જ્યાં સુધી આ દરિયાદિલ ઉદ્યોગપતિ છે ત્યાં સુધી મોંઘી વસ્તુઓ પણ મળશે સસ્તામાં! હંમેશા કરે છે લોકોની ચિંતા

Mobile Bill: સરકારની જાહેરાત બાદ રોકેટ બન્યો આ શેર, ટાટા હવે સરકારી ટેલિકોમ કંપની સાથે મળીને તૈયાર કરશે નવો પ્રોજેક્ટ. બીએસએનએલને અપડેટ કરવાની સાથો સાથ મહાનગર ટેલિફોન નિગમ લીમીટેડની સાથે મળીને ટાટા ગ્રાહકોને મળતી સેવા સસ્તા દરે પુરી પાડવા પ્રયાસ કરશે. BSNL સાથે મળી આ દિગ્ગજ કંપની આપશે સાવ સસ્તા મોબાઈલ પ્લાન! Jio, Airtel ને ઝટકો.

1/12
image

Reliance Jio Vs Airtel Vs BSNL: જિયો, એરટેલે ટેરિફ વધારીને કરી ભૂલ! BSNLને મળ્યો ટાટાનો સાથ, હવે ભારત સરકારી બનાવ્યો મજબૂત પ્લાન, ફોન બિલના નહીં ભરવા પડે વધારે રૂપિયા. સાવ સસ્તામાં લોકો મળશે ટેલિફોમ સેવા. જિઓેને ભાવ વધારે ભારે પડી શકે છે....

2/12
image

Telecom Sector: સોશિયલ મીડિયા પર હાલ અંબાણીના નામે ખાસા મીમ્સ બની રહ્યાં છે. ખાસ કરીને દિકરાના લગ્નમાં તોતિંગ ખર્ચ કરનાર અંબાણીએ જ્યારે જીઓના ટેરિફમાં વધારો કર્યો ત્યારે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. એવામાં અંબાણીએ ટેરિફ ચાર્જ વધાર્યા તો કરોડો મોબાઈલ ગ્રાહકોની વહારે આવ્યાં રતન ટાટા. જાણો સરકાર સાથે જોડાઈની શું તૈયાર કરવામાં આવ્યો છે પ્લાન...

ટાટાના સાથથી રોકેટ બન્યો સરકારી શેરઃ

3/12
image

19 રૂપિયાનો શેર આજે 76 રૂપિયાનો થઈ ગયો છે. ટેલિકોમ મંત્રી જ્યોતિ રાદિત્ય સિંધિયાની જાહેરાત બાદ રોકેટ બનીને ઉડવા લાગ્યો છે આ શેર. આ શેરનું નામ છે MTNL જેનું આખું નામ છે મહાનગર ટેલિફોન નિગમ લિમીટેડ. આ એક PSU શેર છે. પીએસયુ એટલેકે, એમટીએનએલ એક સરકારી કંપની છે. હવે આ સરકારી કંપનીને મળી ગયો છે ભારતની એક દિગ્ગજ કંપનીનો સાથ. 

સાવ સસ્તામાં ફોન સેવા પુરી પાડશેઃ

4/12
image

ભારતના એક દિગ્ગજ ઉદ્યોગપતિએ ઝડપ્યું છે દેશવાસીઓને સસ્તામાં ફોન સેવા પુરી પડવાનું બીડું. લોકોની સેવાની વાત હોય, ત્યારે દેશમાં એક જ કંપની એક જ ઉદ્યોગપતિ એવા છે જે પોતાના પ્રોફિટને એટલેકે, નફા-નુકસાનની પરવાહ કર્યા વિના દેશને પહેલાં રાખીને હંમેશા કામ કરતા આવ્યાં છે. આ દિગ્ગજ ઉદ્યોગપતિ એ જ છે જેમણે સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને ભારતમાં દુનિયાની સૌથી સસ્તી કાર પણ લોન્ચ કરી હતી. હવે આ જ દિગ્ગજ ઉદ્યોગપતિ દેશભરના ટેલિકોમ સેક્ટરમાં એક નવી ક્રાંતિ લાવવા જઈ રહ્યાં છે. ભારત સરકાર સાથે મળીને આ દિગ્ગજ ઉદ્યોગપતિ દેશવાસીઓને સૌથી સસ્તામાં ટેલિકોમ સેવા અને ઈન્ટરનેટ પ્રોવાઈડ કરવાનો ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે. આ ઉદ્યોગપતિ એટલે બીજું કોઈ નહીં પણ ટાટા ગ્રૂપના રતન ટાટા. 

