Chennai Rain: ચેન્નઇમાં વરસાદના લીધે પરિસ્થિતિ વણસી, એરપોર્ટ સાંજ સુધી બંધ, અત્યાર સુધી 14ના મોત

ચેન્નઇમાં સતત વરસાદના લીધે સ્થિતિ વણસતી જાય છે. ચેન્નઇ સહિત સમગ્ર તમિલનાડુમાં વરસાદથી અત્યાર સુધી 14 લોકોના મોત થયા છે. લોકોને હાલ વરસાદથી રાહત મળવાના અણસાર નથી. તમિલનાડુના હવામાન વિભાગે રાજ્યના ઘણા ભાગો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે તિરૂવલ્લૂર, ચેન્નઇ, ચેંગલપટ્ટૂ અને કાંચીપુરમ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 

Chennai Rain: ચેન્નઇમાં વરસાદના લીધે પરિસ્થિતિ વણસી, એરપોર્ટ સાંજ સુધી બંધ, અત્યાર સુધી 14ના મોત

ચેન્નઇ: ચેન્નઇમાં સતત વરસાદના લીધે સ્થિતિ વણસતી જાય છે. ચેન્નઇ સહિત સમગ્ર તમિલનાડુમાં વરસાદથી અત્યાર સુધી 14 લોકોના મોત થયા છે. લોકોને હાલ વરસાદથી રાહત મળવાના અણસાર નથી. તમિલનાડુના હવામાન વિભાગે રાજ્યના ઘણા ભાગો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગે તિરૂવલ્લૂર, ચેન્નઇ, ચેંગલપટ્ટૂ અને કાંચીપુરમ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 

રાજધાની ચેન્નઇમાં પહેલાં જ ભારે વરસાદના લીધે લોકોનું જીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. ભારે વરસાદના લીધે આવેલી તબાહીમાં ઘણા માસૂમોનો જીવ પણ ગયો છે. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લામાં 11 નવેમ્બર માટે ભારે વરસાદના લીધે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદના કારણે રાજ્યના 90 તળાવ અને સરોવર છલોછલ ભરાઇ ગયા છે. 

— ANI (@ANI) November 11, 2021

ભારે વરસાદના લીધે ચેન્નઇમાં 14 લોકોના જીવ ગયા
ચેન્નઇમાં ભારે વરસાદના લીધે અત્યાર સુધી 14 લોકોના જીવ ગુમાવી ચૂક્યા છે. સ્થાનિક વહિવટી તંત્ર રાહત અને બચાવ કાર્યોમાં જોડાઇ ગયું છે અને ગત 4 દિવસની અંદર શહેરમાં 20 લાખ લોકો સુધી ભોજન પહોંચડવામાં આવ્યું છે. 

ચેન્નઇ એરપોર્ટ સાંજ સુધી બંધ કરી દેવામાં આવ્યો
ચેન્નઇમાં થઇ રહ્યો છે ભારે વરસાદના લીધે એરપોર્ટ બપોરે 1.15 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે. ભારે વરસાદના લીધે ચેન્નઇ શહેરના 13 સબવેમાં પાણી ભરાઇ ગયું છે અને હજારો ઝાડ પડી ગયા છે. 

— Chennai (MAA) Airport (@aaichnairport) November 11, 2021

લગભગ દક્ષિણ ચેન્નઇ ક્ષેત્રમાં મોટાભાગે કેબલની ખરાબી અને ફીડર ટ્રેપિંગના કારણે વિજળી ગુલ થઇ ગઇ છે. ઘણી જગ્યાએ ટેંજેડકોએ સાવધાનીના ભાગરૂપે સેવાને બંધ કરી દીધી છે. કોલાથુર સહિત ચેન્નઇના ઘણા વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને નિકાળવામાં આવ્યા છે. ટેસ્ટ ઇમરજન્સી ટીમ બચાવ હોડીઓ, લાકડા કાપવાના મશીન અને ડ્રિલિંગ મશીન પણ તૈનાત કરવામાં આવ્યા છે. 

ભારે પવન સાથે જ વરસાદના સાથે ઠે ઠેર ઝાડ ધરાશાયી થઇ ગયા છે. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને ઘણા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત પણ કરી છે. ચેન્નઇમાં ભારે વરસાદે મુશ્કેલીઓ વધારી દીધી છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તમિલનાડુમાં અત્યાર સુધી 14 લોકોના મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news