પેક માર્ઝોચી ફોર્ક અને મોનોશોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને તેના એલ્યુમીનિયમ વ્હીલ્સમાં પિરેલી ડિલયાબ્લો રોસો III ટાયર આપવામાં આવે છે. જ્યારે SPમાં પિરેલી ડિલયાબ્લો સુપરકોર્સા ટાયર આપવામાં આવ્યા છે. RVEના ફ્રંટમાં ફેંડર જેવા કાર્બન ફાઈબર કોમ્પોનેન્ટ્સની કમી છે, જે તેને SPની સરખામણીમાં આશરે 200 કિલો ભારે બનાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે