8 એપ્રિલથી Honorનો સેલ, કંપનીની ઘણી પ્રોડક્ટ્સ પર મળશે 50% સુધીનું ડિસ્કાઉન્ટ

સેલ દરમિયાન આપવામાં આવતા તમામ ઓફર્સનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ફ્લિપકાર્ટ પર એક માઇક્રોસાઇટ બનાવવામાં આવી છે.
 

8 એપ્રિલથી Honorનો સેલ, કંપનીની ઘણી પ્રોડક્ટ્સ પર મળશે 50% સુધીનું ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ Huwaeiની સબ બ્રાન્ડ હોનરે 'Honor Gala Festival'ની જાહેરાત કરી છે. આ ફેસ્ટિવલ 8 એપ્રિલથી શરૂ થઈને 12 એપ્રિલ સુધી ચાલશે. આ 5 દિવસીય સેલ દરમિયાન કંપની હોનર સ્માર્ટફોન્સ, ટેબલેટ્સ અને વિયરેબલ્સ પર 50 ટકા સુધી છૂટ મળશે. આ સેલનો ફાયદો ગ્રાહકો એમેઝોન અને ફ્લિપકાર્ડ બંન્ને પ્લેટફોર્મ પરથી લઈ શકશે. આ સાથે કંપનીએ જાણકારી આપી કે સેલ દરમિયાન 50 કરોડ રૂપિયાની ઓફર પણ સામેલ હશે. 

સેલ દરમિયાન આપવામાં આવતા તમામ ઓફર્સનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ફ્લિપકાર્ટ પર એક માઇક્રોસાઇટ બનાવવામાં આવી છે. આ માઇક્રોસાઇટમાં સેલ દરમિયાન આપવામાં આવતી કેટલિક ઓફરોનું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં મુખ્ય રૂપથી  Honor 9N, Honor 9 Lite, Honor 10 Lite, Honor 7A, Honor 7S, Honor 9i અને Honor 10નું નામ સામેલ છે. 

Honor 9N 4GB/ 64GB ને 13,999 રૂપિયાની જગ્યાએ 9,499 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. આ રીતે Honor 9 Lite 4GB/ 64GB વેરિએન્ટને 14,999 રૂપિયાની જગ્યાએ 9,499 રૂપિયા, Honor 10 Lite 4GB/ 64GB વેરિએન્ટને 13,999 રૂપિયાની જગ્યાએ 12,999 રૂપિયા, Honor 7A 3GB/ 32GB વેરિએન્ટને 8,999 રૂપિયાની જગ્યાએ 6,999 રૂપિયા અને Honor 7S 2GB/ 16GB વેરિએન્ટને 6,999 રૂપિયાની જગ્યાએ  5,499 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. 

આ સિવાય લિસ્ટ પ્રમાણે સેલ દરમિયાન Honor 9i 4GB/ 64GB વેરિએન્ટને  17,999 રૂપિયાની જગ્યાએ 10,999 રૂપિયા અને Honor 10 6GB/ 128GB વેરિએન્ટને 32,999 રૂપિયાની જગ્યાએ 24,999 રૂપિયામાં મળશે. તમને જણાવી દઈએ કે આ પ્રથમવાર નથી કે Huaweiની સબ બ્રાન્ડ Honorએ Honor Gala Festivalને હોસ્ટ કર્યો છે. બાકી કંપનીઓની જેમ હોનર પણ ગ્રાહકોને લલચાવવા માટે વચ્ચે-વચ્ચે સેલનું આયોજન કરે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news