Jio યૂઝર્સ આનંદો...3 નવા પ્રીપેઈડ પ્લાન લોન્ચ થયા, અનલિમિટેડ 5G ડેટા તથા બીજા પણ ઢગલો ફાયદા
રિલાયન્સ જિયો તરફથી ત્રણ નવા પ્રીપેઈડ પ્લાન લોન્ચ કરાયા છે. આ ત્રણેય એન્યુઅલ રિચાર્જ પ્લાન છે. એટલે કે ત્રણેય પ્લાન સાથે તમને 365 દિવસની માન્યતા મળશે.
Trending Photos
રિલાયન્સ જિયો તરફથી ત્રણ નવા પ્રીપેઈડ પ્લાન લોન્ચ કરાયા છે. આ ત્રણેય એન્યુઅલ રિચાર્જ પ્લાન છે. એટલે કે ત્રણેય પ્લાન સાથે તમને 365 દિવસની માન્યતા મળશે. આ સાથે જ આ પ્લાનમાં તમને એક વર્ષ સુધી અનલિમિટેડ કોલિંગ, ડેટાની સાથે ફ્રી SonyLiv અને Zee5 નું સબસ્ક્રિબ્શન મળશે.
જિયો 3662 પ્લાન
આ પ્રીપેઈડ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે સાથે ડેઈલી 2.5જીબી ડેટા મળશે. આ સાથે જ અનલિમિટેડ 5જી ડેટા અને ડેઈલી એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે. આ તમામ પ્લાનમાં SonyLiv અને Zee5 નું સબસ્ક્રિબ્શન આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ક્લાઉડનું ફ્રી સબસ્ક્રિબ્શન ઓફર કરાય છે. ડેઈલી ડેટા લિમિટ ખતમ થયા બાદ સ્પીડ 4જી નેટવર્ક પર 64kbps થઈ જાય છે.
જિયોનો 3226 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે ડેઈલી 2GB 4G ડેટા સાથે અનલિમિટેડ 5જી ડેટા અપાય છે. આ સાથે જ ડેઈલી 100 SMS ની સુવિધા મળે છે. આ ઉપરાંત JioTV, SonyLiv, JioCinema અને JioCloud નું ફ્રી સબસ્ક્રિબ્શન આપવામાં આવી રહ્યું છે.
જિયોનો 3225 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાન 3226 રૂપિયાવાળા પ્લાનની સરખામણીમાં એક રૂપિયો ઓછો છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે 5જી ડેટાની સાથે ડેઈલી 2GB ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં ડેઈલી 100 SMSની સુવિધા પણ મળે છે. આ પ્લાન SonyLiv અને Zee5 ના સબસ્ક્રિબ્શન સાથે આવે છે.
જિયો 1999 રૂપિયાવાળો પ્લાન
જો તમારું બજેટ ઓછું હોય તો તમારા માટે 1999 રૂપિયાવાળો એક વિકલ્પ પણ હોઈ શકે છે. તમને ઓટીટીમાં બહુ રસ ન હોય તો આ પ્લાન વિશે પણ વિચારી શકો છો. આ પ્લાનમાં અનલિમિટેડ 5જી ડેટા અને કોલિંગ ઓફર કરાઈ રહ્યો છે. જ્યારે આ સાથે ડેઈલી 2.5GB ડેટા અને રોજ 100SMS ની સુવિધા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે