Oximeter ની ઝંઝટ ખતમ, હવે સ્માર્ટફોનથી ચેક કરી શકશો Oxygen લેવલ

આ મોબાઇલ એપને CarePlix Vital કહેવામાં આવે છે જે યૂઝરના બ્લડ ઓક્સિજન લેવલ, પલ્સ અને રેસપ્રેશન રેટ્સને મોનિટર કરવાનું કામ કરે છે. 
 

Oximeter ની ઝંઝટ ખતમ, હવે સ્માર્ટફોનથી ચેક કરી શકશો Oxygen લેવલ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ મહામારીએ કહેર મચાવ્યો છે. તેવામાં લોકોએ અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લૉકડાઉન જેવી સ્થિતિને કારણે લોકો ઘરની બહાર પણ ઓછા નિકળે છે. મહામારીને લીધે લોકોએ જરૂરી મેડિકલ સાધનો ઘરમાં રાખવા પડે છે. તેમાંથી એક Pulse Oximeters આ દિવસોમાં ખુબ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. Oximeters ની વધતી માંગને કારણે હવે તેના ભાવમાં પણ વધારો થયો છે. હાલમાં કોલકત્તા બેસ્ડ હેલ્થ સ્ટાર્ટઅપે એક મોબાઇલ એપ ડેવલોપ કરી છે જેનો Oximeters ની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. આવો તેના વિશે માહિતી આપીએ. 

CarePlix Vital
હેલ્થ સ્ટાર્ટઅપ દ્વારા ડેવલોપ કરવામાં આવેલી આ મોબાઇલ એપને CarePlix Vital કહેવામાં આવે છે જે યૂઝરના બ્લડ ઓક્સિજન લેવલ, પલ્સ અને રેસપ્રેશન રેટ્સને મોનિટર કરવાનું કામ કરે છે. આ મોબાઇલ એપનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારે સ્માર્ટફોનના રિયર કેમેરા અને ફ્લેશલાઇટ પર આંગળી રાખવાની છે. થોડી સેકેન્ડની અંદર Oxygen સેટૂરેશન (SpO2), પલ્સ અને રેસિપિરેશન લેવલ ડિસ્પ્લે પર જોવા મળશે.

CareNow Healthcare ના કો-ફાઉન્ડર સુભબ્રત પોલે જણાવ્યુ કે, લોકોને ઓક્સિજન સેટૂરેશન અને પલ્સ રેટ જેવી જાણકારી હાસિલ કરવા માટે Pulse Oximeters કે Smart Watch જેવી ડિવાઇસની જરૂર પડે છે. આ ડિવાઇસમાં ઇન્ટરનલ ટેક્નોલોજીની વાત કરવામાં આવે તો ફોટોપ્લેથિસ્મોગ્રાફી કે પીપીજી ઉપયોગ કરવામાં આવે છે. 

16GB રેમ અને ત્રિપલ 64MP કેમેરા સાથે NUBIA Z30 PRO ફોન લોન્ચ

આ રીતે કરશે કામ
તેમાં જાણકારી પ્રાપ્ત કરવા માટે તમારે રિયર કેમેરા અને ફ્લેશલાઇટ પર આંગળી રાખવી પડશે અને આશરે 40 સેકેન્ડ સુધી સ્કેનિંગ કરવું પડશે. આ દરમિયાન લાઇટના અંતરને કેલકુલેટ કરવામાં આવે છે અને અંતરના આધાર પર પીપીજી ગ્રાફને પ્લોટ કરવામાં આવે છે. ગ્રાફથી ઓક્સિજન સેચુરેશન અને પલ્સ રેટની જાણકારી મળે છે. 

અહીં થઈ ટ્રાયલ
આ ડિવાઇસની ક્લિનિકલ ટ્રાયલ 2021માં સેઠ સુખલાલ કરનાની મેમોરિયલ હોસ્પિટલ કોલકત્તામાં 1200 લોકો પર કરવામાં આવી છે. પોલે જણાવ્યું કે આ ટેસ્ટિંગને હોસ્પિટલના ડોક્ટરોની સાથે કરવામાં આવી અને ખાસ કરીને OPD માં થઈ હતી. ટેસ્ટિંગ દરમિયાન તે જાણવા મળ્યુ કે કેયરપ્લિક્સ વાઇટલ હાર્ટના ધબકારા 96 ટકા સુધી સાચા આવ્યા અને ઓક્સિજનની જાણકારી 98 ટકા સુધી સાચી આપી હતી. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news