Good Worker app ની મદદથી 1 લાખ લોકોને મળશે નોકરી, બોલીવુડના આ અભિનેતાએ ઝડપ્યું છે બીડું

બોલીવુડ અભિનેતા સોનૂ સૂદે કોરોનાકાળથી લોકોને મદદ કરવાના કારણે ચર્ચામાં છે. સોનૂ સૂદે દેશના 1 લાખ બેરોજગારોને નોકરી આપવાની જાહેરાત કરી છે. આ નોકરી ગુડવર્કર એપ દ્વારા મળશે.

Good Worker app ની મદદથી 1 લાખ લોકોને મળશે નોકરી, બોલીવુડના આ અભિનેતાએ ઝડપ્યું છે બીડું

નવી દિલ્લી: બોલીવુડ અભિનેતા સોનૂ સૂદ ઘણા લાંબા સમયથી પોતાની દરિયાદિલીના કારણે ચર્ચાંમાં છે. અભિનેતા કોરોનાની વચ્ચે પરેશાન ગરીબ પરિવારોની મદદ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહ્યો છે. પછી ભલે તે વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સ્વદેશ લાવવાનું કામ હોય કે પછી ખેડૂતોને ટ્રેક્ટર આપવાની હોય કે વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસીસ માટે મોબાઈલ આપવો. હવે સોનૂ સૂદે દેશના 1 લાખ બેરોજગાર લોકોને નોકરી આપવાની જાહેરાત કરી છે. સોનૂ સૂદની આ જાહેરાત પછી તેની દરેક બાજુથી પ્રશંસા થઈ રહી છે. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે ગુડવર્કર એપ્લિકેશન શું છે? અને તેના દ્વારા કેવી રીતે અરજી કરી શકાશે. તો આવો જાણીએ આ એપ વિશે વિગતવાર.

ગુડવર્કર એપ્લિકેશન શું છે:
ગુડવર્કર એક જોબ એપ્લિકેશન છે. આ એપ ભારતના પ્રવાસી મજૂરોને નોકરી આપવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવી છે. આ એપને અભિનેતા સોનૂ સૂદ દ્વારા કરવામાં આવેલ સારા પગલાં તરીકે બનાવવામાં આવી છે. ગુડવર્કર તે લોકોની મદદ કરવા માટે તૈયાર કરવામાં આવેલી એક એવી એપ છે. જે બેરોજગાર અને આજીવિકા માટે આજુ-બાજુ ફરી રહ્યા છે. સંઘર્ષ કરી રહ્યા છે. ગુડવર્કરનું મિશન તે લાખો પ્રવાસી કારીગરોને જોબ લિંક અને કારકિર્દીની પ્રગતિ સહાયતા પ્રદાન કરવાની છે. જેમને નોકરીઓની જરૂરિયાત છે. આ દાવો છે કે આ એપ સંપૂર્ણ રીતે વેરિફાઈડ છે. એટલે જ્યાં તમને નોકરીના નામે કોઈ પ્રકારની છેતરપિંડીનો શિકાર નહીં બનવું પડે.

કેવી રીતે કામ કરે છે એપ્લિકેશન:
આ એપના માધ્યમથી પ્રવાસી મજૂર કે બેરોજગાર ઘરે બેસીને નોકરીની શોધ કરી શકશે. તેના માટે તેમણે ક્યાંય જઈને નોકરીની શોધ કે અરજી કરવી પડશે નહીં. ગુડવર્કર એપ પર તમે ફ્રીમાં બાયોડેટા એટલે રિઝ્યૂમ બનાવી શકો છો. પછી તેનો અંગ્રેજીમાં અનુવાદ કરી શકો છો અને તેની કંપની સાથે શેર કરી શકાશે.

જોબ મેચિંગ ટૂલ:
જોબ મેચિંગ ટૂલની મદદથી ગુડવર્કર એપ તમને તે નોકરીઓ બતાવશે, જે તમારા માટે સૌથી ઉપયોગી છે.

કરન્ટ લોકેશન પર મળશે નોકરી:
ગુડવર્કર એપ તમને તમારા ચાલુ લોકેશન પર તમારી પસંદગીની નોકરી વિશે માહિતી આપશે.

વિશ્વસનીય નોકરીઓ:
આ એપ બધી કંપનીઓ અને નોકરીઓને વેરિફાઈ કરે છે. જેથી તમારે કોઈ વિશ્વાસધાતના શિકાર ન બનવું પડે. એપ ભારતમાં વિશ્વસનીય અને સક્રિય નોકરીઓ આપવા માટે સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્વિત કરે છે.

નવી નિયુક્તિઓ વિશેની જાણકારી:
જો કોઈ કંપનીમાં નવી ભરતીઓ થઈ રહી છે કે થવાની છે. તો આ એપ તમને જાણકારી આપશે. તમારા લોકેશન અને તમારી યોગ્યતાના આધારે તમને નોકરી વિશેની માહિતીથી જાગૃત કરતી રહેશે.

ઈન્ટરવ્યૂની માહિતી:
જો તમને ઈન્ટરવ્યૂમાં સિલેક્ટ કરવામાં આવશે તો આ એપ તમને ઈન્ટરવ્યૂની માહિતી આપશે. જેમ કે ઈન્ટરવ્યૂનો ટાઈમ, ડેટ, લોકેશન, સેલરી અને કંપની સાથે સંબંધિત HR અને અન્ય અધિકારીનો ફોન નંબર, વોટ્સએપ નંબર અને ઈમેલ-આઈડી.

એક્સપીરિયન્સ લેટર:
જો તમને ગુડવર્કરમાંથી નોકરી મળે છે તો બેરોજગાર પ્રવાસી મજૂરી છે. તમને એક એક્સપીરિયન્સ લેટર મળશે. જે આગામી નોકરીમાં તમારી મદદ કરશે.

ફ્રી સેવા:
આ એપ સંપૂર્ણ રીતે ફ્રીમાં સર્વિસ આપી રહી છે. તેના બધા ફીચર ફ્રી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news