Instagramએ એપમાં કર્યો મોટો ફેરફાર, ઉમેરાયું છે એક ખાસ ફીચર

Facebook દ્વારા ખરીદી લેવામાં આવેલી પોપ્યુલર ફોટો શેરિંગ પ્લેટફોર્મ Instagramએ પોતાનાં યુઝર્સ માટે યોર એક્ટિવિટી ફીચર લોન્ચ કરી દીધું છે. આ ફીચર દ્વારા યુઝર્સ ટ્રેક કરી શકશે કે ઇન્સ્ટાગ્રામ પર તેઓ કેટલો સમય વિતાવે છે. આ ફીચર યૂઝરના પ્રોફાઇલ પેજના ટોપ પર રાઇટ કોર્નરમાં હેમબર્ગર આઇકોન સ્વરૂપે આપવામાં આવ્યું છે. જેમાં રોજિંદી ટાઇમ લિમિટ સેટ કરવા અને અસ્થાયી રીતે નોટિફિકેશનને મ્યૂટ કરવા જેવા અનેક ટુલ્સ આપવામાં આવ્યા છે. 
Instagramએ એપમાં કર્યો મોટો ફેરફાર, ઉમેરાયું છે એક ખાસ ફીચર

નવી દિલ્હી : Facebook દ્વારા ખરીદી લેવામાં આવેલી પોપ્યુલર ફોટો શેરિંગ પ્લેટફોર્મ Instagramએ પોતાનાં યુઝર્સ માટે યોર એક્ટિવિટી ફીચર લોન્ચ કરી દીધું છે. આ ફીચર દ્વારા યુઝર્સ ટ્રેક કરી શકશે કે ઇન્સ્ટાગ્રામ પર તેઓ કેટલો સમય વિતાવે છે. આ ફીચર યૂઝરના પ્રોફાઇલ પેજના ટોપ પર રાઇટ કોર્નરમાં હેમબર્ગર આઇકોન સ્વરૂપે આપવામાં આવ્યું છે. જેમાં રોજિંદી ટાઇમ લિમિટ સેટ કરવા અને અસ્થાયી રીતે નોટિફિકેશનને મ્યૂટ કરવા જેવા અનેક ટુલ્સ આપવામાં આવ્યા છે. 
ઇન્સ્ટાગ્રામ પર યૂઝર્સ કલાકો પસાર કરી દેતા હોય છે જેની અસર તેમના મેન્ટર અને ફિઝિકલ હેલ્થ પર પડે છે. જેને ધ્યાનમાં રાખતે કંપનીએ ઓગષ્ટમાં જ તેની જાહેરાત કરી દીધી હતી. જેને હવે કંપનીએ રોલ આઉટ કરવાનું પણ ચાલુ કરી દીધું છે. 

ઇન્સ્ટાગ્રામના આ નવા ફીચરનો આનંદ ઉઠાવવા ફોલો કરો આ સરળ સ્ટેપ્સ...
1. ઇન્સ્ટાગ્રામ ખોલો
2. ઇન્સ્ટાગ્રામ એપનાં સેટિંગમાં જાઓ.
3. ત્યાર બાદ Activity નામનાં ઓપ્શન પર ક્લિક કરો
4. તેમાં સમયનો ગ્રાફ જોઇ શકો છો
5. કોઇ પણ બાર પર ક્લિક કરીને જોઇ શકો છો કે તમે કેટલો સમય ઇન્સ્ટાગ્રામ પર વિતાવ્યો છે.
6. તેને ડેઇલી રિમાન્ડર સેટ કરવાનો વિકલ્પ પણ આપેલો છે. 
ફેસબુક દ્વારા પણ આ ફીચરને લોન્ચ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. સમાચાર છે કે કંપની ફેસબુક યુઝર્સનાં એક્ટિવિટી ડેશબોર્ડમાં આ ફીચર રજુ કરી શકે છે. જેનું નામ યોર ટાઇમ ઓન ફેસબુક રાખવામાં આવશે. જેથી યુઝર પોતાના સમયને ટ્રેક કરી શકે. રિપોર્ટ અનુસાર આ પ્રકારનું ફીચર એપલે પોતાનાં iOS માટે લોન્ચ કર્યું છે. જેમાં સ્ક્રીન ટાઇમ નામથી રજુ કરવામાં આવ્યું છે. બીજી તરફ ગુગલ પણ ડિજીટલ વેલનેસ નામથી આ પ્રકારનું ફીચર એન્ડ્રોઇડ 9.0 સાથે આપી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news