8200mAh બેટરી અને 10.4 ઇંચની ડિસ્પ્લે સાથે આવ્યું Nokia T20 ટેબલેટ, આટલી છે કિંમત
ટેબના 3જીબી વેરિએન્ટની કિંમત 15499 રૂપિયા અને 4જીબી રેમવાળા વેરિએન્ટની કિંમત 16499 રૂપિયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ HMD Global એ ભારતમાં Nokia T20 ટેબલેટને લોન્ચ કરી દીધું છે. કંપનીનું આ પ્રથમ ટેબલેટ છે. તેને 3જીબી રેમ+32જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (વાઇફાઇ) અને 4જીબી+64જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (LTE) માં લોન્ચ કરવામાં આવ્યું છે. ટેબના 3જીબી વેરિએન્ટની કિંમત 15499 રૂપિયા અને 4જીબી રેમવાળા વેરિએન્ટની કિંમત 16499 રૂપિયા છે.
નોકિયા ટેબ T20 ના ફીચર અને સ્પેસિફિકેશન
ટેબમાં કંપની 2000x1200 પિક્સલ રિઝોલ્યુશન સાથે 10.4 ઇંચની LCD પેનલ આપી રહી છે. આ ટેબ 400 નિટ્સની બ્રાઇટનેસ અને SGS લો બ્લૂ લાઇટ સર્ટિફિકેશન સાથે આવે છે. 4જીબી સુધી રેમ અને 64જીબી સુધીના ઇન્ટરનલ સ્ટોરેજવાળા આ ટેબમાં પ્રોસેસર તરીકે Unisoc T610 SoC ચિપસેટ આપવામાં આવી છે.
512જીબી સુધીના માઇક્રો એસડી કાર્ડને સપોર્ટ કરનાર આ ટેબમાં તમને ફોટોગ્રાફી માટે 8 મેગાપિક્સલનો રિયર કેમેરો મળશે. તો ટેબના ફ્રંટમાં કંપની 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપી રહી છે. નોકિયા ટી20 ટેબ 8,200mAh ની બેટરીથી લેસ છે, જે 15 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. પરંતુ કંપની તેને 10 વોટના ચાર્જર સાથે શિપ કરી રહી છે.
આ પણ વાંચોઃ JioPhone Next: બજેટની સાથે-સાથે ફીચર્સમાં પણ આમ આદમી માટે ખાસ છે JioPhone Next, જાણો તમામ વિગત
ઓએસની વાત કરીએ તો ટેબ એન્ડ્રોયડ 11 ઓએસ પર કામ કરે છે. નોકિયા OZO ઓડિયો સપોર્ટવાળા આ ટેબમાં ડ્યૂલ માઇક્રોફોનની સાથે ડ્યૂલ સ્ટીરિયો સ્પીકર પણ આપવામાં આવ્યા છે.
કનેક્ટિવિટી માટે ટેબમાં વાઈ-ફાઈ અને LTE સિવાય જીપીએસ/A-GPS, બ્લૂટૂથ 5.0, યૂએસબી ટાઈપ-સી પોર્ટ અને 3.5mm હેડફોન જેક જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે. ટેબનું વાઈ-ફાઈ વેરિએન્ટ 465 ગ્રામ અને LTE વેરિએન્ટ 470 ગ્રામનું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે