iPhone XS Maxનું "લક્ઝરી" વેરિયન્ટ આવ્યું, 7.11 લાખની અધધ કિંમત, જાણો શું છે ખાસ ?

કેવિયર પોતાના કસ્ટમાઇઝ્ડ આઇફોન્સ માટે જાણીતું છે જેમાં તે સોનાથી માંડીને હિરા અને અન્ય ધાતુઓ સાથે આઇફોનને કસ્ટમાઇઝ કરે છે

iPhone XS Maxનું "લક્ઝરી" વેરિયન્ટ આવ્યું, 7.11 લાખની અધધ કિંમત, જાણો શું છે ખાસ ?

નવી દિલ્હી : એપ્પલે આ મહિને પોતાના લેટેસ્ટ આઇફોન્સ iPhone XS અને iPhone XS Max લોન્ચ કર્યા હતા. બંન્ને ડિવાઇસ માટે આ મહિને સમગ્ર વિશ્વમાં વેચાણ શરૂ થઇ ચુક્યું છે. આઇફોન એક્સએસ મેક્સ  અત્યાર સુધીનો સૌથી મોંઘો આઇફોન છે. એપલ આઇફોન એક્સએસ મેક્સના 512 જીબી વેરિયંટની કિંમત ભારતમાં 1,44,900 રૂપિયા છે. જો કે તમને કદાચ ખ્યાલ નહી હોય કે આ કિંમત રશિય બ્રાંડ કૈવિયર દ્વારા બનાવાયેલ લક્ઝરી વેરિયંટના માત્ર 10 ટકા જેટલી જ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કૈવિયર પોતાના કસ્ટમાઇઝ્ડ આઇફોન્સ માટે જાણીતુ છે. આ વખતે કંપનીએ પોતાના ટોપ લાઇનઅપ મૈક્સિમમ ફાઇન ગોલ્ડ રિયર પેનલમાં આઇફોન XS મૈક્સનો સમવેશ કર્યો છે. આ સેગમેન્ટ વાળા ફોનમાં 150 ગ્રામનું ખુબ જ કિમતી મેટલ હોય છે. મૈક્સિમમ ફાઇન ગોલ્ડ કંપની દ્વારા બનાવવામાં આવતા ટોપ પાંચ મૈક્સિમમ ગોલ્ડ મેડિફિકેશનમાંથી જ એક છે. 

કંપની દ્વારા પોતાનો આઇફોન એક્સએસ મેક્સમાં મૈક્સિમમ ઇન્વિન્સિબલનો સમાવેશ છે જ્યારે રિયરને બનાવવામાં 1 મિલિમીટરનું કડક ટાઇટેનિયમનો ઉપયોગ થયો છે. તેની કિંમત 5500 ડોલર (આશરે 3,99,300 રૂપિયા) છે. આ લિસ્ટમાં રહેલ ત્યાર બાદનું આગામી વેરિયંટ મૈક્સિમમ અલ્ટ્રાલાઇટ છે જેને 5200 ડોલર (આશરે 3,77,500 રૂપિયા)માં વેચાઇ રહ્યું છે અને તેને ગ્લાનાં બદલે કાર્બનથી બનાવવામાં આવ્યું છે. આ ડિઝાનનાં કારણે સ્માર્ટફોનનું વજન પણ ઘટ્યું છે. 

ત્યાર બાદ નંબર આવે છે કે મૈક્સિમમ ડાયમંડ્સનો જેની કિંમત 9800 ડોલર (આશરે 7,11,500 રૂપિયા) આ વેરિયંટની રિયર પેનલ પર 400 ડાયમંડ્સ લાગેલા છે. મૈક્સિમમ ગોલ્ડ એડિશનનું નામનું એક વદારે વેરિયંટ છે જેના રિયર પર ગોલ્ડ બ્લેટની બનેલી છે અને તેની કિંમત 5960 ડોલર (આશરે 4,32700 રૂપિયા) છે. 

કંપની આઇફોન એક્સએસ મેક્સનાં આ વેરિયંટને ખરીદવા માટે સમગ્ર વિશ્વમાં મફસ શિપિંગ ઓફર કરી રહી છે. દરેક યૂનિટને લાડકાના બનેલા બ્લેક  વેલવેટ વાળા એક બોક્સમાં ડિલીવર કરવામાં આવશે. બોક્સની અંદર ગ્રાહકોને ઓથોન્ટિફિકેશન સર્ટિફિકેટ, યૂએસબી કેબલ, એક વોરન્ટી કાર્ડ અને એક ચાર્જર મળશે. જો કે ગ્રાહકોને તે વાત ધ્યાને રાખવી જોઇએ કે કેવિયરના કસ્ટમાઇઝેશન બાદ એપ્પલની વોરન્ટી ફોન પર નથી મળતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news