3 દિવસ સુધી ચાલતી બેટરી સાથે નોકિયાનો સસ્તો ફોન થયો લોન્ચ, ફ્રીમાં મળશે ઈયરબડ્સ
નોકિયાએ મંગળવારે ભારતમાં પોતાનો વધુ એક સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ એક બજેટ સ્માર્ટફોન છે. ફોનની શરૂઆતી કિંમત 10299 રૂપિયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ નોકિયાએ મંગળવારે ભારતમાં પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન તરીકે Nokia C21 Plus સ્માર્ટફોનને લોન્ચ કરી દીધો છે. કંપનીએ તેને બજેટ ફોન રેન્જમાં ઉતાર્યો છે. ફોનમાં 13 મેગાપિક્સલના ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે અને કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જમાં ફોન 3 દિવસ સુધી ચાલશે. સ્માર્ટફોન એક રિયર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરથી લેસ છે અને બે વર્ષ માટે ક્વાટર્લી સિક્યોરિટી અપડેટ પ્રાપ્ત કરશે. Nokia C21 Plus ની શરૂઆતી કિંમત માત્ર 10299 રૂપિયા છે. આવો વિગતે આ ફોનની ખાસિયત અને ફીચર્સ વિશે જાણીએ.
ફોનની કિંમત અને ઓફર્સ
જ્યાં સુધી કિંમતની વાત છે તો નવા નોકિયા ફોન Nokia C21 Plus ભારતમાં બે સ્ટોરેજ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. 3જીબી રેમ અને 32GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 10299 રૂપિયા છે. તો 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 11299 રૂપિયા છે. ફોન અત્યારે ભારતમાં માત્ર નોકિયા ઈન્ડિયાની ઈ-શોપના માધ્યમથી ઉપલબ્ધ છે. Nokia C21 Plus વાર્મ ગ્રે અને ડાર્ક સિયાન કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.
ફ્રીમાં મળશે Nokia Wired Buds
ઉલ્લેખનીય છે કે કંપની Nokia C21 Plus સ્માર્ટફોનની ખરીદ પર લોન્ચ ઓફર્સ આપી રહી છે. કંપનીએ કહ્યું કે તે દરેક સ્માર્ટફોન યુનિટની સાથે Nokia Wired Buds ને શિપ કરશે. આ સિવાય કંપનીએ બધા જિયો ગ્રાહકોને 4000 રૂપિયાના બેનિફિટ્સની સાથે 10 ટકા વધારાની છૂટ આપી રહી છે.
Nokia C21 Plus ની ખાસિયત
સ્માર્ટફોન 2.5D કવર ગ્લાસની સાથે 6.517- ઇંચ LCD ડિસ્પ્લે, 20:9 ના આસ્પેક્ટ રેશિયો અને 720×1600 પિક્સલના રિઝોલ્યૂશનની સાથે આવે છે. આ ઓક્ટા-કોર યુનિસોક SC9863A પ્રોસેસરથી લેસ છે, જે 4 જીબી રેમ અને 64GB સુધી સ્ટોરેજની સાથે આવે છે. માઇક્રોએસડી કાર્ડથી સ્ટોરેજને 256 જીબી સુધી વધારી શકાય છે. ફોન એન્ડ્રોયડ 11 ગો એડિશન પર ચાલે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 13MP પ્રાઇમરી અને 2MP ડેપ્થ સેન્સર છે. ફ્રંટમાં 5MPનું સેલ્ફી શૂટર છે. ફોનમાં નોન-રિમૂવેબલ બેટરી છે, જેના વિશે કંપનીનું કહેવું છે કે એકવાર ચાર્જ કર્યા બાદ ફોન ત્રણ દિવસ સુધી ચાલશે. કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 4.2, 3.5mm જેક, માઇક્રો યુએસબી પોર્ટ અને યુએસબી 2.0 પોર્ટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે