Smartphone: માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Samsung નો 5G ફોન, મોટી સ્ક્રીન સાથે આ છે દમદાર ફીચર્સ
એક ટિપ્સટરે દાવો કર્યો હતો કે સેમસંગ આ મહિને ભારતમાં Galaxy F42 5G અને Galaxy M52 5G સ્માર્ટફોન લોન્ચ કરશે. એવું લાગે છે કે F42 5G ને જલદી જ લોન્ચ કરવામાં આવી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: એક ટિપ્સટરે દાવો કર્યો હતો કે સેમસંગ આ મહિને ભારતમાં Galaxy F42 5G અને Galaxy M52 5G સ્માર્ટફોન લોન્ચ કરશે. એવું લાગે છે કે F42 5G ને જલદી જ લોન્ચ કરવામાં આવી શકે છે કારણ કે Google Play કંસોલના ડેટાબેસમાં સામે આવ્યું છે. તો બીજી કંપની Galaxy Wide5 ને સાઉથ કોરિયામાં રજૂ કરશે. બંને ફોન એક સમાન હશે. બસ મોડલનું નામ અલગ હશે. ગિઝ્મો ચાઇનાના અનુસાર તેના સત્તાવાર અનાવરણ પહેલાં, સ્માર્ટફોન ગીકબેંચ સર્ટિફિકેશન પર આવી ગયો છે, જેથી તેના મુખ્ય સ્પેક્સ વિશે ખબર પડે છે. આ વો જાણીએ Samsung Galaxy F42 5G ના સ્પેસિફિકેશન્સ...
Samsung Galaxy F42 5G સ્પેસિફિકેશન્સ
Samsung Galaxy F42 5G નવા એંડ્રોઇડ 11 આઉટ ઓફ ધ બોક્સ પર ચાલે છે. તેમાં 558 સિંગલ-કોર અંક અને 1513 મલ્ટી-કોર છે. લિસ્ટિંગથી ખબર પડે છે કે ફોન મીડીયાટેક ડાઇમેંશન 700 એસઓસી દ્વારા સંચાલિત હશે જેને 6જીબી રેમ સાથે જોડવામાં આવશે.
[EXCLUSIVE] Samsung Galaxy F42 5G (Samsung Galaxy Wide5) listed on Google Play Console. Launching in India Soon.
Samsung Galaxy F42 Specifications:
- FHD+ Infinity V display
- Mediatek Dimensity 700 Soc
- Android 11
- 6GB RAM
- Sidemounted Fingerprint Sensor
- Blue Colour Coming pic.twitter.com/ZhnYJWXtPd
— தமிழன் டெக்கினிக்கல் (Tamilan Techinical) (@TTechinical) September 1, 2021
Samsung Galaxy F42 5G હોઇ શકે છે 6GB RAM
SoC ના 6GB RAM સાથે જોડવામાં આવ્યો છે, અને આ Android 11 OS પર ચાલે છે. પ્લે કંસોલ લિસ્ટિંગમાં દેખાતો ઉપરવાળા ફોટાથી ખબર પડે છે કે આ એક ટિયરડ્રોપ નોચ અને એક સાઇડ-ફેસિંગ ફિંગરપ્રિંટ સ્કેનરને સ્પોટ કરશે. અનુમાન લગાવવામાં આવે છે કે આ ડિવાઇસ હાલના Samsung Galaxy A22 5G સ્માર્ટફોનનું રીબ્રાંડેડ વર્જન હશે. તો જાણીએ Galaxy A22 5G માં શું ખાસ છે.
Samsung Galaxy A22 5G ના સ્પેસિફિકેશન્સ
ગેલેક્સી એ22 5જીમાં 6.6 ઇંચની એફએચડી+ટિયરડ્રોપ નોચ સ્ક્રીન છે. ડાઇમેંશન 700 એસઓસી-સંચાલિત ફોન 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. તેમાં 5,000mAh ની બેટરી છે જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Samsung Galaxy A22 5G નો કેમેરા
સ્માર્ટફોનમાં 8-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. તેના રિયર શેલમાં 48- મેગાપિક્સલનો મુખ્ય કેમેરા, 5-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા, 2-મેગાપિક્સલનો ડેપ્થ આસિસ્ટ લેંસ છે. તેમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ અને સાઇડ-ફેસિંગ ફિંગરપ્રિંટ સ્કેનર જેવી વધારાની વિશેષતાઓ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે