દમદાર બેટરી અને 4 રિયર કેમેરા સાથે Samsung નો નવો દમદાર ફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત

સેમસંગે (Samsung) ભારતમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ Samsung Galaxy A22 સ્માર્ટફોન છે.

દમદાર બેટરી અને 4 રિયર કેમેરા સાથે Samsung નો નવો દમદાર ફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત

નવી દિલ્હીઃ સેમસંગે (Samsung) ભારતમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ Samsung Galaxy A22 સ્માર્ટફોન છે. સેમસંગના આ નવા સ્માર્ટફોનમાં બેકમાં 4 કેમેરા આપવામાં આવ્યા છે અને તે વોટરડ્રોપ-સ્ટાઇલ ડિસ્પ્લે નોચની સાથે આવે છે. સેમસંગ ગેલેક્સી એ22 સ્માર્ટફોન આ મહિનાની શરૂઆતમાં Galaxy A22 5G ની સાથે યૂરોપમાં લોન્ચ થયો હતો. સ્માર્ટફોન એમોલેડ ડિસ્પ્લે અને 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે. 

કેટલી છે સેમસંગના નવા ફોનની કિંમત
Samsung Galaxy A22 સ્માર્ટફોનની કિંમત 18,499 રૂપિયા છે. આ ફોનને માત્ર એક વેરિએન્ટ 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. સેમસંગનો આ ફોન બ્લેક અને મિંટ કલર વિકલ્પમાં મળશે. સેમસંગ ગેલેક્સી એ22 હાલ સેમસંગ ઈન્ડિયાની વેબસાઇટ દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ છે. જલદી આ ફોન બીજી રિટેલ ચેનલ્સ દ્વારા સેલ માટે ઉપલબ્ધ થઈ શકે છે. 

શું છે સ્પેસિફિકેશન્સ
Samsung Galaxy A22 સ્માર્ટફોનમાં 6.44 ઇંચની HD+ સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રેઝોલૂશન 720X1600 પિક્સલ છે. આ સ્માર્ટફોન Android 11 પર બેસ્ડ One UI 3.1 પર ચાલે છે. ફોનમાં 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. ફોન 6GB રેમ સાથે આવે છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજને 1ટીબી સુધી વધારી શકાય છે. ફોનમાં 5,000 mAh ની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે 4જી નેટવર્ક પર તે 38 કલાક સુધીનો ટોકટાઇમ આપે છે. 

ફોનના બેકમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો
સેમસંગ ગેલેક્સી એ22 ના બેકમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનના બેકમાં મેન કેમેરો 48 મેગાપિક્સલનો છે. આ સિવાય ફોનની પાછળ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ, 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનના ફ્રંટમાં 13 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news