દેવાળિયું થવાના આરે શ્રીલંકા, શું ડૂબી ગયા ચીન-જાપાનના અબજો ડોલર?

શ્રીલંકાએ બીજા દેશો પાસેથી લીધેલું દેવું ચૂકવવામાં અસમર્થતા જાહેર કરી છે. શ્રીલંકાએ કહ્યું કે તે આગામી કેટલાંક વર્ષો સુધી બીજા દેશોની લોન ચૂકવી શકશે નહીં. શ્રીલંકાનું કુલ બીજા દેશોનું દેવું 5100 કરોડ ડોલરનું છે.

દેવાળિયું થવાના આરે શ્રીલંકા, શું ડૂબી ગયા ચીન-જાપાનના અબજો ડોલર?

કોલંબો: શ્રીલંકામાં આર્થિક સંકટ રોજે-રોજ વધતું જઈ રહ્યું છે. હવે સંકટમાં ફસાયેલા દેશે મંગળવારે જાહેરાત કરી કે તે આગામી કેટલાંક વર્ષો સુધી બીજા દેશોના 5100 કરોડ ડોલરનું દેવું ચૂકવી શકશે નહીં. તેનું કારણ છે દેશને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાંથી બેલઆઉટ પેકેજ મળી શક્યું નથી. શ્રીલંકાના ટ્રેઝર સેક્રેટરી મહિન્દ્રા સિરીવર્ધનેએ મંગળવારે આ જાહેરાત કરી. શ્રીલંકાના નાણાં મંત્રાલયે બીજા દેશની સરકારો અને અન્ય ક્રેડિટર્સને કહ્યું કે મંગળવાર પછી જે પણ વ્યાજ બાકી છે, તેની ચૂકવણી માટે રાહ જોવી પડશે અથવા તો પછી શ્રીલંકાના રૂપિયામાં પેમેન્ટ સ્વીકારવું પડશે.

IMF સાથે વાત ચાલતી રહેશે:
શ્રીલંકાની સરકારે કહ્યું કે આઈએમએફ સાથે બેલઆઉટ પેકેજને લઈને વાતચીત ચાલુ રહેશે. સરકારે બીજા દેશો સાથે દ્વિપક્ષીય સહયોગની આશા વ્યક્ત કરી છે. શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના નવા ગવર્નર નંદલાલ વીરસિંધેએ કહ્યું કે હાલના ફોરેન એક્સચેન્જનો ઉપયોગ જરૂરી સામાનના ઈમ્પોર્ટ માટે કરવામાં આવશે.

દેવામાં ડૂબેલું છે શ્રીલંકા:
શ્રીલંકાનું બીજા દેશોને ચૂકવવાનું દેવું 5100 કરોડ ડોલરનું છે. ગયા વર્ષે દેશ પર કુલ દેવું 3500 કરોડ ડોલરનું હતું. જોકે એક વર્ષમાં દેશનું દેવું 1600 કરોડ ડોલર સુધી વધી ગયું.

શ્રીલંકામાં કેમ આવી સ્થિતિનું નિર્માણ થયું:
શ્રીલંકાને આર્થિક પતનના માર્ગે અગ્રેસર કરવા માટે જવાબદાર છે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેની નીતિ. 2019માં જ્યારે સરકાર સત્તામાં આવી ત્યારે તેમણે બધા લોકોના ટેક્સ અડધા કરી દીધા હતા. તેનાથી સ્થિતિ વધારે ખરાબ થવા લાગી અને શ્રીલંકાના લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે મસમોટી રકમ ચૂકવવી પડી રહી છે.

શ્રીલંકામાં કેવી છે હાલ પરિસ્થિતિ:
1. દેશમાં પેટ્રોલ-ડીઝલ ખતમ થઈ ગયું
2. 13-13 કલાક વીજળી ગુલ
3. હોસ્પિટલનું કામકાજ અટકી ગયું
4. દેશ પર મોટું આર્થિક દેવું ચઢી ગયું
5. લોકોને ખોરાકની વસ્તુઓ મેળવવાના ફાંફા
6. શ્રીલંકાનો વિદેશ મુદ્રા ભંડાર ખતમ થઈ ગયો

શ્રીલંકાએ કયા-કયા દેશો પાસેથી કેટલા પૈસા લીધા:
શ્રીલંકાએ પોતાના કુલ દેવાના 47 ટકા બજારમાંથી લીધા છે. જ્યારે દેશની કુલ લોનમાં ચીનનો ભાગ 15 ટકાની આસપાસ છે. દેશ પર એશિયન ડેવલપમેન્ટ બેંકના 13 ટકા, વર્લ્ડ બેંકના 10 ટકા, જાપાનના 10 ટકા અને ભારતના 2 ટકા છે. ચારેબાજુ સમુદ્રથી ઘેરાયેલો આ દેશ પોતાની આઝાદી પછી સૌથી ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં સતત વીજળી જતી રહેતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. લોકો ખોરાક અને પેટ્રોલ-ડીઝલ-ગેસ માટે લાંબી-લાંબી લાઈન લગાવી રહ્યા છે.

3 બિલિયન ડોલરની જરૂરિયાત:
આ પહેલાં શ્રીલંકાના નાણા મંત્રી અલી સબરીએ કહ્યું હતું કે ફ્યૂઅલ અને દવાઓની સપ્લાયને વ્યવસ્થિત રીતે ચલાવવા અને ઈકોનોમિક ક્રાઈસિસને મેનેજ કરવા માટે શ્રીલંકાને આગામી 6 મહિનામાં લગભગ 3 બિલિયન ડોલરની જરૂર છે. સબરીએ ગયા અઠવાડિયે જ શ્રીલંકાના નાણામંત્રીની જવાબદારી સંભાળી છે. નાણાત્રીના રૂપમાં પોતાના પહેલા ઈન્ટરવ્યૂમાં સબરીએ 3 બિલિયન ડોલરનું ફંડ એકઠું કરવા કહ્યું કે આ ઘણો મુશ્કેલ સમય છે. હવે આ સંકટમાંથી તો શ્રીલંકાને ભગવાન જ બચાવી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news