બોમ્બની જેમ ફાટશે ગીઝર, જો આ નાનકડી ભૂલ કરી તો...
Geyser Blast: આજકાલ મોટાભાગના ઘરમાં ગીઝર હોય છે, પરંતુ શુ તમને ખબર છે કે તમારી એક ભૂલને કારણે ગીઝરમાં બ્લાસ્ટ થઈ શકે છે, આ ઘટના બની તો તે જીવલેણ સાબિત થઈ શકે છે
Trending Photos
Geyser Mistakes: ઠંડીની મોસમમાં પાણી ગરમ પાણી કરવા માટે ગીઝરનો ઉપયોગ આજકાલ દરેક ઘરમાં થાય છે. મોટાભાગે લોકો બાથરૂમમાં ગીઝર લગાવતા હોય છે. ગીઝર એક એવી પ્રોડક્ટ છે, જે ઠંડી હોય કે ગરમી દરેક મોસમમાં કામ આવે છે. કારણ કે, તમે પાણી ગરમ કરી શકો છો. કેટલાક લોકો ઠંડીમાં કપડા ધોવા માટે પણ ગીઝરથી પાણી ગરમ કરે છે. પરંતુ શુ તમે જાણો છો કે, કેટલીક ભૂલ સામાન્ય રીતે લોકો એવી ભૂલ કરે છે, જેનાથી ભૂલને કારણે ગીઝરમાં બ્લાસ્ટ થઈ શકે છે. આ લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
ગીઝર થોડી જ મિનિટોમાં પાણી ગરમ કરી દે છે. તમે તેને નળમાંથી સરળતાથી કાઢી શકો છો. તમારા ઘરમાં પણ જો ગીઝરનો ઉપયોગ કરવામા આવે છે, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. ગીઝરનો સુરક્ષિત રીતે ઉપયોગ કરવો જરૂરી છે. કારણ કે, આજકાલ ગીઝરમાં બ્લાસ્ટની સમસ્યા તેજીથી વધી રહી છે.
- આ ભૂલ બધા યુઝર્સ કરે છે
પાણી વગર ઉપયોગ કરવો
જો તમે ઘરનું ગીઝર ડાયરેક્ટર પાણીની ટેન્ક સાથે કનેક્ટેડ છે, અને પાણીની ટેન્ક ખાલી થઈ જાય છે તો ગીઝર જરૂર કરતા વધુ ગરમ થઈ શકે છે. કારણ કે, જ્યારે તેમાં પાણી રહેતુ ન હોય અને ગીઝર ઓન રહે તો ત્યારે તે પૂરી રીતે ગરમ થઈ જાય છે. અને વધુ દબાણ વધી જાય તો અનેકવાર તેમાં બ્લાસ્ટ થઈ શકે છે. તમારે હંમેશા આ વાતનું ધ્યાન રાખવુ જોઈએ કે, ક્યારેય ગીઝરને પાણી વગર ન ચલાવો. જો ટેન્કમાં પાણી પૂરુ થઈ ગયું છે તો તેને તરત ભરી દો, જેનાથી ગીઝરને પાણી મળી શકે.
ખરાબ વાયરિંગ
જો ગીઝરનું વાયરિંગ ખરાબ થઈ ચૂક્યું છે તો તેને તાત્કાલિક બદલી દો. તમારા માટે તે વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. કારણ કે, વાયરિંગને પગલે અનેકવાર ગીઝર જરૂર કરતા વધુ ગરમ થઈ જાય છે. આવામાં તે ફાટી શકે છે. ગીઝરમાં અનેકવાર દબાણ વધી જાય છે, આવામાં તે ફાટી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે