સેમસંગ ગેલેક્સી S9 અને S9+ લોન્ચ, 2000 રૂપિયામાં થઈ રહ્યું છે પ્રી બુકિંગ
સેમસંગે ફ્લૈગશિપ સ્માર્ટફોન ગેલેક્સી એસ9 (Galaxy S9) અને ગેલેક્સી એસ9 પ્લસ(Galaxy S9+)ને મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2018 (MWC 2018)માં લોન્ચ કર્યો છે.
- 64, 128 અને 256 જીબી સ્ટોરેજની સાથે આવ્યા ત્રણ સ્માર્ટફોન
- ફોન લેવા ઇચ્છુક ગ્રાહકો 2 હજાર રૂપિયામાં કરાવી શકે છે પ્રીબુકિંગ
- સેમસંગના ઓનલાઇન સ્ટોર પર પણ થઈ શકે છે પ્રીબુકિંગ
Trending Photos
નવી દિલ્હીઃ સેમસંગે ફ્લૈગશિપ સ્માર્ટફોન ગેલેક્સ એસ9 (Galaxy S9) અને ગેલેક્સી એસ9 પ્લસ (Galaxy S9+)ને મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2018 (MWC 2018)માં લોન્ચ કર્યા છે. આ સાથે જ ભારતમાં 2 હજાર રૂપિયામાં મોબાઈલનું પ્રીબુકિંગ શરૂ થઈ ગયું છે. જો તમે સેમસંગનો નવો ફોન ખરીદવા ઈચ્છતા હોવ તો સેમસંગના ઓનલાઇન સ્ટોર પર પ્રીબુકિંગ કરાવી શકો છો. સેમસંગ ગેલેક્સી એસ9 અને ગેલેક્સી એસ9 પ્લસ 64 જીબી વેરિએન્ટની પ્રીબુકિંગમાં ઉપલબ્ધ છે. આ ફોન કાળા, વાદળી અને જાંબલી કલરમાં ઉપલબ્ધ થશે.
સેમસંગના બંન્ને ફોનનું 256 જીબી વાળુ વર્ઝન કાળા કલરમાં ઉપલબ્ધ થશે. ગેલેક્સ એસ9 અને એસ9 પ્લસમાં ક્વાલકોમનું સ્નૈપડ્રૈગન 845 પ્રોસેસર લાગેલું છે. એસ9માં 4 જીબી રેમ છે, જ્યારે એસ9 પ્લસમાં 6 જીબી રેમ છે. એસ9 3,000 mAhની બેટરી ક્ષમતા સાથે અને એસ9 પ્લસ 3,500 mAhની બેટરી ક્ષમતા સાથે ઉપલબ્ધ થશે.
પ્સેસિફિકેશન
ગેલેક્સી એસ9 અને એસ9 પ્લસ સ્ટોરેજના ત્રણેય વેરિએન્ટ 64, 128 અને 256 જીબીમાં હશે. ત્રણેયમાં મેમરી માઇક્રોએસડી કાર્ડના માધ્યમથી 400 જીબી સુધી વધારી શકાય છે. Samsung Galaxy S9માં 5.9 ઇંચની ક્લાઇડએસડી + કર્વ્ડ સુપર એમોલેડ 18.5:9 ડિસ્પ્લે છે. ફોનમાં સુપર સ્પીડ ડ્યૂર પિક્સલ 12 એમપીનો ઓટોફોક્સ સેન્સર છે. 8.5 મિલી મીટર જાડા આ ફોનનું વજન 163 ગ્રામ છે.
સેમસંગ ગેલેક્સી એસ9+માં 6.2 ઇંચની ક્વાઇડએચડી+ કર્વ્ડ સુપર એમોલેડ 18.5:9 ડિસ્પ્લે છે. ફોનમાં 12 એમપીનો ડ્યુલ રિયર કેમેરા સેટઅપ છે. ફોનની જાડાઇ 8.5 મિલીમીટર અને વજન 189 ગ્રામ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે