લોન્ચ થશે OnePlus નો સૌથી સસ્તો Smartphone, ફીચર્સ હશે એક-એકથી ચઢિયાતા

જો કેમેરાની વાત કરીએ તો સ્માર્ટફોનમાં 64MP નો પ્રાઇમરી કેમેરા અને એક 8MP નો વાઇડ એંગલ લેન્સ મળી શકે છે. આ નવા ફોનમાં 5000mAh ની બેટરી મળવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Updated By: Feb 26, 2021, 07:19 PM IST
લોન્ચ થશે OnePlus નો સૌથી સસ્તો Smartphone, ફીચર્સ હશે એક-એકથી ચઢિયાતા

નવી દિલ્હી: જો તમને OnePlus ના સ્માર્ટફોન્સના પસંદ કરો છો તો આ સમાચાર જરૂર વાંચી લો. હવે પોતાના આગામી OnePlus 9 સીરીઝ સાથે એક એકદમ સસ્તો સ્માર્ટફોન (Smartphone) પણ લોન્ચ કરવાની છે. ફટાફટ જાણી લો આ નવા સ્માર્ટફોન્સમાં આવનાર ફીચર્સ વિશે....

લોન્ચ થશે નવો OnePlus 9R
અમરી સહયોગી વેબસાઇટ bgr.in ના અનુસાર એકદમ જલદી OnePlus 9R સ્માર્ટફોન લોન્ચ થવાનો છે. સમાચાર છે કે તેને OnePlus 9 સીરીઝનું સસ્તું વર્જન ગણવામાં આવી રહ્યું છે. 

OnePlus 9 મળશે ધાંસૂ પ્રોસેસર
પ્રાપ્ત માહિતી અનુસાર OnePlus 9R માં કંપની એકદમ જોરદાર પ્રોસેસર આપશે. રિપોર્ટ અનુસાર નવા OnePlus 9R માં Qualcomm Snapdragon 690 ચિપસેટ આપવામાં આવી રહ્યું છે. જો મેમરીની વાત કરીએ તો OnePlus 9R માં  8GB RAM અને 128GB સ્ટોરેજ આપવામાં આવી શકે છે. 

આગામી મહિને લોન્ચની સંભાવના
તમને જણાવી દઇએ કે OnePlus 9 ને રિલીઝ કરવામાં નહી આવે. એકદમ વ્યાજબી રહ્યા OnePlus 9R ને આગામી મહિને OnePlus 9 ની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. કંપનીએ તેની તૈયારી કરી લીધી છે. 

તાજેતરમાં ટિપ્સ્ટર Evan Blass એ આ નવા ફોનના નામનો ખુલાસો કરતાં સોર્સ કોર્ડ શેર કર્યો છે. જોકે અત્યાર સુધી OnePlus 9R ને લઇને અન્ય જાણકારીઓ શેર કરવામાં આવી નથી. 

જાણો શું હશે સ્પેસિફિકેશન્સ
પ્રાપ્ત જાણકારી અનુસાર આ નવા OnePlus 9R સ્માર્ટફોન (Smartphone) માં 6.5-inch ની  90Hz ડિસ્પ્લે મળી શકે છે. આ ઉપરાંત ફોનમાં યૂઝર્સને FHD+ રિઝોલ્યૂશન આપવામાં આવી શકે છે. જો કેમેરાની વાત કરીએ તો સ્માર્ટફોનમાં 64MP નો પ્રાઇમરી કેમેરા અને એક 8MP નો વાઇડ એંગલ લેન્સ મળી શકે છે. આ નવા ફોનમાં 5000mAh ની બેટરી મળવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube