આવી રહ્યો છે સૌથી સસ્તો 4G ફોન Jio Phone Next, લોન્ચ પહેલા સામે આવી મહત્વની જાણકારી

જીયોએ અત્યાર સુધી JioPhone Next ની કિંમતોનો ખુલાસો કર્યો નથી. પરંતુ ઘણી અફવાઓમાં સામે આવ્યું છે કે JioPhone Next 3499 રૂપિયાથી ઓછી કિંમતમાં આવશે.

આવી રહ્યો છે સૌથી સસ્તો 4G ફોન Jio Phone Next, લોન્ચ પહેલા સામે આવી મહત્વની જાણકારી

નવી દિલ્હીઃ જો પિચની કમી ન હોત તો તમે અત્યાર સુધી રિલાયન્સ જીયો સ્ટોરમાં જઈને સૌથી સસ્તો 4G ફોન Jio Phone Next ખરીદી લીધો હોત. ભારતમાં જીયોના પ્રથમ સ્માર્ટફોનનું વેચાણ સપ્ટેમ્બરમાં શરૂ થવાનું હતું, પરંતુ મેન્યુફેક્ચરિંગમાં આવેલા વિલંબને કારણે જીયોએ તેનું લોન્ચિંગ ટાળી દીધું હતું. હવે દિવાળી પહેલા જીયો પોતાની પ્રથમ સેલની યજમાની કરવાનું છે. Google ના સહયોગથી ડિઝાઇન કરવામાં આવેલ JioPhone Next મુખ્ય રૂપથી એક બજેટ સ્માર્ટફોન છે, જે પ્રથમવાર સ્માર્ટફોન ખરીદનાર માટે અને ઓછી આવક ધરાવતા લોકો માટે એક શાનદાર ફોન સાબિત થશે. તે Google ના Android OS ના એક વિશેષ વર્ઝન પર ચાલે છે. આવો તમને જણાવીએ આ ફોન સાથે જોડાયેલી વિગત..

JioPhone Next ની કિંમત
જીયોએ અત્યાર સુધી JioPhone Next ની કિંમતોનો ખુલાસો કર્યો નથી. પરંતુ ઘણી અફવાઓમાં સામે આવ્યું છે કે JioPhone Next 3499 રૂપિયાથી ઓછી કિંમતમાં આવશે. તે ભારતમાં લોન્ચ થનાર સૌથી સસ્તો એન્ડ્રોયડ ફોનમાંથી એક હશે. 

JioPhone Next ના ફીચર્સ
તેની કિંમતની જેમ જીયોએ અત્યાર સુધી ડિટેલ્સ સ્પેસિફિકેશન્સનો ખુલાસો કર્યો નથી. RIL AGM 2021 માં લોન્ચ ઇવેન્ટના આધાર પર માહિતી છે કે જીયોએ Google ના સહયોગથી JioPhone Next  વિકસિત કર્યો છે. JioPhone Next માં એક કોમ્પેક્ટ ડિસ્પ્લે છે, જેની ચારે તરફ મોટો બેજેલ્સ છે, સ્ક્રીન સાઇઝ 5.5 હોવાની સંભાવના છે. આ સસ્તો પોન હોવાને કારણે તેમાં ક્વાલકોમ  QM215 ચિપસેટનો ઉપયોગ કરવાની આશા છે, જે એન્ટ્રી લેવલ એન્ડ્રોયડ ગો ફોન માટે છે. OS ના Android 11 Go વર્ઝન હોવાની સંભાવના છે. અફવાઓએ તે પણ સૂચન કર્યું છે કે તેમાં 2500mAh ની બેટરી હશે અને તે 2જીબી અને 3જીબી રેમ ઓપ્શનની સાથે આવશે. 

JioPhone નેક્સ્ટમાં Google Assistant, ઓન-સ્ક્રીન ટેક્સ્ટ માટે ઓટોમેટિક રીડ-અલાઉડ અને લેંગ્વેજ જેવી સર્વિસ હાજર છે. JioPhone Next માં કોમ્પેક્ટ 5.5 ઇંચ એચડી ડિસ્પ્લે હોઈ શકે છે. ફોન ક્વાલકોમ QM215 SoC પ્રોસેસરની સાથે આવી શકે છે. JioPhone Next માં પાછળની તરફ 13MP કેમેરા સેન્સર અને ફ્રંટમાં 8MP નો સેલ્ફી કેમેરા હોઈ શકે છે. ખબર છે કે જીયો ફોન નેક્સ્ટને ગ્રાહક EMI પર ખરીદી શકશે. તેની પાછળ કંપનીનો ઈરાદો છે કે ફોન ખરીદવા દરમિયાન ગ્રાહક પર એક સાથે પૈસાનો બોજ ન પડે. રિલાયન્સ જીયો તે માટે ઘણી બેન્કો સાથે વાતચીત કરી છે ત્યારબાદ ફોન લેવા માટે માત્ર 500 રૂપિયાનું ડાઉન પેમેન્ટ આપવું પડશે. બાકીના પૈસા હપ્તાથી ચુકવવા પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news