વારંવાર ચાર્જિંગની ઝંઝટ ખતમ, આવી આવી ગયા 28 કલાક ચાલનાર Oppo Enco Earbuds, જાણો કિંમત

Oppo Enco Air2 Pro એક બજેટ TWS ઈયરબડ છે અને તે એક્ટિવ નોઇઝ કેન્સલેશન (ANC), 12.4mm ડ્રાઇવર અને ઘણા દમદાર ફીચર્સની સાથે આવે છે. જાણો વિગત....

વારંવાર ચાર્જિંગની ઝંઝટ ખતમ, આવી આવી ગયા 28 કલાક ચાલનાર Oppo Enco Earbuds, જાણો કિંમત

નવી દિલ્હીઃ ઓપ્પોએ ભારતમાં Enco Air2 Pro ના લોન્ચની સાથે પોતાના TWS પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે. કંપનીએ પોતાના લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન ઓપ્પો F21 પ્રો અને ઓપ્પો F21 પ્રો 5G ની સાથે ઈયરબડ્સની જાહેરાત કરી છે. Oppo Enco Air2 Pro એક બજેટ TWS ઈયરબડ છે અને તે એક્ટિવ નોઇઝ કેન્સલેશન (ANC), 12.4mm ડ્રાઇવર અને અનેક સુવિધાઓ સાથે આવે છે. 

Oppo Enco Air2 Pro: કિંમત અને ઉપલબ્ધતા
કંપનીના લેટેસ્ટ TWS ઈયરબડ્સ ઓપ્પોના ઓનલાઇન સ્ટોર અને મેનલાઇન રિટેલ આઉટલેટથી 3499 રૂપિયાની કિંમત પર ખરીદવા માટે ઉપલબ્ધ થશે. 

Oppo Enco Air2 Pro: સ્પેસિફિકેશન
Oppo Enco Air2 Pro માં 12.4 મિમી ટાઇટેનઇઝ્ડ ડાયફ્રામ ડ્રાઇવર, એક કસ્ટમ-નિર્મિત મોટી રિયર ચેમ્બર છે જે ઉંડા બાસ અને સમગ્ર સંતુલિત સાઉન્ડ ઉત્તપન્ન કરવા માટે Enco Live બાસ ટ્યૂનિંગની સાથે કામ કરે છે. ઈયરબડ્સ એક્ટિવ નોઇઝ કેન્સલેશનને સપોર્ટ કરે છે જે લો-ફ્રીક્વેન્સી સાઉન્ડની સાથે-સાથે આસપાસથી હાઈ-ફ્રીક્વેન્સીને સપોર્ટને બેઅસર કરવાનો દાવો કરે છે. ઈયરબડ્સ પણ ટ્રાન્સપરન્સી મોડની સાથે આવે છે. આ સિવાય TWS ઈયરબડ્સ પણ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે અને દાવા અનુસાર 10 મિનિટ ચાર્જ 2 કલાક સાંભળવાનો સમય આપશે.

કોલિંગ માટે ઓપ્પોએ એઆઈ નોઇઝ કેન્સલેશનવાળુ ડ્યુઅલ માઇક્રોફોન આપ્યું છે. ઈયરબડ્સની અન્ય વિશેષતાઓમાં Enco Live Effects સામેલ છે જેમાં વોકલ બૂસ્ટ અને બાસ બૂસ્ટ સામેલ છે. જ્યાં સુધી બેટરીનો સવાસ છે, Enco Air2 Pro ને ચાર્જિંગ કેસ સહિત કુલ 28 કલાકની બેટરી લાઇફ આપવા માટે રેટ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે ઈયરબડ્સ એકવાર ચાર્જ કરવા પર 7 કલાક સુધી વાપરી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news