આ વર્ષે Maruti Suzuki બે નવા મોડલ લાવશે બજારમાં, આ છે તેની ખાસિયતો

કંપનીના ચેરમેન આર સી ભાર્ગવે સોમવારે તેની જાણકારી આપી છે. વાહન ક્ષેત્રની પ્રમુખ કંપનીએ હાલના નાણાકીય વર્ષમાં પણ બે નવા મોડલ લોન્ચ કર્યા હતા. જોકે કંપની તેમને હાલના મોડલને અપડેટ કરી રહી છે.

આ વર્ષે Maruti Suzuki બે નવા મોડલ લાવશે બજારમાં, આ છે તેની ખાસિયતો

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઇ) અગાઉના નાણાકીય વર્ષ 2019-20માં બે સંપૂર્ણ નવા મોડલ લોન્ચ કરવા જઇ રહી છે. કંપનીના ચેરમેન આર સી ભાર્ગવે સોમવારે તેની જાણકારી આપી છે. વાહન ક્ષેત્રની પ્રમુખ કંપનીએ હાલના નાણાકીય વર્ષમાં પણ બે નવા મોડલ લોન્ચ કર્યા હતા. જોકે કંપની તેમને હાલના મોડલને અપડેટ કરી રહી છે. આ મોડલમાં જૂન સુધીમાં એરબેગ, સીટ બેલ્ટ રિમાઇન્ડર, રિવર્સ પાર્કિંગ સેન્સર જેવી વસ્તુઓ જોડવામાં આવશે જેથી સુરક્ષા નિયમોને પૂરા કરી શકાય.

ભાર્ગવે પીટીઆઇ ભાષાને કહ્યું કે, 2019-20માં બે નાવ મોડલ લોન્ચ કરી રહ્યાં છીએ. તેમણે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષના ચોથી ક્વાર્ટરમાં કંપની એક મોડલનું નવું વર્ઝન બહાર પાડશે. કહેવામાં આવી રહ્યું છે કે આ નવું ઉત્પાદન કંપનીની લોકપ્રિય કૉમ્પેક્ટ કાર વેગન આરનું નવું સંસ્કરણ હશે. કંપની પહેલા જ ચાલુ નાણાકીય વર્ષમાં તેમની મલ્ટી પર્પસ કાર અર્ટિગા અને સેડાન સિયાઝનું નવું વર્ઝન લોન્ચ કરી ચુકી છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં કંપનીએ નવી સ્વિફ્ટ કાર પણ લોન્ચ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર સંપૂર્ણ રીતે નવા મોડલ કંપનીના પ્રીમિયમ સીરીઝ નેક્સા દ્વારા વેચવામાં આવશે. ત્યારે બીજું નવું મોડલ એરિના આઉટલેટ્સ દ્વારા વેચવામાં આવશે. વેચાણની દર્શ્ય વિશે પુછતા ભાર્ગવે કહ્યું કે કંપની 2019માં નવા મોડલના કારણે વેચાણને લઇને ઘણી આશા છે.

હાલના મોડલોને નવા સુરક્ષા નિયમોને અનુકૂળ બનાવવા માટે કરવામાં આવી રહેલી તૈયારીઓ પર મારૂતિના વરિષ્ઠ કર્મચારી નિયામક (એન્જિનિયરિંગ) સી વી રમને કહ્યું કે આ વર્ષે જૂન સુધીમાં બધા મોડલોમાં એરબેગ, સીટ બેલ્ટ રિમાઇન્ડર અને રિવર્સ પાર્કિંગ સેન્સર જેવી ખાસિયતો જોડી દેવામાં આવશે. તેમણે કહ્યું કે અત્યારે અમારા સાત મોડલ આ નિયમોનું અનુપાલન કરી રહ્યાં છે. મુખ્ય ત્રણ મોડલ પર અમે કામ કરી રહ્યાં છે.

કંપનીએ તેમના મોડલની સેફ્ટી ફીચર અપડેટ કરવાની શરૂઆત 2016માં વિટારા બ્રેઝાથી કરી હતી. સરકારના નિયમો અનુસાર 1 જૂન, 2019થી બધા વાહનો ઉત્પાદકો માટે તેમને વાહનોમાં એર બેગ, સીટ બેલ્ટ રિમાઇન્ડર અને રિવર્સ પાર્કિંગની સુરક્ષા ઉપાય જરૂરી રહેશે. આ ઉપરાંત જે મોડલ બજારમાં છે તેમને એપ્રિલ 2019 સુધી એન્ટી લોક બ્રેકિંગ પ્રણાલી (એબીએસ) લગાવવાની રહેશે. ત્યારે બધા નવા મોડલ માટે એબીએસ એપ્રિલ 2018થી અનિવાર્ય કરવામાં આવ્યું છે.
(ઇનપુટ: ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news