5/12
image

ઉદ્યોગ જગતમાં ટાટાનું નામ ખુબ જ ઈજ્જતથી લેવામાં આવે છે. કારણકે, તેઓનો ભાવ હંમેશાથી દેશવાસીઓને સસ્તામાં સારી સુવિધા કઈ રીતે મળી શકે તેવો રહ્યો છે. તેઓ નાના માણસની જરૂરિયાતને પણ પહોંચી વળવા પ્રયાસ કરે છે. ટાટા ગ્રૂપની ટાટા ટેલિકોમ (મહારાષ્ટ્ર) નો સુસ્ત પડેલો શેર પણ હવે દોડવા લાગ્યો છે. 

6/12
image

ટાટા અને સરકારી કંપની એમટીએનએલ સાથે મળીને બીએસએનએલને પ્રમોટ કરશે. ઝડપથી 4જી અને 5જી સેવાઓ શરૂ કરવાનો સરકારનો પ્લાન. અન્ય પ્રાઈવેટ કંપનીઓની ટેલિકોમ સેક્ટરમાં ચાલતી મોનોપોલી ખતમ કરવા માટે સરકારનો માસ્ટર પ્લાન.

ખાનગી કંપનીઓની મનમાની સહન કરવામાં આવશે નહીં-

7/12
image

ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે BSNL અને MTNL શક્ય તેટલી વહેલી તકે 4G અને 5G સેવાઓ શરૂ કરશે. આ સેવાઓ સાથે, સરકારી ટેલિકોમ કંપનીઓમાં ઝડપી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર દરરોજ તેના પર નજર રાખી રહી છે. BSNLએ હજુ સુધી 4G અને 5G સેવાઓ શરૂ કરી નથી, પરંતુ હવે સરકાર તેના પર ઝડપથી કામ કરી રહી છે. ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું કહેવું છે કે BSNL અને MTNL શક્ય તેટલી વહેલી તકે 4G અને 5G સેવાઓ શરૂ કરશે.

Jio અને Airtel સ્પર્ધાનો સામનો કરશે-

8/12
image

4G અને 5G નેટવર્કના રોલઆઉટ પછી, જ્યારે ખાનગી ટેલિકોમ કંપનીઓ ઝડપથી દોડવા લાગી, ત્યારે સરકારી ટેલિકોમ કંપનીઓ આ રેસમાં પાછળ રહેવા લાગી. પરંતુ હવે સરકાર ખાનગી કંપનીઓ માટે BSNLને વધુ સારા મેનેજમેન્ટ અને નાણાકીય દેખરેખ સાથે મજબૂત વિકલ્પ તરીકે રજૂ કરવાની યોજના બનાવી રહી છે. ટેલિકોમ સેવા મજબૂત કરવામાં આવી રહી છે.

BSNL પ્લાન કેટલો સસ્તો છે?

9/12
image

રિલાયન્સ જિયો, એરટેલ જેવી ખાનગી કંપનીઓએ તેમની કિંમતોમાં 11% થી 25% સુધીનો વધારો કર્યો છે. એરટેલ અને વોડાફોનનો સૌથી સસ્તો 28 દિવસનો પ્લાન હવે 199 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે Jioનો 28 દિવસનો સૌથી સસ્તો પ્લાન 189 રૂપિયાનો છે. જ્યારે BSNLનો આવો જ પ્લાન માત્ર 108 રૂપિયામાં ઉપલબ્ધ છે. ખાનગી કંપનીઓની તુલનામાં, BSNLના પ્લાન ખૂબ જ સસ્તા અને સસ્તું છે.

10/12
image

અંબાણીએ ચાર્જ વધાર્યો તો ગ્રાહકોની વહારે આવ્યા TATA! સાવ સસ્તામાં મળશે ટેલિકોમ સેવા

11/12
image

ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે BSNL અને MTNL શક્ય તેટલી વહેલી તકે 4G અને 5G સેવાઓ શરૂ કરશે. આ સેવાઓ સાથે, સરકારી ટેલિકોમ કંપનીઓમાં ઝડપી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. 

12/12
image

ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે કહ્યું કે સરકાર દરરોજ તેના પર નજર રાખી રહી છે. BSNLએ હજુ સુધી 4G અને 5G સેવાઓ શરૂ કરી નથી, પરંતુ હવે સરકાર તેના પર ઝડપથી કામ કરી રહી છે. ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું કહેવું છે કે BSNL અને MTNL શક્ય તેટલી વહેલી તકે 4G અને 5G સેવાઓ શરૂ કરશે.