રિયલમી, વનપ્લસ બાદ હવે ઓપ્પો લોન્ચ કરી શકે છે Smart TV

થોડા સમયથી સ્માર્ટફોન બનાવનાર કંપનીઓ સ્માર્ટ ટીવી બજારમાં એન્ટ્રી કરી રહી છે. તાજેતરમાં જ ઓપ્પોની સબ-બ્રાંડ રિયલમીએ સ્માર્ટ ટીવી બજારમાં એન્ટ્રી કરી છે અને હવે ઓપ્પો પણ સ્માર્ટ ટીવી (Oppo smart TV) બજારમાં ઉતારી શકે છે.

રિયલમી, વનપ્લસ બાદ હવે ઓપ્પો લોન્ચ કરી શકે છે Smart TV

નવી દિલ્હી: થોડા સમયથી સ્માર્ટફોન બનાવનાર કંપનીઓ સ્માર્ટ ટીવી બજારમાં એન્ટ્રી કરી રહી છે. તાજેતરમાં જ ઓપ્પોની સબ-બ્રાંડ રિયલમીએ સ્માર્ટ ટીવી બજારમાં એન્ટ્રી કરી છે અને હવે ઓપ્પો પણ સ્માર્ટ ટીવી (Oppo smart TV) બજારમાં ઉતારી શકે છે.

ચીની સોશિયલ મીડિયા સાઇટ વીબો પર તાજેતરમાં એક પોસ્ટના અનુસાર કંપની જલદી જ સ્માર્ટ ટીવી બજારમાં એન્ટ્રી કરી શકે છે. ગત વર્ષે ડિસેમ્બરમાં ઓપ્પોએ ચીનમાં થયેલી કોન્ફરન્સમાં વિભિન્ન સેગમેંટમાં પોતાની પ્રોડક્ટ લોન્ચિંગની જાણકારી આપી હતી. જેમાં કેટલાક ડિવાઇસ કંપની પહેલાં જ લોન્ચ કરી ચૂકી છે અને વેચાણ માટે પણ ઉપલબ્ધ છે.

ઓપ્પો રેનો 4 સીરીઝની લોન્ચિંગ બાદ કંપનીએ ચીનમાં 5જી કોમર્શિયલાઇજેશનનું એક પુરૂ થયા બાદના એક અવસરે એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં કંપનીના 5જી ટેક્નોલોજી સાથે જોડાયેલા એચીવમેન્ટ આપ્યા છે. તસવીરમાં નિચલા ભાગમાં એઆઇઓટી પ્રોડક્ટ ઉપલબ્ધ છે, જેમાં સ્માર્ટ ટીવી (Oppo smart TV) ને ટીજ કર્યું છે. ગત વર્ષે કંપનીએ પોતાના એઆર ગ્લાસેસ લોન્ચ કરી ચૂકી છે અને કંપની જલદી જ સ્માર્ટ ટીવી પણ લોન્ચ કરી શકે છે.
Oppo-Tv

ટીવીની વાત કરીએ તો ઓપ્પો પહેલાં શાઓમી વનપ્લસ અને રિયલમી આ સેગમેન્ટમાં એન્ટ્રી કરી ચૂકી છે. નોકિયા પણ સ્માર્ટ ટીવી બજારમાં લઇને આવ્યું છે. જ્યારે ઓનરે ગત વર્ષે પોતાનું ટીવી લોન્ચ કર્યું હતું. તાજેતરમાં જ વનપ્લસએ પોતાના વ્યાજબી સ્માર્ટ ટીવી લોન્ચ કરવાની જાણકારી શેર કરી છે, જે જલદી જ ભારતીય બજારમાં જોવા મળશે. 

જોકે ઓપ્પો પોતાની સ્માર્ટ ટીવી ક્યારે લોન્ચ કરશે આ વાતની જાણકારી નથી. પરંતુ કંપનીએ સ્માર્ટ ટીવી બજારમાં ઉતારવું સરળ છે. કારણ કે રિયલમી અને વનપ્લસ પહેલાંથી જ આ સેગમેંટમાં ઉપલબ્ધ છે અને ઓપ્પોનો જ ભાગ છે. ઓપ્પો પોતાના ટીવીને ભારતીય બજારમાં લોન્ચ કરશે કે નહી એ વાત પર હજુ કોઇ જાણકારી સામે આવી નથી. બની શકે છે કે કંપની પોતાના સ્માર્ટ ટીવીને ચીની બજાર સુધી જ સિમીત નથી. જોકે જે પ્રકારે ભારતીય સ્માર્ટ ટીવી બજારમાં નવા નવા બ્રાંડ્સની એન્ટ્રી થઇ રહી છે. ઓપ્પો પોતે આ સેગમેંટથી દૂર રાખે તે વાતની આશા ઓછી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news