શું તમારી ગાડી 8 વર્ષ જૂની છે, જો હા...તો કરાવી લેજો આ ટેસ્ટ, નહીં પેટ ભરીનો પસ્તાશો

જો ફિટનેસ સર્ટિફિકેટ રિન્યુ નહીં કરાવો તો દંડ વસૂલવામાં આવશે, અને આવા વાહનોને રસ્તા પર ચલાવવાની મંજૂરી નહીં અપાય. ઉલ્લેખનીય છે કે જૂના વાહનો ફ્યૂલ વધુ વાપરે છે અને પર્યાવરણ માટે હાનિકારક છે. આવા વાહનોને અંકુશમાં લેવાથી મુસાફરોની સુરક્ષામાં વધારો થશે અને પર્યાવરણ સુધરશે.

શું તમારી ગાડી 8 વર્ષ જૂની છે, જો હા...તો કરાવી લેજો આ ટેસ્ટ, નહીં પેટ ભરીનો પસ્તાશો

નવી દિલ્હી: પર્યાવરણ સુધારવા માટે કેન્દ્ર સરકાર 1 એપ્રિલ, 2023 થી એક નવો નિયમ લાગુ કરશે. જે અંતર્ગત 8 વર્ષ જૂના કોમર્શિયલ વાહનો માટે દર વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો ફરજિયાત હશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે 2 ફેબ્રુઆરીએ ડ્રાફ્ટ નોટિફિકેશન ઈશ્યૂ કરીને સૂચનો માંગ્યા હતા. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે 8 વર્ષથી જૂના ટ્રક કે બસ વગેરેએ બે વર્ષમાં એકવાર ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે, જ્યારે 8 વર્ષ કે તેથી વધુ જૂના કોમર્શિયલ વાહનોએ દર વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. આ ફિટનેસ ટેસ્ટ ફક્ત લિસ્ટેડ ઓટોમેટેડ ફિટનેસ સ્ટેશન પર જ કરાવવો જરૂરી રહેશે.

સર્ટિ રિન્યૂ નહીં કરાવો તો થશે દંડ
જો ફિટનેસ સર્ટિફિકેટ રિન્યુ નહીં કરાવો તો દંડ વસૂલવામાં આવશે, અને આવા વાહનોને રસ્તા પર ચલાવવાની મંજૂરી નહીં અપાય. ઉલ્લેખનીય છે કે જૂના વાહનો ફ્યૂલ વધુ વાપરે છે અને પર્યાવરણ માટે હાનિકારક છે. આવા વાહનોને અંકુશમાં લેવાથી મુસાફરોની સુરક્ષામાં વધારો થશે અને પર્યાવરણ સુધરશે. મહત્વનું છે કે થોડા સમય પહેલા 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનો અને 20 વર્ષ જૂના ખાનગી વાહનોને સ્ક્રેપ કરવાની પોલીસી લાવવામાં આવી છે. 

10 રાજ્યમાં બનશે I&C સેન્ટર
ભારત સરકાર 10 રાજ્યોમાં ફિટનેસ ટેસ્ટના હાઈ-ટેક R&C કેન્દ્રો સ્થાપશે. જેના માટે કેન્દ્ર સરકારે 22 ડિસેમ્બર 2021ના રોજ એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું હતું. આ કેન્દ્રો પર ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર, ખાનગી અને કોમર્શિયલ વાહનોના ફિટનેસ ટેસ્ટ બાદ પ્રમાણપત્રો આપવામાં આવશે અને આ વાહનો પર ખાસ સ્ટીકર લગાવવામાં આવશે. પીયુસીની તપાસ પણ કરાશે. ફિટનેસ ટેસ્ટ કરાવનાર વાહન અને તેના માલિક વિશેની તમામ માહિતી સરકારી વેબસાઈટ પર અપાશે. 

આ વેબસાઇટ કેન્દ્રીય ડેટા સાથે લિંક કરવામાં આવશે અને દેશના કોઈપણ રાજ્યમાં આવા વાહનોની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થશે. બોડી, ચેસીસ, વ્હીલ્સ, ટાયર, અને સ્ટીયરીંગ, લાઇટ જેવા ઘણા ભાગો હાઈ-ટેક મશીનો થકી ચેક કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news