આ સપ્તાહે લોન્ચ થશે વનપ્લસ-મોટો સહિત આ 4 દમદાર સ્માર્ટફોન, જાણો ફીચર્સ

ભારતમાં ઓક્ટોબર મહિનાના બીજા સપ્તાહમાં અનેક સ્માર્ટફોન લોન્ચ થવાના છે. આ મહિને કંપનીઓ Realme, Motorola, OnePlus અને અન્ય જેમ કે બ્રાન્ડોના ફોન લોન્ચ થશે. 
 

આ સપ્તાહે લોન્ચ થશે વનપ્લસ-મોટો સહિત આ 4 દમદાર સ્માર્ટફોન, જાણો ફીચર્સ

નવી દિલ્હીઃ ફેસ્ટિવ સીઝનની શરૂઆતની સાથે ઓક્ટોબરમાં ભારતીય બજારમાં અનેક સ્માર્ટફોન લોન્ચ થવાના છે. સ્માર્ટફોન કંપનીઓ દર મહિને પોતાના સ્માર્ટફોનને નવા અને લેટેસ્ટ ફીચર્સની સાથે રજૂ કરે છે. ભારતમાં ઓક્ટોબર મહિનાના બીજા સપ્તાહમાં અનેક સ્માર્ટફોન લોન્ચ થવાના છે. આ મહિને કંપનીઓ Realme, Motorola, OnePlus અને અન્ય જેમ કે બ્રાન્ડોના ફોન લોન્ચ થશે. 

Motorola E40, લોન્ચ ડેટ- 12 ઓક્ટોબર
મોટોરોલાએ ભારતમાં Moto E40 લોન્ચ કરવાની જાહેરાત કરી છે. સ્માર્ટફોન 12 ઓક્ટોબરે લોન્ચ થશે અને તેને ફ્લિપકાર્ટ પર ટીઝ કરવામાં આવ્યું છે. ફોનમાં પંચ-હોલ ડિઝાઇન, 90Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને 400 નિટ્સની પીક બ્રાઇટનેસ હશે, જે 1.8GHz ની ક્લોક સ્પીડની સાથે Unisoc T700 ઓક્ટા-કોર પ્રોસેસરથી લેસ હશે. 

Realme gt neo 2, લોન્ચ ડેટ- 13 ઓક્ટોબર
Realme GT Neo 2 ભારતમાં 13 ઓક્ટોબરે લોન્ચ થવાનો છે. સ્માર્ટફોન સ્નેપડ્રેગન 870 પ્રોસેસર, 12GB રેમની સાથે 256GB ઇન્ટરનલ સ્ટોરેજ અને 120Hz રિફ્રેશ રેટની સાથે Samsung E4 AMOLED ડિસ્પ્લે,  600Hz ટચ સેમ્પલિંગ રેટ અને 1300 નિટ્સની પીક બ્રાઇટનેસથી લેસ હશે. પાવર બેકઅપ માટે ફોનમાં 5000mAh ની બેટરી જે 65W સુપરડાર્ટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે. આ સિવાય કંપની આ સ્માર્ટફોનને સ્ટેનલેસ સ્ટીલ વેપર કૂલિંગ સિસ્ટમની સાથે પેક કરે છે, જેનાથી તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસથી ઓછુ થઈ જાય છે. 

Oneplus 9Rt, લોન્ચ ડેટ- 13 ઓક્ટોબર
OnePlus 9RT ભારતમાં 13 ઓક્ટોબરે લોન્ચ થવાનો છે. બેંચમાર્ક લિસ્ટિંગ અનુસાર અપકમિંગ વનપ્લસ સ્માર્ટફોનમાં 6.55  ઇંચની સેમસંગ ઈ3 ફુલ-એચડી+ (1,080x2,400 પિક્સલ) સુપર એમોલેડ ડિસ્પ્લે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શનની સાથે હશે. OnePlus 9RT ને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપની સાથે પેક કરવામાં આવ્યો છે, જેમાં 50 મેગાપિક્સલનો Sony IMX766 પ્રાઇમરી સેન્સર, 16 મેગાપિક્સલનું Sony IMX481 સેન્સર અને 2 મેગાપિક્સલનું બ્લેક એન્ડ વ્હાઇટ સેન્સર સામેલ છે. ફ્રંટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો Sony IMX471 સેલ્ફી કેમેરો સામેલ છે. 

Asus 8z, લોન્ચ ડેટ- NA
Asus 8Z (ZenFone 8)  સિરીઝની ભારતમાં લોન્ચ થવાની પુષ્ટિ થઈ ગઈ છે. ફોનને સૌથી પહેલા મેમાં Asus ZenFone 8 Flip ની સાથે રજૂ કરવામાં આવ્યો હતો. ટીઝર સત્તાવાર વેબસાઇટ પર સ્પેસિફિકેશન અને ફીચર્સની સાથે ઉપલબ્ધ છે. પરંતુ કંપનીએ અત્યાર સુધી ફોનની લોન્ચિંગ ડેટનો ખુલાસો કર્યો નથી. આ ફોનમાં HDR10 અને 120Hz રિફ્રેશ રેટની સાથે 5.9 ઇંચની ફુલ એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news