ઓગસ્ટમાં લોન્ચ થનારી આ ગાડીઓનો જબરદસ્ત ક્રેઝ, Mahindra અને Tataની નવી SUV ધૂમ મચાવશે

Tata Mahindra Citroen New Car Launch In August 2024: ઓગસ્ટ 2024 ભારતીય ઓટોમોટિવ માર્કેટ માટે ખુબ ખાસ રહેવાનો છે, જ્યાં ટાટા મોટર્સ પોતાની પ્રથમ એસયુવી કૂપે લોન્ચ કરશે, તો સિટ્રોએન પણ બસાલ્ટ લાવી રહ્યું છે. તો મહિન્દ્રા પોતાની 5 ડોર થાર રોક્સ લોન્ચ કરવાનું છે. 

ઓગસ્ટમાં લોન્ચ થનારી આ ગાડીઓનો જબરદસ્ત ક્રેઝ, Mahindra અને Tataની નવી SUV ધૂમ મચાવશે

New Car Launches In August 2024: આગામી મહિને ભારતીય બજારમાં 3 એવી ગાડીઓ લોન્ચ થવા જઈ રહી છે, જેની ગ્રાહકો આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. જ્યાં એક તરફ ટાટા મોટર્સની પ્રથમ એસયુવી કૂપે કર્વ છે, તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પોતાના 5 ડોર થાર મોડલને થાર રોક્સના રૂપમાં રજૂ કરી રહી છે. ત્યારબાદ સિટ્રોએન પણ પોતાની એસયુવી કૂપે બસાલ્ટ લાવી રહી છે, જે કંપનીની ભારતીય બજારમાં ઉપસ્થિતિ વધારવાની સાથે બાકી મિડસાઇજ એસયુવી માટે નવો પડકાર રજૂ કરશે. તો આવો એક-એક કરી આ કાર વિશે તમને વિસ્તારથી જણાવીએ.

ટાટા કર્વ
ટાટા મોટર્સ આગામી 7 ઓગસ્ટે ભારતીય બજારમાં પોતાની પ્રથમ એસયુવી કૂપે ટાટા કર્વને લોન્ચ કરવા જઈ રહી છે, જે કંપનીની સૌથી સ્ટાઇલિશ રજૂઆત થવાની છે. ટાટા કર્વના ઈલેક્ટ્રિક વેરિએન્ટને પહેલા લોન્ચ કરી શકાય છે અને પછી આવનારા સમયમાં તેને આઈસી એન્જિન, એટલે કે પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટને પણ લોન્ચ કરવામાં આવશે. પાવરફુલ લુક, મોડર્ન ફીચર્સ, ટોપ ક્લાસ સેફ્ટીથી લેસ ટાટા કર્વ મિડસાઇઝ એસયુવી સેગમેન્ટમાં બાકી કંપનીઓ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. 

મહિન્દ્રા થાર રોક્સ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આગામી 15 ઓગસ્ટે દેશ-દુનિયામાં પોતાની 5 ડોર થાર લોન્ચ કરવા જઈ રહી છે, જેનું નામ થાર રોક્સ રાખવામાં આવ્યું છે. 3 ડોરના મોડલને મુકાબલે સારો લુક, ઘણા બધા લેટેસ્ટ ફીચર્સ અને પાવરફુલ એન્જિનની સાથે ઘણી ખુબીઓથી લેસ થઈને આવી રહેલી મહિન્દ્રા થાર રોક્સ ભારતીય એસયુવી બજારમાં ધૂમ મચાવવાની ક્ષમતા ધરાવે છે. 

સિટ્રોએન બસાલ્ટ
ફ્રેન્ચ કાર કંપની સિટ્રોએન આગામી 2 ઓગસ્ટે ભારતીય બજારમાં પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરશે, જેનું નામ બસાલ્ટ છે. સિટ્રોએન બસાલ્ટ એસયુવી કૂપે સેગમેન્ટની કાર છે અને તે લુકમાં ખુબ આકર્ષક છે. તેમાં 1.5 લીટરનું પેટ્રોલ એન્જિન મળી શકે છે. ઈન્ટીરિયર અને ફીચર્સના મામલામાં સિટ્રોએન બસાલ્ટ દમદાર હશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news