આ મહિને લોન્ચ થશે Maruti ની સૌથી સસ્તી SUV, આવા હશે ફીચર્સ

મારૂતિની એસ પ્રેસોમાં 27 લીટર ઓઇલની ક્ષમતાવાળું ફ્યૂલ ટેંક હશે. હાલની ક્વિડમાં 28 લીટરની ફ્યૂલ ટેંક છે. મારૂતિની અપકમિંગ કારની માઇલેજ પણ 24 કિમી પ્રતિ લીટરની આસપાસ હોઇ શકે છે. જ્યારે ક્વિડ 22ની માઇલેજ આપે છે. 

આ મહિને લોન્ચ થશે Maruti ની સૌથી સસ્તી SUV, આવા હશે ફીચર્સ

નવી દિલ્હી: દેશના ઓટો માર્કેટના વેચાણમાં ઘટાડો આવતાં વાહન નિર્માતા કંપનીઓ સસ્તી કારો લોન્ચિંગ પર કામ કરી રહી છે. થોડા દિવસો પહેલાં રિનોલ્ટે સસ્તી 7 સીટર એમપીવી લોન્ચ કરી છે. તેને કાર પ્રેમીઓ વચ્ચે ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. હવે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી  (Maruti Suzuki) સૌથી નાની અને સસ્તી એસયૂવી S-Presso (Maruti Suzuki S-Presso) ને લોન્ચ કરવા જઇ રહી છે. 

નાની એસયૂવી માટે ક્રેઝી છે લોકો
Maruti ની નવી એસયૂવી  માટે લોકો પણ ખૂબ ક્રેઝી છે, કારણ કે મીડિયા રિપોર્ટ્સમાં તેને સસ્તી એસયૂવી ગણાવવામાં આવી છે. મારૂતિની આગામી આ નવી કારની રિનોલ્ટ ક્વિડ (Renault Kwid) સાથે ટક્કર ગણવામાં આવી છે. મારૂતિની S-Presso SUV કંપનીની એંટ્રી લેવલ કાર હશે. તેનું લોન્ચિંગ 30 સપ્ટેમ્બરના રોજ કરવાની આશા છે.

કારના નવા ફીચર્સ મીડિયામાં લીક થયા
કારની લોન્ચિંગ પહેલાં Maruti S-Presso ના ઘણા ફીચર્સ મીડિયામાં લીક થઇ ચૂક્યા છે. મારૂતિની આ નાની એસયૂવીમાં BS6 માનક દંડવાળુ એંજીન હશે. કંપની તેને ચાર વેરિએન્ટમાં ઇન્ડીયન માર્કેટમાં લોન્ચ કરશે. મારૂતિ દ્વારા કારમાં પેટ્રોલ અને સીએનજી એન્જીન આપવામાં આવશે.
मारुति सुजुकी, Maruti Suzuki, S Presso, Maruti S Presso, s presso suv, dimensions and features

આવું હશે એન્જીન
SUV S-Presso માં 1.0 લીટરનું પેટ્રોલ એંજીન હશે. આ એંજીનની 68 hp પાવર હશે અને આ 90 Nm નો ટોર્ક જનરેટ કરશે. કારને કંપની દ્વારા મેન્યુઅલ અને ઓટોમેટિક બંને વેરિએન્ટમાં રજૂ કરવામાં આવશે. એ પણ સમાચાર છે કે ઓટોમેટિક વેરિએંટને કંપની થોડા દિવસો બાદ લોન્ચ કરશે. એસ પ્રેસોની કોન્સેપ્ટ કારને કંપનીએ વર્ષ 2018માં ઓટો એક્સપો દરમિયાન લોન્ચ કરી હતી. 

ક્વિડ કરતાં આ મામલે અલગ
ઓટો કાર ઇન્ડીયામાં પ્રકાશિત સમાચાર અનુસાર મારૂતિ એક્સ-પ્રેસોની લંબાઇ 3565 mm, પહોળાઇ 1520 mm, પહોળાઇ 1564 mm અને વ્હીલ બેસ 2380 mm હશે. જ્યારે રિનોલ્ટ ક્વિડની લંબાઇ 679 mm, પહોળાઇ 1579 mm, ઉંચાઇ 1478 mm અને વ્હીલ બેસ 2422 mm છે. એટલે કે ઉંચાઇમાં મારૂતિની નવી કાર ક્વિડ કરતાં આગળ છે.
मारुति सुजुकी, Maruti Suzuki, S Presso, Maruti S Presso, s presso suv, dimensions and features

માઇલેજ પણ દમદાર
કહેવામાં આવી રહ્યું છે કે મારૂતિની એસ પ્રેસોમાં 27 લીટર ઓઇલની ક્ષમતાવાળું ફ્યૂલ ટેંક હશે. હાલની ક્વિડમાં 28 લીટરની ફ્યૂલ ટેંક છે. મારૂતિની અપકમિંગ કારની માઇલેજ પણ 24 કિમી પ્રતિ લીટરની આસપાસ હોઇ શકે છે. જ્યારે ક્વિડ 22ની માઇલેજ આપે છે. 

કારનો લુક 
ટેસ્ટિંગ દરમિયાન બતાવવામાં આવેલી એસ-પ્રેસો દેખાવમાં તેનો સ્પોર્ટી લુક જ લાગે છે. જાણકારોની આશા છે કે મારૂતિ તેને સસ્તી કાર તરીકે લોન્ચ કરશે, એવામાં તેની શરૂઆતી કિંમત 4 લાખ રૂપિયા હોઇ શકે છે. કંપની તેનું વેચાણ અરીના ડીલરશિપ દ્વારા કરશે. મારૂતિએ એસ-પ્રેસોના કોન્સેપ્ટને ઓટો એક્સપો-2018માં લોન્ચ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news