WhatsAppની નવી ટ્રિક, દરેક વ્યક્તિને લાગશે બહુ કામ
વોટ્સએપમાં સતત ફિચર અપડેટ થઈ રહ્યા છે
Trending Photos
નવી દિલ્હી : વોટ્સએપમાં સતત ફિચર્સ અપડેટ થતા રહે છે જેમાં પ્રાઇવસીનો ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે. આ એપમાં પ્રાઇવસી માટે અનેક લેયર્સ છે જેનો ઉપયોગ તમે પોતાની અનુકુળતા પ્રમાણે કરી શકો છો. જો તમે ઓનલાઇન થાઓ તો પણ જાહેરમાં ઓનલાઇન ગેરહાજર દેખાવા માગતા હો તો એક ખાસ ટીકની વ્યવસ્થા થઈ છે. આ ટિક મારફતે તમે ઓનલાઇન હશો તો પણ ઓફલાઇન દેખાશો અને બ્લુ ટીકની સંપૂર્ણ ઝંઝટ સમાપ્ત થઈ જશે. આનો સીધો મતલબ એ છે કે તમે મેસેજ વાંચી લેશો તો પણ સામેની વ્યક્તિને આ વાતની ખબર નહીં પડે અને બ્લુ ટીક નહીં દેખાય.
બ્લુ ટિક અને લાસ્ટ સીન બંધ કરવા માટે સૌથી પહેલાં વોટ્સએપના સેટિંગમાં જાઓ અને એકાઉન્ટ પર ક્લિક કરો. આ પછી પ્રાઇવેટ સેટિંગ્સ પર ક્લિક કરો અને લાસ્ટ સીનના વિકલ્પ પર ક્લિક કરો. આ પછી તમને ત્રણ વિકલ્પ એવરીવર, માય કોન્ટેક્ટ્સ તેમજ નો બડીનો વિકલ્પ મળશે. તમે સ્વેચ્છાથી કોઈ એક વિકલ્પ પર ક્લિક કરી દો. જો તમે ઇચ્છતા હો તમારું લાસ્ટ સીન કોઈ ન જુએ તો આખરી વિકલ્પ નો બડી પર ક્લિક કરી શકો છો.
બ્લુ ટીક બંધ કરવાનો પણ રસ્તો છે. આ માટે વોટ્સએપના સેટિંગમાં જઈને એકાઉન્ટમાં ક્લિક કરીને પ્રાઇવસીમાં જાઓ. હવે તમારે બધાની નીચે read receiptsનો વિકલ્પ મળશે અને એની આગળ ટીકનું ઓપ્શન હશે. જો તમે ઇચ્છતા હો કે મેસેજ સાથે બ્લુ ટીક ના દેખાય તો આ વિકલ્પથી ટીકને હટાવી દો અને ઓન કરવા માટે ટીક કરી દો. આ ફિચર ઓફ કર્યા પછી તમને ખબર નહીં પડે કે તમારો મેસેજ વંચાયો છે કે નહીં. આ ફિચર ઓન કર્યા પછી મેસેજ વાંચ્યા પછી બે બ્લુ ટીક આવી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે