Reliance Jio: 4567 કે પછી 8888... જિયો પર સરળતાથી મળશે VIP નંબર, ફોલો કરો આ સ્ટેપ્સ
Jio Vip Number Price: ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં રિલાયન્સ જિયોની બાદશાહત અને લોકપ્રિયતા કોઈથી છુપાયેલી નથી. જો કોઈ જિયોનો વીઆઈપી નંબર લેવા ઈચ્છે છે તો સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. ત્યારબાદ તમે તમારી પસંદગીનો નંબર મેળવી શકો છો.
Trending Photos
Jio Vip Number List: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો ફોન નંબર થોડો અલગ હોવો જોઈએ. કોઈપણ નંબર જે કાં તો તેનો લકી નંબર, જન્મ તારીખ અથવા કોઈપણ અનન્ય નંબર છે. અત્યાર સુધીમાં તમે કાર માટે લાખો રૂપિયા ખર્ચવાના સમાચાર તો સાંભળ્યા જ હશે, પરંતુ લોકો VIP નંબર માટે હજારો રૂપિયા ખર્ચે છે. VIP નંબરમાં ગ્રાહક પોતાનો મનપસંદ નંબર શોધી શકે છે.
ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં રિલાયન્સ જિયોની બાદશાહત અને લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી. જો કોઈ વ્યક્તિ Jio નો VIP નંબર મેળવવા માંગે છે, તો તેણે ખૂબ જ સરળ પ્રક્રિયાને અનુસરવી પડશે. આ અંતર્ગત તે પોતાની પસંદગીનો નંબર મેળવી શકે છે. તેઓએ ફક્ત Jio.com પર જઈને એક સરળ પ્રક્રિયાને અનુસરવી પડશે. આ પોર્ટલ પર ગ્રાહકો પાસે આવા ઘણા નંબર છે, જે VIP કેટેગરીની યાદીમાં છે. તેમાંથી ગ્રાહકો તેમની પસંદગીનો નંબર લઈ શકે છે. હવે જાણો તેની પ્રક્રિયા શું છે.
કઈ રીતે પસંદ કરશો નંબર
જિયોના પસંદગીના નંબરમાં તમે જન્મતારીખ, લકી નંબરની સાથે પસંદગીના નંબરની સીક્વેન્સ પસંદ કરી શકશો. તેમાં શરૂઆચી ચાર કે 6 નંબર ફિક્સ રહેશે, જ્યારે અંતના નંબર તમે તમારી પસંદગી પ્રમાણે સિલેક્ટ કરી શકશો. આ પ્રોસેસને મોબાઇલ નંબર કસ્ટમાઇઝેશન પણ કહેવામાં આવે છે.
ફોલો કરો આ સ્ટેપ્સ
- સૌથી પહેલા તમારે https://www.jio.com/selfcare/choice-number/ પર મુલાકાત લેવી પડશે. ત્યારબાદ સેલ્ફ કેર સેક્શનમાં જવું પડશે.
- તો યૂઝર્સ સીધા ફોનમાં MyJio એપથી આ સ્ટેપ સુધી પહોંચી શકે છે.
- ત્યારબાદ તમે મોબાઇલ નંબર સિલેક્શન સેક્શનમાં પહોંચી જશો.
- જ્યાં તમારે તમારો વર્તમાન નંબર દાખલ કરવો પડશે. ત્યારબાદ ઓટીપીથી નંબર વેરિફાઈ કરવો પડશે.
- ત્યારબાદ તમને નવો નંબર પસંદ કરવાનો વિકલ્પ મળશે.
- જ્યાં તમે તમારી ઈચ્છા પ્રમાણે છેલ્લા ચાર કે છ નંબર પસંદ કરી શકશો.
- મનગમતો નંબર પસંદ કર્યા બાદ તમારે પેમેન્ટ ઓપ્શનમાં જવુ પડશે.
અહીં તમારે 499 રૂપિયાની ચુકવણી કરવી પડશે.
- પેમેન્ટ થયાના 24 કલાકમાં તમારો નવો નંબર એક્ટિવ થઈ જશે.
499 રૂપિયા પેમેન્ટ
આ પ્રોસેસ દરમિયાન નંબર સિલેક્ટ કર્યા બાદ થોડી મિનિટનો સમય મળે છે. આ દરમિયાન તમારે પેમેન્ટ કરવાનું હોય છે, જેમાં ગ્રાહકોને 499 રૂપિયાનું પેમેન્ટ કરવાનું કહેવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે