Petrol Pump Scam: આ 5 વાતનું ધ્યાન રાખશો તો પેટ્રોલ પંપ પર તમને ક્યારેય કોઈ છેતરી નહીં શકે

Petrol Pump Scam: અવનવા પેંતરા કરીને પેટ્રોલ ભરાવવા આવતા લોકો સાથે છેતરપિંડી થતી હોય છે. આજે તમને આવી જ કેટલીક બાબતો વિશે જણાવીએ જેનું ધ્યાન રાખશો તો તમારી સાથે પેટ્રોલ પંપ પર ક્યારેય છેતરપિંડી નહીં થાય

Petrol Pump Scam: આ 5 વાતનું ધ્યાન રાખશો તો પેટ્રોલ પંપ પર તમને ક્યારેય કોઈ છેતરી નહીં શકે

Petrol Pump Scam: પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા જઈએ ત્યારે નજર હતી દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ હોય છે. જો તમે થોડું ધ્યાન ન આપો તો તમારી સાથે છેતરપિંડી થઈ જાય છે. ઘણા પેટ્રોલ પંપ પર નફો વધારે કમાવાની લાલચમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે અને તેના માટે પેટ્રોલ પંપ પર નવા નવા નુસખા અજમાવવામાં આવે છે. અવનવા પેંતરા કરીને પેટ્રોલ ભરાવવા આવતા લોકો સાથે છેતરપિંડી થતી હોય છે. આજે તમને આવી જ કેટલીક બાબતો વિશે જણાવીએ જેનું ધ્યાન રાખશો તો તમારી સાથે પેટ્રોલ પંપ પર ક્યારેય છેતરપિંડી નહીં થાય. તો ચાલો તમને પણ જણાવીએ આ મહત્વની ટિપ્સ વિશે

મીટર 

જ્યારે પણ પેટ્રોલ ભરાવવા જાઓ ત્યારે મીટર ચેક કરવું. પેટ્રોલ ભરાવો તે સમયે મીટર પર ઝીરો હોય તે જરૂરી છે જો ઝીરો ન હોય તો કર્મચારીને આ અંગે જણાવો અને પછી જ પેટ્રોલ ભરાવાની શરૂઆત કરો.

વાતચીત

જ્યારે પણ પેટ્રોલ પંપ પર જાવ ત્યારે પેટ્રોલ પંપ ના કર્મચારી સાથે બરાબર રીતે વાત કરો કે તમારે કેટલા રૂપિયાનું પેટ્રોલ ભરાવું છે. તમારી ઉતાવળ તમારી સાથે છેતરપિંડી થવાનું કારણ બની શકે છે.

બિલ માંગવું

જરૂરી ન હોય તો પણ પેટ્રોલ ભરાવ્યા પછી બિલ અચૂકથી લેવું બિલમાં દરેક વિગત ધ્યાનથી વાંચી લેવી જેમકે પેટ્રોલની માત્રા, પેટ્રોલની કિંમત અને કુલ રાશિ કેટલી દર્શાવી છે તે.

પેટ્રોલની ગુણવત્તા

પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવની સાથે તેની ગુણવત્તા પણ લખેલી હોય છે પેટ્રોલ ભરાવતા પહેલા હંમેશા પેટ્રોલની ગુણવત્તા ચેક કરી લેવી. જેનાથી તમને ખ્યાલ આવશે કે પેટ્રોલમાં પાણી કે અન્ય અશુદ્ધિ છે કે નહીં.

સારું પેટ્રોલ પંપ

પોતાના વાહનમાં પેટ્રોલ ભરાવવા માટે હંમેશા એવી જગ્યાએ જ જવું જે વિશ્વસનીય હોય. જે જગ્યાએ તમને શંકા હોય કે તમારી સાથે છેતરપિંડી થઈ રહી છે તો આ અંગે તમે સંબંધિત અધિકારીઓને ફરિયાદ પણ કરી શકો છો.

આ બાબતોને પણ રાખો ધ્યાનમાં

- જ્યારે તમે પેટ્રોલ ભરાવો છો તો પછી ધ્યાન આપો કે પેટ્રોલની ખપત કેટલી છે. એટલે કે એક વખત પેટ્રોલ ભરાવ્યા પછી બીજી વખત તમારે ક્યારે પેટ્રોલ ભરાવાની જરૂર પડે છે. 

- પેટ્રોલ ભરાવવા માટે શક્ય હોય ત્યાં સુધી એક જ પેટ્રોલ પંપ પર જવું.

- પેટ્રોલ ભરાવતી વખતે વાહનમાં બેસી ન રહેવું હંમેશા આ વાહનની બહાર આવી જવું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news