હવે 3000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદો બ્લૂટૂથ કૉલિંગ અને સ્ટાઇલિશ ડિઝાઇનવાળી Smartwatch

Fire-Boltt Apollo 2: ફાયર બોલ્ટે હવે ભારતમાં અઢી હજારની કોલિંગ સ્માર્ટવોચ લોન્ચ કરી છે, જેનું નામ ફાયર-બોલ્ટ એપોલો 2 છે. લોકોને ઘડિયાળની ડિઝાઇન અને ફીચર્સ પસંદ આવી રહ્યા છે. આવો જાણીએ Fire-Boltt Apollo 2 ની કિંમત અને ફીચર્સ...

હવે 3000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદો બ્લૂટૂથ કૉલિંગ અને સ્ટાઇલિશ ડિઝાઇનવાળી Smartwatch

સ્માર્ટવોચનો ક્રેઝ વધી રહ્યો છે. સસ્તીથી મોંઘી સ્માર્ટવોચ બજારમાં આવી ગઈ છે. ફાયર બોલ્ટે હવે ભારતમાં અઢી હજારથી ઓછી કિંમતની કોલિંગ સ્માર્ટવોચ લોન્ચ કરી છે, જેનું નામ ફાયર-બોલ્ટ એપોલો 2 છે. લોકોને ઘડિયાળની ડિઝાઇન અને ફીચર્સ પસંદ આવી રહ્યા છે. આવો જાણીએ Fire-Boltt Apollo 2 ની કિંમત અને ફીચર્સ...

Fire-Boltt Apollo 2 Smartwatch Specifications
ફાયર-બોલ્ટ એપોલો 2 1.43-ઇંચની AMOLED ડિસ્પ્લે ધરાવે છે જે 466 x 466 પિક્સેલ રિઝોલ્યુશન ઓફર કરે છે. ડિસ્પ્લે સર્કુલર પેનલમાં છે, જે મેટાલિક બોડીમાં છે જ્યારે પટ્ટીઓ સિલિકોનથી બનેલી છે. વધુમાં આ વોચ બ્લૂટૂથ કૉલિંગ સપોર્ટ કરે છે. 

No description available.

Fire-Boltt Apollo 2 Features
ફાયર-બોલ્ટ એપોલો 2 વિવિધ હેલ્થ સેન્સર્સથી સજ્જ છે. તેમા તમારી ઊંઘનું નિરીક્ષણ કરવા, તમારા હૃદયના ધબકારા અને SpO2 બ્લડ ઓક્સિજન સ્તરને ટ્રૅક કરવા જેવા ફીચર્સ પણ મળે છે. આ સાથે તે 110 થી વધુ સ્પોર્ટ્સ મોડ્સને સપોર્ટ કરે છે અને પાણી અને ધૂળ સામે પણ રક્ષણ આપે છે. આ ઉપરાંત, તે ઉપયોગી સુવિધાઓ સાથે પણ આવે છે જેમ કે ઘડિયાળના સ્ક્રીનને કસ્ટમાઇઝ કરવી, AI વૉઇસ આસિસટન્ટ, સ્માર્ટ નોટીફીકેશન, બિલ્ટ-ઇન ગેમ્સ, 7 દિવસની બેટરી અને ઘણું બધું.

Fire-Boltt Apollo 2 Price In India
તમે ડાર્ક ગ્રે, ગ્રે, પિંક અને બ્લેક જેવા બહુવિધ કલર વિકલ્પોમાં ફાયર-બોલ્ટ એપોલો 2 સ્માર્ટવોચ ખરીદી શકો છો. આ ઉપકરણ હાલમાં Flipkart પર રૂ.2,499ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે. તમે તેને બ્રાન્ડની સત્તાવાર વેબસાઇટ પરથી પણ ખરીદી શકો છો.

આ પણ વાંચો:
H1B વિઝા પર PM મોદીએ આપ્યા મોટા ખુશખબર, જાણો તમને શું મળશે ખાસ સુવિધા
શનિવારે કરેલા આ કામથી દુર થશે શનિની વક્ર દ્રષ્ટિનો અશુભ પ્રભાવ, શનિ દોષનું થશે દુર
વ્હાઇટ હાઉસમાં ટોપ કંપનીઓના CEOને મળ્યા પીએમ મોદી, જાણો બેઠક સાથે જોડાયેલી મોટી વાત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news