કાલથી ગુજરાતના આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી, જો જો ભૂલેચૂકે બહાર ન નીકળતા!

Gujarat Weather Forecast:  આ વખતે ચોમાસું પશ્ચિમ કાંઠા પરથી 8 જૂન પછી આગળ વધીને 11 જૂન સુધીમાં કર્ણાટકના ભાગે અટકી ગયું. પરંતુ બંગાળની ખાડીનું ભારેખમ વહન ભારે વરસાદી સિસ્ટમ ઊભી કરતા હવે આવતી કાલથી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતા આગાહીકાર અંબાલાલે વ્યક્ત કરી છે. 

કાલથી ગુજરાતના આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી, જો જો ભૂલેચૂકે બહાર ન નીકળતા!

Gujarat Weather Update: ગુજરાતમાં આખરે વરસાદ આવી ગયો છે. વહેલી સવારથી મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. વડોદરા, પંચમહાલ, દાહોદ, ખેડામાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. આમ હવે એવું લાગે છે જાણે ગુજરાતમાં ચોમાસું આવી ગયું. કાલથી ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે. આ વખતે ચોમાસું પશ્ચિમ કાંઠા પરથી 8 જૂન પછી આગળ વધીને 11 જૂન સુધીમાં કર્ણાટકના ભાગે અટકી ગયું. પરંતુ બંગાળની ખાડીનું ભારેખમ વહન ભારે વરસાદી સિસ્ટમ ઊભી કરતા હવે આવતી કાલથી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતા આગાહીકાર અંબાલાલે વ્યક્ત કરી છે. અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતી કાલથી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ તારીખ 25-26 જૂનથી ચોમાસું શરૂ થશે. પરંતુ 28 જૂનથી 2 જુલાઈની વચ્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારો, મહેસાણાના વિસ્તારો, હારીજ, સમી, બેચરાજી, કડી સિદ્ધપુર, વિસનગર, માણસા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. 

મધ્ય ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદ
જ્યારે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો, વડોદરા, પંચમહાલ, અને અમદાવાદમાં વરસાદની આગાહી છે. રાજસ્થાનના ઉદયપુર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થતા તથા સાબરકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડતા સાબરમતી નદીમાં પાણી છલકાવવાની શક્યતા છે.

આ ઉપરાંત મુંબઈ-મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચમાં પણ વરસાદ પડી શકે છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં ડાંગ, આહવા, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાયના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાની પગલે નર્મદા બે કાંઠે વહી શકે છે. 8મી જુલાઈ સુધીમાં ગુજરાતના પછી તો કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news