સેમસંગ ગેલેક્સી S10 Lite ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
છેલ્લા ઘણા સમયથી સેમસંગ ગેલેક્સી (Samsung Galaxy) S10 ના સસ્તા વર્જનની રાહ જોવાઇ રહી છે. હવે લોકોની આતુરતાનો અંત આવ્યો છે. સેમસંગે આજે પોતાના ગેલેક્સી S10 Liteને લોન્ચ કરી દીધો છે. આ સેમસંગ એફોર્ડેબલ સ્માર્ટફોન છે. ફોનનું વેચાણ 4 ફેબ્રુઆરીથી શરૂ થશે. જોકે તેનું ઓનલાઇન પ્રી-બુકિંગ વિભિન્ન શોપિંગ એપ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી સેમસંગ ગેલેક્સી (Samsung Galaxy) S10 ના સસ્તા વર્જનની રાહ જોવાઇ રહી છે. હવે લોકોની આતુરતાનો અંત આવ્યો છે. સેમસંગે આજે પોતાના ગેલેક્સી S10 Liteને લોન્ચ કરી દીધો છે. આ સેમસંગ એફોર્ડેબલ સ્માર્ટફોન છે. ફોનનું વેચાણ 4 ફેબ્રુઆરીથી શરૂ થશે. જોકે તેનું ઓનલાઇન પ્રી-બુકિંગ વિભિન્ન શોપિંગ એપ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
આ છે ગેલેક્સી S10 Lite ના ફીચર્સ
ગેલેક્સી S10 Liteમાં સ્ક્રીન 7.6 ઇંચની ફૂલ HD+ છે. આ સેમસંગના સુપર એમોલેડ સાથે આવશે. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા પણ આપવામાં આવ્યો છે. તેનો પ્રાઇમરી કેમેરા 48MPનો છે. સેકન્ડરી કેમેરા 12 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એંગલ સાથે આવશે. ત્રીજો 5 મેગાપિક્સલ કેમેરા માઇક્રો ફોટોગ્રાફી માટે હશે. સેમસંગે હેન્ડસેટમાં પાવર બેકઅપ માટે 4,500 એમએચની બેટરી આપવામાં આવી છે. જોકે સુપર ફાસ્ટ ટેક્નોલોજી સાથે ઉપલબ્ધ હશે. આ ફોન 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે બજારમાં ઉતારવામાં આવી રહ્યો છે. તેમાં સ્નૈપડ્રેગન 855 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
S10 liteની આ છે કિંમત
કંપનીએ નવા સ્માર્ટફોનની કિંમત 39,000 રૂપિયા રાખી છે. પ્રી-બુકિંગ પર 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપનીએ પ્રી-બુકિંગ પર વનટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટની સાથે 1,999 રૂપિયાની એક્સીડેન્ટલ કવરેજ પણ મળશે. ફ્લિપકાર્ટ આ નવામાં ઘણી આકર્ષક છૂટ પણ આપી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે