PMV electric: 16 નવેમ્બરના રોજ લોન્ચ થઇ રહી છે છોટૂ ઇલેક્ટ્રિક કાર, 4 કલાકમાં થશે ફૂલ ચાર્જ, 200KM દોડશે

PMV electric car launch: આ માઇક્રો ઇલેક્ટ્રિક કારને ત્રણ વેરિએન્ટમાં લાવવામાં આવશે, જેમાં 12 કિમી થી 200 કિમી. સુધીની ફૂલ ચાર્જ રેંજમાં મળવાની છે. કંપનીનો દાવો છે કે નવી માઇક્રો ઇલેક્ટ્રિક કારને તેના 3 kW AC ચાર્જર વડે 4 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાશે. 

PMV electric: 16 નવેમ્બરના રોજ લોન્ચ થઇ રહી છે છોટૂ ઇલેક્ટ્રિક કાર, 4 કલાકમાં થશે ફૂલ ચાર્જ, 200KM દોડશે

PMV EaS-E micro electric car: મુંબઇની ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની પીએમવી ઇલેક્ટ્રિક (PMV Electric) 16 નવેમ્બર 2022 ને પોતાની પહેલી માઇક્રો ઇલેક્ટ્રિક કાર, EaS-E ને લોન્ચ કરવા જઇ રહી છે. ભારતમાં આ પીએમવીની પહેલી ગાડી હશે. કંપની આ ગાડીના દ્રારા ભારતીય માર્કેટમાં પર્સનલ મોબિટી વ્હીકલ (પીએમવી) નામની એક નવું સેગમેંટ બનાવવા જઇ રહી છે. કંપનીએ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર આ ગાડીનું બુકિંગ પહેલાં જ શરૂ કરી દીધું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કંપનીને ભારતમાં જ નહી, આંતરરાષ્ટ્રીય બજારોમાંથી એક મોટી પ્રી ઓર્ડર બુક તૈયાર કરી છે. 

ફૂલ ચાર્જમાં ચાલશે 200KM
પીએમવી ઇએએસ-ઇ માઇક્રો ઇલેક્ટ્રિક કાર 10 કિલોવોટ લિથિયમ આયરન ફોસ્ફેટ બેટરી પર કામ કરશે. તેને 15 કિલોવોટ (20 બીએચપી) પીએમએસએમ ઇલેક્ટ્રિક મોટરની સાથે જોડવામાં આવશે. જોકે તેનો ટોર્ક ફીગર હજુ સામે આવ્યો નથી, પરંતુ તેની ટોપ  સ્પીડ 70 કિમી પ્રતિ કલાક રહેશે. 

રિપોર્ટ અનુસાર આ માઇક્રો ઇલેક્ટ્રિક કારને ત્રણ વેરિએન્ટમાં લાવવામાં આવશે, જેમાં 120 કિમી. થી 200 કિમી. સુધી ફૂલ ચાર્જમાં રેંજ મળવાની છે. કંપનીનો દાવો છે કે નવા માઇક્રો ઇલેક્ટ્રિક કારને તેને 3 kW AC ચાર્જરથી ફક્ત 4 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. 

ડાયમેંશનની વાત કરીએ તો ઇલેક્ટ્રિક કારની લંબાઇ 2,915mm, પહોળાઇ 1,157mm અને ઉંચાઇ 1,600mm છે. સાથે જ તેનો વ્હીલબેસ 2,087mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170mm હશે. ઇલેક્ટ્રિક કારનું કર્બ વેટ લગહ્બગ 550 કિલોગ્રામ હશે. ફીચર્સની વાત કરીએ તો પીએમવી ઇએએસ-ઇ માં એક ડિજિટલ ઇંફોટેનમેંટ સિસ્ટમ, યૂએસબી ચાર્જિંગ પોર્ટ, એર કંડીશનિંગ, રિમોટ કીલેસ એન્ટ્રી અને રિમોર્ટ પાર્ક અસિસ્ટ, ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news