Coal Scam: કોલકાતા સહિત 5 જગ્યાએ CBIની રેડ, જાણો કોના પર કસાયો સકંજો
કોલસા કૌભાંડ કેસ (Coal Scam Case) માં સીબીઆઈએ કોલકાતા સહિત 5 સ્થળો પર દરોડા પાડ્યા છે.
Trending Photos
કોલકાતા: કોલસા કૌભાંડ કેસ (Coal Scam Case) માં સીબીઆઈએ કોલકાતા સહિત 5 સ્થળો પર દરોડા પાડ્યા છે. મુખ્ય આરોપી અનુપ માઝીના નીકટના અમિત અગ્રવાલના સ્થળો પર સીબીઆઈની ટીમ પહોંચી છે. સીબીઆઈને પોતાની તપાસમાં બંનેની વચ્ચે મની ટ્રાન્ઝેક્શનની લીડ મળી હતી.
કોલકાતા સ્થિત આ ઓફિસ પર CBI ની નજર
કોલસા કૌભાંડ મામલે સીબીઆઈએ કોલકાતા, દુર્ગાપુર, આસનસોલ, સહિત 5 સ્થળો પર દરોડા માર્યા છે. આ રેડ કોલસા કૌભાંડના મુખ્ય આરોપી અનુપ માઝીના ખાસ સાથી અમિત અગ્રવાલના અનેક સ્થળો પર મારવામાં આવી છે. સીબીઆઈના સૂત્રોના જણાવ્યાં મુજબ અમિત અગ્રવાલની કોલકાતામાં 10 હજાર ગજ સ્ક્વેર ફીટ જમીન પર ઓફિસ છે. તેણે પોતાની ઓફિસની બહાર બોર્ડ માર્યું છે કે તે અનેક ઈન્ડસ્ટ્રીનો માલિક છે. સીબીઆઈને શક છે કે તેણે પણ અનુપ માઝી સાથે મળીને કોલસા તસ્કરીમાં ખુબ પૈસો ઊભો કર્યો છે.
જમીન પર ગેરકાયદેસર કબજો
અમિત અગ્રવાલ પર આરોપ છે કે તેણે જમીનો અને ઈન્ડસ્ટ્રી પર ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો છે. તેના કોલકાતાના રાજકીય નેતાઓ સાથે પણ સારા એવા સંબંધ છે. આ તેની રાજકીય પહોંચનું જ પરિણામ છે કે તેને બંગાળ પોલીસે સિક્યુરિટી આપેલી છે. આ ઉપરાંત અમિત અગ્રવાલ સારી એવી પ્રાઈવેટ સિક્યુરિટી પણ રાખે છે. સીબીઆઈને પોતાની તપાસ દરમિયાન અનુપ માઝી અને તેની વચ્ચે ફંડ ટ્રાન્ઝેક્શનની લીડ્સ મળી હતી ત્યારબાદ તેના ઠેકાણા પર રેડ મારવામાં આવી. કોલસા કૌભાંડમાં કેટલી કમાણી કરી છે તે તો દરોડાની કાર્યવાહી પૂરી થયા બાદ જ ખબર પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે