25 એપ્રિલે Jio કરશે ધમાકો, લોન્ચ થશે નવા પ્લાન, જાણો વિગત
વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જિયો સિનેમા યૂઝર્સ માટે નવા સબ્સક્રિપ્શન પ્લાન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જિયોસિનેમા પોતાના પ્લેટફોર્મ પર એડની સાથે આઈપીએલ ફ્રીમાં સ્ટ્રીમ કરી રહ્યું છે. હવે નવા પ્લાન લાવવામાં આવી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ જિયો સિનેમા એપ પર આ દિવસોમાં આઈપીએલ મેચનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જિયો તરફથી નવા એડ ફ્રી સબ્સક્રિપ્શન પ્લાન લોન્ચ કરવામાં આવી રહ્યાં છે. આ પ્લાન તે જિયો સિનેમા યૂઝર્સ માટે હશે, જે જાહેરાત વગર આઈપીએલ મેચ જોવા ઈચ્છે છે. તેને લઈને જિયોએ એક ટીઝર જારી કરી જાણકારી આપી છે, તે પ્રમાણે જિયોસિનેમાના નવા પ્લાન્સને 25 એપ્રિલ 2024ના લોન્ચ કરવામાં આવશે.
પહેલાથી હાજર છે આ પ્લાન્સ
વર્તમાન સમયમાં જિયો સિનેમા તરફથી બે પ્લાન્સને રોલઆઉટ કરવામાં આવ્યા છે. જિયો સિનેમાનો બેસિક પ્લાન 99 રૂપિયામાં આવે છે, જ્યારે વાર્ષિક પ્લાન 999 રૂપિયામાં આવે છે. આ પ્લાન્સમાં યૂઝર્સને હોલીવુડ કન્ટેન્ટની સાથે મૂવી અને શોનું એક્સેસ મળે છે. આ પ્લાનમાં યૂઝર્સ એક સાથે ચાર ડિવાઇસ પર એપ વાપરી શકે છે.
લોન્ચ થઈ શકે છે આ પ્લાન્સ
આમ તો જિયોસિનેમાના નવા પ્લાન વિશે વધુ જાણકારી ઉપલબ્ધ નથી, પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે 99 રૂપિયા મંથલી પ્લાનથી પ્રીમિયમ પ્લાન લોન્ચ કરી શકાય છે. સાથે 84 દિવસવાળા પ્લાન પણ લોન્ચ કરવામાં આવી શકે છે. વર્તમાન સમયમાં જિયોસિનેમા પર આઈપીએલ મેચ ફ્રીમાં પ્રસારિત કરવામાં આવી રહી છે. તેવામાં આઈપીએલ ફેન્સે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જિયો તરફથી ફ્રી આઈપીએલ પ્રસારણ બંધ કરવામાં આવી રહ્યું નથી.
આ રીતે ડાઉનલોડ કરો એપ
- સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર કે પછી એપ સ્ટોર પર વિઝિટ કરો.
- ત્યારબાદ જિયોસિનેમા સર્ચ કરી ડાઉનલોડ કરો.
- પછી તમારો મોબાઈલ નંબર એન્ટર કરો.
- ત્યારબાદ તમારા નંબર પર ઓટીપી આવશે, જેનાથી તમારો નંબર વેરિફાઈ થશે.
- પછી તમે જિયોસિનેમા એપનો ઉપયોગ કરી શકશો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે