પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત; આ તારીખે રાજકોટની લેશે મુલાકાત, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ

હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થતા વડાપ્રધાન દ્વારા હીરાસર એરપોર્ટ ખુલ્લુ મુકવામાં આવનાર છે. ત્યારે વડાપ્રધાન ના કાર્યક્રમને લઈ બુધવારના રોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે જુદાજુદા વિભાગની બેઠક પણ મળી હતી. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત; આ તારીખે રાજકોટની લેશે મુલાકાત, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ

ઝી બ્યુરો/રાજકોટ: આગામી 27મી જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત રાજકોટ શહેરની મુલાકાતે આવનાર છે. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થતા વડાપ્રધાન દ્વારા હીરાસર એરપોર્ટ ખુલ્લુ મુકવામાં આવનાર છે. ત્યારે વડાપ્રધાન ના કાર્યક્રમને લઈ બુધવારના રોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે જુદાજુદા વિભાગની બેઠક પણ મળી હતી. 

બેઠકના અંતે કલેકટર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈ જુદી જુદી 27 જેટલી સમિતિ પણ બનાવવામાં આવી છે. તો સાથે જ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન દ્વારા હિરાસર એરપોર્ટ ખાતે લોકાર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ વડાપ્રધાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર સભામાં હાજરી આપશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં જંગી મેદની હાજર રહે તે માટે વહીવટી તંત્ર તેમજ શહેર ભાજપ અને જિલ્લા ભાજપ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

મળતી માહિતી અનુસાર એસટી તંત્રને પણ 27 તારીખના રોજ 1000 જેટલી બસ આરક્ષિત રાખવા પણ જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ શહેર ભાજપ સંગઠન તેમજ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મીટીંગ યોજી વડાપ્રધાનના કાર્યક્રમ અંતર્ગત રોડ શો સહિતના કાર્યક્રમો કઈ રીતે યોજવા તે બાબતે પણ હાલ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. ત્યારે હાલ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે વડાપ્રધાનના કાર્યક્રમને લઈ તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં વરસાદ વિઘ્ન ન બને તે માટે પણ તંત્ર દ્વારા દ્વારા વોટર પ્રુફ જર્મન ટેકનોલોજી નિર્મિત ડોમ બનાવવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે અગાઉ બે જેટલી જનસભા સંબોધી ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણી સમયે પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જન સભા યોજાઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news