આ છે ACમાં આગ લાગવાના મેઈન ત્રણ કારણો! જાણી લેજો નહીંતર લેવાના દેવા પડી જશે

અમેરિકામાં AC બ્લાસ્ટને મોટો અકસ્માત થયો હતો જેના કારણે સૌના હોશ ઉડી ગયા. એસી બ્લાસ્ટમાં 29 લોકોના મોત થયા હતા. નાની ભૂલથી મોટું નુકસાન થઈ શકે છે. આવો અમે તમને જણાવીએ કે એસીમાં બ્લાસ્ટ થવાની શક્યતા કેવી રીતે વધી જાય છે...

આ છે ACમાં આગ લાગવાના મેઈન ત્રણ કારણો! જાણી લેજો નહીંતર લેવાના દેવા પડી જશે

એસી ઉનાળામાં મહત્તમ રાહત આપે છે. પરંતુ આના કારણે અકસ્માતો પણ થઈ શકે છે. અમેરિકામાં AC બ્લાસ્ટને કારણે મોટો અકસ્માત થયો, જેણે સૌના હોશ ઉડાવી દીધા. એસી બ્લાસ્ટમાં ત્યાં 29 લોકો માર્યા ગયા અને $200 મિલિયનનું નુકસાન થયું. પરંતુ તમે વિચારતા હશો કે AC કેવી રીતે બ્લાસ્ટ થઈ શકે. નાની ભૂલથી મોટું નુકસાન થઈ શકે છે. આવો અમે તમને જણાવીએ કે એસીમાં બ્લાસ્ટ થવાની શક્યતા કેવી રીતે વધી જાય છે...

એસી બ્લાસ્ટનું સૌથી સામાન્ય કારણ
એર કંડિશનરમાં આગ લાગવાનું મુખ્ય કારણ હોઈ શકે છે નીયમીત સર્વીસ ન કરાવવી, જેના કારણે એર કંડિશનરના ભાગોમાં ધૂળ જમા થઈ જાય છે અને તેના કારણે એસી વધુ હીટ પકડે છે. વધારે હીટના કારણે એર કંડિશનરમા ઈશ્યુ થઈ શકે છે અને આગનું જોખમ વધી શકે છે.

AC ની નજીક ન રાખો ફ્લેમેબલ મટીરીયલ
એર કંડિશનરની નજીક કાગળ, પાંદડા અને કાટમાળના ઢગલા આગ લાગવાની શક્યતા વધારી શકે છે. આનું કારણ એ છે કે AC નો ઉપયોગ કરવાથી તેની પાછળ ગરમ હવા નીકળી જાય છે, અને આ હવા કાગળ, પાંદડા અને કાટમાળને સળગાવી શકે છે.

નકલી પાર્ટ્સનો ઉપયોગ કરશો નહીં
એર કંડિશનરમાં કોઈ નવો ભાગ લગાવતા પહેલા તમારે તેની તપાસ કરાવી લેવી જોઈએ. જો ભૂલથી પણ કોઈ નકલી પાર્ટ એસીમાં ફીટ થઈ જાય તો અકસ્માત થઈ શકે છે. આના પરિણામે, એર કંડિશનર ધીમે ધીમે ઘસાઈ જાય છે અને આખરે કામ કરવાનું બંધ કરે છે.

આ રીતે સાચવો

ટાઈમ ટુ ટાઈમ સર્વીસ 
એર કંડિશનરને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો તેના એર વેન્ટ્સ, ફિલ્ટર્સ, કોઇલ અને ફિન્સમાં ગંદકી અને ધૂળના કણો જમા થઈ જાય છે. આ  ધૂળ અને ગંદકી સામાન્ય રીતે હવાના સામાન્ય પ્રવાહને અવરોધે છે, જેના પરિણામે ACની કામગીરી પ્રભાવિત થઈ શકે છે અને અંતે આગ લાગવાનું જોખમ વધી જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news